નાની ગુજરાતની પૂર્વ CM અને હાલ UPના ગવર્નર, દાદા હતા ‘ટોઈલેટ મેન’
તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ "કૃષ્ણાવતારમ: ભાગ 1" ના સ્ક્રીનિંગ દરમિયાન, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી ભાવુક થયા હતા. તેમના નાની ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને તેમના દાદા "ટૉઇલેટ મેન ઓફ ઇન્ડિયા" તરીકે જાણીતા હતા. સંસ્કારી જયના વિશે વધુ જાણો.

થિયેટરમાં ધમાલ મચાવનારી ફિલ્મ કૃષ્ણાવતારમ પાર્ટ 1ને ઉત્તરપ્રદેશમાં તો ટેક્સ ફ્રી જાહેર કરવામાં આવી છે. ફિલ્મમાં સિદ્ધાર્થ ગુપ્તાએ ભગવાન કૃષ્ણ તો સુષ્મિતા ભટ્ટે રાધાનું પાત્ર નિભાવ્યું છે. બંન્નેના ખુબ વખાણ કરવામાં આવી રહ્યા છે. આ સાથે સત્યભામાનું પાત્ર પણ ચાહકોના દિલમાં વસી ગયું છે. તો ચાલો આજે આપણે જાણીએ કે, કૃષ્ણાવતારમમાં સત્યભામાનું પાત્ર કોણે નિભાવ્યું છે? તેનું નામ સંસ્કૃતિ જયના છે અને તેનું એક મોટું રાજકારણનું કનેક્શન પણ છે. તે એક બિઝનેસવુમન પણ છે. તો ચાલો સંસ્કૃતિ જયના વિશે વાતો વધુ જાણીએ.
“કૃષ્ણાવતારમ” થી અભિનયની શરૂઆત
સંસ્કૃતિ જયનાએ ફિલ્મ “કૃષ્ણાવતારમ” થી અભિનયની શરૂઆત કરી હતી અને તેમણે ભગવાન કૃષ્ણની પત્ની સત્યભામાના પાત્રથી બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ફિલ્મમાં તેના અભિનયને કારણે એવું માનવું અશક્ય હતું કે આ તેની શરૂઆત છે. આ ફિલ્મમાં દેખાડવામાં આવેલા કૃષ્ણા ગોવિંદાના ગરબા ડાન્સ તેમણે માત્ર 24 કલાકમાં શીખ્યા હતા અને બધાને બધાને આશ્ચર્યચકિત કરી દીધા.
View this post on Instagram
સંસ્કૃતિ જયના એક બિઝનેસવુમન અને ફેશન ડિઝાઈનર છે. તેમણે 16 વર્ષની ઉંમરમાં બિઝનેસની દુનિયામાં પગ રાખ્યો હતો. તેમજ પોતાની ઓળખ બનાવી, સંસ્કૃતિ ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલની દીકરીની દીકરી છે. આનંદીબેન પટેલ પહેલા ગુજરાતના ગવર્નર પણ રહી ચૂક્યા છે.
દાદા હતા ‘ટોઈલેટ મેન’
સંસ્કૃતિ જયનાના પિતા જયેશ પટેલ સાબરમતી હરિજન આશ્રમ ટ્ર્સ્ટના સભ્ય છે, તેમજ પદ્મશ્રીથી સન્માનિત દિવગંત ઈશ્વરભાઈ પટેલનો દીકરો છે. જે સ્વચ્છતા આંદોલનના નેતૃત્વ માટે જાણીતા છે.ઈશ્વરભાઈ પટેલને ભારતના ટોઈલેટ મેન કહેવામાં આવતા હતા. તેમણે વંચિત વર્ગો માટે સફાઈ વ્યવસ્થા ક્ષેત્રમાં 6 દશક સુધી કામ કર્યું અને અંદાજે 2 લાખ ટોયલેટ બનાવ્યા હતા.સંસ્કૃતિની માતા અનાર પટેલ આનંદીબેન પટેલની દીકરી છે. તેમજ ગ્રામશ્રી નામનું એક એનજીઓ ચલાવે છે. જે ગુજરાતના કારીગરોને પ્રોત્સાહન આપે છે.
સંસ્કૃતિ જયનાની પોતાની ફેશન બ્રાન્ડ પણ છે. તેમણે અમદાવાદથી પોતાનો શાળાકીય અભ્યાસ પૂર્ણ કર્યો છે. ત્યારબાદ લંડનમાં ફેશનનો કોર્સ પૂર્ણ કર્યો છે. ત્યારબાદ ન્યુયોર્કમાં ફિલ્મ સ્કૂલમાં એડમિશન લીધું અને હવે તે મુંબઈમાં રહે છે.કૃષ્ણાવતારમમાં પોતાની એક્ટિંગથી બધાને દીવાના બનાવ્યા છે. સીએમ યોગીએ હાલમાં આ ફિલ્મ જોઈ છે.તેમજ ઉત્તરપ્રદેશમાં ટેક્સ ફ્રી જાહેર કરી છે.
