AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વીજ બિલ ના ભરતા, અજય દેવગણની સાળી અને કાજોલની બહેનના ઘરનું વીજ જોડાણ કાપી નખાયું, તો ફડણવીસ-અમિત શાહને કરી ફરિયાદ

દ્શ્યમ-3ના હિરો અને જાણીતા ફિલ્મ સ્ટાર અજય દેવગણની સાળી અને અભિનેત્રી કાજોલની બહેન તનિષા મુખર્જીના ઘરનુ વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યુ છે. આ ઘટના લોનાવાલામાં આવેલા અભિનેત્રીના પૈતૃક ઘરે બની છે. આ પછી, તનિષાએ સોશિયલ મીડિયા દ્વારા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ગૃહમંત્રી અમિત શાહ પાસે મદદ માંગી હતી અને સાથે જ મહારાષ્ટ્રના વીજ બોર્ડને "માફિયા" ગણાવ્યા હતા.

Breaking News : વીજ બિલ ના ભરતા, અજય દેવગણની સાળી અને કાજોલની બહેનના ઘરનું વીજ જોડાણ કાપી નખાયું, તો ફડણવીસ-અમિત શાહને કરી ફરિયાદ
Tanishaa MukerjiImage Credit source: https://www.facebook.com/TanishaaMukerji
| Updated on: Sep 29, 2026 | 7:22 PM
Share

જાણીતી ફિલ્મ અભિનેત્રી, કાજોલની બહેન અને બિગ બોસ 7 થી જાણીતી બનેલી તનિષા મુખર્જીએ (Tanishaa Mukerji) મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેક્ટ્રિસિટી બોર્ડ (MSEB) પર, સોશિયલ મીડિયામાં આકરા પ્રહારો કર્યા છે. તનિષા મુખર્જીએ આરોપ લગાવ્યો કે ખૂબ વધારે વીજળીના બિલને કારણે લોનાવાલામાં તેમના પૈતૃક ઘરનો વીજ પુરવઠો કાપી નાખવામાં આવ્યો હતો. અભિનેત્રીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને આ બાબતે હસ્તક્ષેપ કરવા અપીલ કરી છે. વધુમાં, અજય દેવગનની સાળીએ કહ્યું કે લોનાવાલામાં વીજળી વિભાગ “માફિયા”ની જેમ કામ કરી રહ્યું છે.

વરિષ્ઠ અભિનેત્રી તનુજાની પુત્રી તનિષા પુણેના લોનાવાલામાં વિન્ટેજ-શૈલીની પૈતૃક સંપત્તિ ધરાવે છે. તે ખાસ પ્રસંગો અને રજાઓ દરમિયાન તેના સમગ્ર પરિવાર સાથે ત્યાં વારંવાર જાય છે. આજે મંગળવારે, 48 વર્ષીય અભિનેત્રીએ માઇક્રો-બ્લોગિંગ સાઇટ ‘X’ પર મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેક્ટ્રિસિટી બોર્ડની ટીકા કરી હતી.

લોનાવાલા વીજળી બોર્ડ માફિયાની જેમ વર્તી રહ્યું છે : તનિષા

પોતાની પોસ્ટમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ટેગ કરતા તનિષાએ લખ્યું, “લોનાવાલામાં મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેક્ટ્રિસિટી બોર્ડ માફિયાની જેમ વર્તી રહ્યું છે ! તેઓ ખૂબ વધારે વીજ બિલ મોકલી રહ્યા છે અને વીજ પુરવઠો કાપીને ચૂકવણી કરવા માટે મજબૂર કરી રહ્યા છે. આ એક ગુનો છે ! નિયત તારીખ આવતા પહેલા જ શનિવારે સાંજે વીજળી કાપવા આવી પહોંચવું…” “તેમણે લોકોને બંધક જેવો અનુભવ કરાવ્યો છે.”

તનિષાએ કહ્યું, લોનાવાલા આવો અને વીજ બોર્ડની મનમાની જુઓ. પોતાની પોસ્ટના અંતે તનિશાએ મુખ્યમંત્રી ફડણવીસ, ગૃહમંત્રી અમિત શાહ, યોગી આદિત્યનાથ અને ટાટા પાવરને ટેગ કર્યા. તેમણે લખ્યું, “કૃપા કરીને લોનાવાલા આવો! અહીં કોઈ નિયમો કે કાયદા નથી. તેઓ મનસ્વી રીતે વર્તી રહ્યા છે!”

એક યુઝરે પૂછ્યું કે વીજળીનું બિલ કેમ ભરવામાં આવ્યું ન હતું; જેના જવાબમાં તેમને આકરો પ્રતિસાદ મળ્યો

યુઝર્સ તનિષા મુખર્જીની પોસ્ટ પર ટિપ્પણીઓ પણ કરી છે. એક યુઝરે પૂછ્યું કે તેઓ નિયત તારીખ પહેલાં બાકી રકમ ચૂકવવા માટે શા માટે રાહ જોઈ રહ્યા હતા. તેના જવાબમાં તનિષા મુખર્જીએ કહ્યું, “કોઈ છેલ્લી તારીખની રાહ જોઈ રહ્યું નથી. પરંતુ નિયત તારીખ પહેલાં વીજળી કાપી નાખવી અને જે બિલની ચકાસણી થઈ નથી તેની ચુકવણી માટે આગ્રહ રાખવો એ ગેરકાયદેસર છે !”

તો અન્ય એક યુઝરે સહાનુભૂતિ વ્યક્ત કરતા જણાવ્યું કે તેઓ પણ આવી જ પરિસ્થિતિનો સામનો કરી ચૂક્યા છે. તનિષા મુખર્જીએ જવાબ આપ્યો, “કૃપા કરીને યોગ્ય લોકોને ટેગ કરો જેથી આપણે બદલાવ લાવી શકીએ ! કોઈ ઈજારો (મોનોપોલી) નહીં ! કોઈ દાદાગીરી નહીં !”

Paris Fashion Weekમાં ઐશ્વર્યા રાય બચ્ચનનો ગ્લેમરસ અવતાર, બ્લેક ગાઉનમાં કર્યુ રેમ્પ વોક, જુઓ-Video

Follow Us
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?
યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?
અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક
અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક
જૂની અદાવતમાં પાલતુ જર્મન શેફર્ડ શ્વાનથી બચકા ભરાવ્યા, યુવાન ઈજાગ્રસ્ત
જૂની અદાવતમાં પાલતુ જર્મન શેફર્ડ શ્વાનથી બચકા ભરાવ્યા, યુવાન ઈજાગ્રસ્ત
ગુજરાતના 16 જિલ્લામાં 1 ઓક્ટોબરથી ESIC યોજના થશે અમલી ! Video
ગુજરાતના 16 જિલ્લામાં 1 ઓક્ટોબરથી ESIC યોજના થશે અમલી ! Video
Breaking News : નવરાત્રી પહેલા જ સાસણમાં શરૂ થશે સિંહ દર્શન
Breaking News : નવરાત્રી પહેલા જ સાસણમાં શરૂ થશે સિંહ દર્શન
રાજકોટમાં સસ્તી લૌનના કૌભાંડનો આંકડો 700 કરોડ સુધી પહોંચ્યો
રાજકોટમાં સસ્તી લૌનના કૌભાંડનો આંકડો 700 કરોડ સુધી પહોંચ્યો
g clip-path="url(#clip0_868_265)">