AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paris Fashion Weekમાં ઐશ્વર્યા રાય બચ્ચનનો ગ્લેમરસ અવતાર, બ્લેક ગાઉનમાં કર્યુ રેમ્પ વોક, જુઓ-Video

ઐશ્વર્યા આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ સાથે રેમ્પ વોક કરતી જોવા મળી હતી. અભિનેત્રીના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલા છે; તે બ્લેક ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી છે અને તેના લેટેસ્ટ લુકે ચારે બાજુથી પ્રશંસા મેળવીને ચર્ચા જગાવી છે.

Paris Fashion Weekમાં ઐશ્વર્યા રાય બચ્ચનનો ગ્લેમરસ અવતાર, બ્લેક ગાઉનમાં કર્યુ રેમ્પ વોક, જુઓ-Video
Aishwarya Rai at Paris Fashion Week
| Updated on: Sep 29, 2026 | 3:06 PM
Share

બ્યૂટી ક્વિન ઐશ્વર્યા રાય બચ્ચન પોતાની સ્ટાઈલને કારણે ફરી એકવાર ચર્ચામાં છે. બોલિવૂડ અભિનેત્રીએ પેરિસ ફેશન વીક ઈવેન્ટમાં હાજરી આપી હતી અને તેનો લુક સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઈવેન્ટમાં ઐશ્વર્યા આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ સાથે રેમ્પ વોક કરતી જોવા મળી હતી. અભિનેત્રીના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલા છે. તે બ્લેક ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી છે અને તેના લેટેસ્ટ લુકે ચારે બાજુથી પ્રશંસા મેળવીને ચર્ચા જગાવી છે.

બ્લેક ગાઉનમાં ઐશ્વર્યા રાય બચ્ચનનો જલવો

ઐશ્વર્યા રાય બચ્ચને પેરિસમાં એફિલ ટાવરની બરાબર સામે આવેલા ‘પ્લેસ જોફ્રે’ (Place Joffre) ખાતે યોજાયેલી ઈવેન્ટમાં ભાગ લીધો હતો. વૈશ્વિક હસ્તીઓ સાથે રેમ્પ વોક કરતી વખતે તે અત્યંત ગ્લેમરસ લાગી રહી હતી. વોક દરમિયાન કેન્ડલ જેનર અને ઈવા લોન્ગોરિયા પણ તેની સાથે સ્ટેજ પર જોવા મળ્યા હતા. આ વર્ષના પેરિસ ફેશન વીકની થીમ ‘વોક યોર વર્થ’ (Walk Your Worth) હતી, જે મહિલાઓના આત્મવિશ્વાસ અને એકતાનું પ્રતીક છે. રેમ્પ વોક પછી, ઐશ્વર્યા, કેન્ડલ અને ઈવા સાથે પોઝ આપતા પણ જોવા મળ્યા હતા.

અભિનેત્રીનો નવો લુક બન્યો ચર્ચાનો વિષય

ઈવેન્ટ દરમિયાન ઐશ્વર્યા રાય બચ્ચન શાહી અંદાજમાં જોવા મળી હતી અને બ્લેક ગાઉનમાં તે અદભૂત લાગી રહી હતી. તેણે પોતાના વાળને કર્લ્સ (વળાંકવાળા) સ્ટાઈલમાં રાખ્યા હતા અને માથા પર ટિયારા પહેર્યો હતો; સાથે જ ડ્યુઈ મેકઅપ અને બોલ્ડ લાલ લિપસ્ટિકે તેના લુકમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. તેના આ દેખાવે સોશિયલ મીડિયા પર વ્યાપક ચર્ચા અને પ્રશંસા જગાવી છે. રેમ્પ પર ચાલતી વખતે ઐશ્વર્યા ખરેખર ઝળકી ઉઠી હતી અને ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેના લાલ રંગના વાળ પણ હેડલાઇન્સમાં રહ્યા છે.

આ સ્ટાર્સ સાથે આપ્યા પોઝ

અભિનેત્રીએ સિમોન એશ્લે, વાયોલા ડેવિસ, જેન ફોન્ડા અને સેલિન ડીઓન સાથે રેમ્પ શેર કર્યો હતો. વોક પછી, આ સ્ટાર્સ સ્ટેજ પર ગ્રુપ ફોટો માટે સાથે પોઝ આપતા પણ જોવા મળ્યા હતા. લાંબા સમય બાદ ઐશ્વર્યાને ફરી રેમ્પ પર જોઈને ચાહકો ખૂબ ખુશ છે. ઉલ્લેખનીય છે કે, ઐશ્વર્યા રાય બચ્ચન છેલ્લે મણિ રત્નમની ફિલ્મ ‘પોન્નિયન સેલ્વન: 2’ (Ponniyin Selvan: II) માં જોવા મળી હતી, જેમાં તેના લુક અને અભિનય બંનેની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

Breaking News : રકુલ પ્રીત અને પ્રોડ્યુસર વાશુ ભગનાની સહિત આ કંપનીઓ પર ITના દરોડા, ફિલ્મના નામે પૈસા વિદેશ મોકલવાનો આરોપ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
સૌરાષ્ટ્રમાં અછત જેવી સ્થિતિ છતાં દુષ્કાળ જાહેર કેમ નહીં? : સુરજેવાલા
સૌરાષ્ટ્રમાં અછત જેવી સ્થિતિ છતાં દુષ્કાળ જાહેર કેમ નહીં? : સુરજેવાલા
ગુજરાત સરકાર વિદ્યાર્થીઓનો અવાજ દબાવી રહી છેઃ શક્તિસિંહ
ગુજરાત સરકાર વિદ્યાર્થીઓનો અવાજ દબાવી રહી છેઃ શક્તિસિંહ
Breaking News : દિવાળી પૂર્વે ગાંધીનગરને મળશે નવા મેયર
Breaking News : દિવાળી પૂર્વે ગાંધીનગરને મળશે નવા મેયર
ગુજરાત રાજકારણમાં હલચલ: જે.ડી. સોલંકીનો ભાજપમાંથી કોંગ્રેસમાં પ્રવેશ
ગુજરાત રાજકારણમાં હલચલ: જે.ડી. સોલંકીનો ભાજપમાંથી કોંગ્રેસમાં પ્રવેશ
અમદાવાદમાં 25 કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું
અમદાવાદમાં 25 કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું
Breaking News : રાજકોટ મનપાનો ભ્રષ્ટાચાર વિરોધી AI પ્રહાર
Breaking News : રાજકોટ મનપાનો ભ્રષ્ટાચાર વિરોધી AI પ્રહાર
ગુજરાતમાં સોલાર રૂફટોપ યોજના હેઠળ મોટી સબસિડી જાહેર
ગુજરાતમાં સોલાર રૂફટોપ યોજના હેઠળ મોટી સબસિડી જાહેર
ગુજરાતની સરકારી શાળાઓમાં હવે મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ
ગુજરાતની સરકારી શાળાઓમાં હવે મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ
નાણાકીય સ્થિતિ મજબૂત બનશે, જૂના રોકાણમાંથી લાભ થશે
નાણાકીય સ્થિતિ મજબૂત બનશે, જૂના રોકાણમાંથી લાભ થશે
મહિને ₹3 લાખ કમાતી યુટ્યુબરે છોડી દીધી નોકરી, ગામડામાં મળ્યો 'પ્રેમ'
મહિને ₹3 લાખ કમાતી યુટ્યુબરે છોડી દીધી નોકરી, ગામડામાં મળ્યો 'પ્રેમ'
g clip-path="url(#clip0_868_265)">