Breaking News : અભિનેતા તુષાર કપૂરને આવ્યો ધમકીભર્યો ફોન, બિશ્નોઈ ગેંગના સભ્યનો 5 કરોડની ખંડણી માંગી
બોલિવૂડ અભિનેતા તુષાર કપૂર (Tusshar Kapoor)ને ધમકી મળી છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્ય, હેરી બોક્સર નામના એક વ્યક્તિએ તેમને ફોન કરીને 5 કરોડની ખંડણી માંગી હતી. પોલીસે તપાસ શરૂ કરી છે.

છેલ્લા કેટલાક સમયથી બોલિવુડ સ્ટાર બિશ્રોઈ ગેંગના નિશાને પર છે. બિશ્રોઈ ગેંગે રોહિત શેટ્ટીના ઘરથી લઈ ટાઈગર શ્રોફ પર હુમલો કરી ચૂકી છે. હજુ ટાઈગર શ્રોફ પર ફાયરિંગ કર્યાના થોડા સમય થયા છે. આ કેસમાં તપાસ ચાલી રહી છે. ત્યારે વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બોલિવૂડ અભિનેતા તુષાર કપૂર (Tusshar Kapoor)ને ધમકી મળી છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્ય, હેરી બોક્સર નામના એક વ્યક્તિએ તેમને ફોન કરીને 5 કરોડની ખંડણી માંગી હતી. પોલીસે તપાસ શરૂ કરી છે.
અભિનેતા પાસેથી ખંડણી માંગવામાં આવી
સમાચાર એજન્સી IANS અનુસાર, મુંબઈ પોલીસના સૂત્રોએ ખુલાસો કર્યો છે કે, બોલિવૂડ અભિનેતા તુષાર કપૂરને લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્ય હેરી બોક્સર નામના કોઈ વ્યક્તિનો ફોન આવ્યો હતો, જેમાં તેણે 5 કરોડની ખંડણી માંગી હતી. અભિનેતાએ મુંબઈ પોલીસને જાણ કરી હતી, જેમણે પછી તપાસ એન્ટી-એક્સટોર્શન સેલ અને ક્રાઈમ બ્રાન્ચને ટ્રાન્સફર કરી હતી.
Bollywood actor Tusshar Kapoor allegedly received a call from someone claiming to be Harry Boxer, a member of the Lawrence Bishnoi gang, demanding Rs 5 crore as extortion. The actor informed Mumbai Police, which handed the investigation over to the Anti-Extortion Cell and Crime Branch. The Crime Branch’s technical team examined the audio recording of the threatening call and compared the voice with official audio samples of Harry Boxer available in its database. According to senior police officials, the samples did not match, raising suspicion that the call was fake and that someone had used the gang’s name to create fear. Police are now searching for the person who sent the audio recording: Mumbai Police Sources
— IANS (@ians_india) November 3, 2026
ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં શું બહાર આવ્યું?
ક્રાઈમ બ્રાન્ચની ટેકનિકલ ટીમે ધમકીભર્યા કોલના ઓડિયો રેકોર્ડિંગની તપાસ કરી અને તેમના ડેટાબેઝમાં હેરી બોક્સરના સત્તાવાર ઓડિયો નમૂનાઓ સાથે અવાજની તુલના કરી. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, નમૂનાઓ મેળ ખાતા ન હતા, જેના કારણે શંકા છે કે કોલ નકલી હતો. કોઈએ ગેંગના નામનો ઉપયોગ ડરાવવા માટે કર્યો હતો. પોલીસ હવે ઓડિયો રેકોર્ડિંગ મોકલનાર વ્યક્તિની શોધ કરી રહી છે.
દીકરી- દીકરો અને પતિ બોલિવુડમાં એકટિવ, 200 કરોડના કૃષ્ણ બંગલામાં રહે છે શોભા કપૂર અહી ક્લિક કરો
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
