AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

7 વર્ષ પછી ખબર પડી કે CID શો કેમ બંધ કરાયો? દયાએ શો બંધ થવા પાછળનું કારણ જણાવ્યું

સદાબહાર ક્લાસિક શો CIDના લાખો ચાહકો છે. દરેક વ્યક્તિ શો બંધ થવા અંગે ફરિયાદ કરી રહ્યા હતા. પરંતુ દયાનંદ શેટ્ટીએ શો બંધ થવા પાછળનું કારણ જાહેર કર્યું છે.

7 વર્ષ પછી ખબર પડી કે CID શો કેમ બંધ કરાયો? દયાએ શો બંધ થવા પાછળનું કારણ જણાવ્યું
| Updated on: Aug 26, 2026 | 8:04 AM
Share

ખુબ ઓછા ટીવી શો ચાહકોના દિલમાં પોતાની છાપ છોડે છે અને ક્લાસિક બની જાય છે. આવો જ એક શો છે સીઆઈડી. જે પહેલી વખત 1998માં શરુ થયો હતો અને 2018માં બંધ થતા પહેલા અંદાજે 2 દશક સુધી ચાહકોનું મનોરંજન કરતો રહ્યો હતો. આ ફેમસ ક્રાઈમ સીરિઝ 2024માં એક નવી સીઝનની સાથે આવી હતી. જેના માટે ફેમસ પાત્ર ફરીથી સ્ક્રીન પર જોવા મળ્યા હતા. હવે સિદ્ધાર્થ કન્નનના પોડકાસ્ટ પર વાતચીત દરમિયાન દયાનું પાત્ર નિભાવનાર દયાનંદ શેટ્ટીએ જણાવ્યું કે, રિયલમાં શો બંધ થવાનું કારણ શું છે.

તેમણે એ પણ કહ્યું કે, જ્યારે શો બંધ કરવાનો નિર્ણય લીધો. ત્યારે ફેમસ સિંગર લતા મંગેશકરે વચ્ચે આવ્યા હતા અને મેકર્સ સાથે વાતચીત કરી હતી. દયાનંદે જણાવ્યું કે, સીઆઈડીના એકટર્સ શોના પ્રોડ્યુસર્સને ખુબ પસંદ કરતા હતા. પરંતુ 2018માં ચેનલ પ્રોડ્યુસર્સને બદલવા માંગતી હતી. જેનો આ બધા એક્ટરે વિરોધ કર્યો હતો.

CID શો કેમ બંધ થયો?

તેમણે સમજાવ્યું, “અંદરના રાજકારણને કારણે તે બંધ કરવામાં આવ્યો હતો. સમસ્યાઓ 2016 માં શરૂ થઈ હતી. ચેનલ નિર્માતાઓ બદલવા માંગતી હતી, પરંતુ કલાકારો તેના માટે તૈયાર ન હતા. અમે સોનીને જાણતા ન હતા. અમે ‘ફાયરવર્કસ’ ના કલાકારો હતા. 21 વર્ષ થઈ ગયા હતા, પરંતુ અમે ક્યારેય કરાર પર હસ્તાક્ષર કર્યા ન હતા. બધું નિર્માતાઓના નિર્દેશો પર આધારિત હતું. ચેનલ માટે આ આશ્ચર્યજનક હતું. શરૂઆતમાં, અમે નારાજ હતા.”

લતા મંગેશકરે અમેરિકા સુધી ફોન કર્યો

દયાનંદે આગળ કહ્યું કે, જ્યારે શો બંધ થવાનો હતો. તો ફેમસ દિવગંત સિંગર લતા મંગેશકરે કાસ્ટ માટે લડાઈ લડી હતી.તેમણે કહ્યું લતા જી અમારી ખુબ મોટી ચાહક હતી. તે અમને ખુબ પસંદ કરતી હતી અને હંમેશા અમારો સાથ આપતી હતી. જ્યારે શો બંધ થયો ત્યારે તેમણે અમારા માટે અવાજ ઉઠાવ્યો હતો. તેમણે સોની અમેરિકા સુધી ફોન કર્યો હતો. તેમણે કહ્યું હું આ શો જોઉં છું. તમે આ શો કેવી રીતે બંધ કરી રહ્યા છે. તમને મુશ્કેલી શું છે.

ઈજાને કારણે સ્પોર્ટ્સમેનમાંથી અભિનેતા બન્યો, દયાને CIDએ હિરો બનાવી દીધો અહી ક્લિક કરો

Follow Us
નરસિંહ મહેતા યુનિ.ના કેમ્પસમાં સિંહ દેખાયો , જુઓ Video
નરસિંહ મહેતા યુનિ.ના કેમ્પસમાં સિંહ દેખાયો , જુઓ Video
લોકહિતના કામના ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા 51થી 66 દિવસમાં પૂર્ણ કરાશે
લોકહિતના કામના ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા 51થી 66 દિવસમાં પૂર્ણ કરાશે
સુરતમાં ગીઝરના ગેસથી ગૂંગળામણ થતા 15 વર્ષીય વિદ્યાર્થિનીનું મોત! Video
સુરતમાં ગીઝરના ગેસથી ગૂંગળામણ થતા 15 વર્ષીય વિદ્યાર્થિનીનું મોત! Video
આજનું રાશિફળ : કોઈ મિત્ર કે પરિવારજન તમારી મદદ માંગી શકે છે
આજનું રાશિફળ : કોઈ મિત્ર કે પરિવારજન તમારી મદદ માંગી શકે છે
4,800 કિલોથી વધુ શંકાસ્પદ વરિયાળી અને પ્રતિબંધિત કલર ઝડપાયો
4,800 કિલોથી વધુ શંકાસ્પદ વરિયાળી અને પ્રતિબંધિત કલર ઝડપાયો
ભુજ નજીક કુકમા પાસે ઓઇલ ગોડાઉનમાં ભયાનક આગનો બનાવ
ભુજ નજીક કુકમા પાસે ઓઇલ ગોડાઉનમાં ભયાનક આગનો બનાવ
'ફ્રિજ' વગર દ્રાક્ષ મહિનાઓ સુધી તાજી રાખવાની અનોખી દેશી રીત
'ફ્રિજ' વગર દ્રાક્ષ મહિનાઓ સુધી તાજી રાખવાની અનોખી દેશી રીત
અંબાજી મંદિરમાં માઈભક્તોની સલામતી માટે મંદિરમાં કરાયુ સઘન ચેકિંગ
અંબાજી મંદિરમાં માઈભક્તોની સલામતી માટે મંદિરમાં કરાયુ સઘન ચેકિંગ
iPhone 18 Pro Max ખરીદવા માટે યુવકે વેચી દીધું પૂર્વજોનું 'સોનું'
iPhone 18 Pro Max ખરીદવા માટે યુવકે વેચી દીધું પૂર્વજોનું 'સોનું'
રાજકોટ: મટકીફોડમાં ₹15 લાખની પેટીસનો ખર્ચ?
રાજકોટ: મટકીફોડમાં ₹15 લાખની પેટીસનો ખર્ચ?
g clip-path="url(#clip0_868_265)">