Year Ender 2022: આ બોલિવૂડ ફિલ્મોનો વર્ષ 2022માં થયો છે વિરોધ, જાણો કઈ-કઈ ફિલ્મ લિસ્ટમાં છે સામેલ

Bollywood movies controversy in 2022 : વર્ષ 2022માં દેશભરમાં આ બોલિવૂડ ફિલ્મોને લઈને ભારે હોબાળો થયો છે. વર્ષ 2022માં સોશિયલ મીડિયા પર સૌથી વધારે બોલિવૂડની ફિલ્મ (Bollywood Flims) બોયકોટ થઈ હતી.

Year Ender 2022: આ બોલિવૂડ ફિલ્મોનો વર્ષ 2022માં થયો છે વિરોધ, જાણો કઈ-કઈ ફિલ્મ લિસ્ટમાં છે સામેલ
Bollywood films
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2022 | 4:00 PM

બોયકોટ ટ્રેન્ડ આજકાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. લાલ સિંહ ચઢ્ઢા, ધ કાશ્મીર ફાઈલ્સ, બ્રહ્માસ્ત્ર જેવી મોટી ફિલ્મો સોશિયલ મીડિયા પર યુઝર્સના ગુસ્સા અને અસંતોષનો શિકાર બની છે. બોક્સ ઓફિસની નિષ્ફળતા, નેટીઝન્સ સ્ટાર્સ અને બોલિવૂડ ફિલ્મોથી ફેન્સ ખુશ નથી. આવા ઘણાં કારણોને લીધે 2022 બોલિવૂડ માટે સારું વર્ષ રહ્યું નથી. ઘણી ફિલ્મો વિવાદોમાં પણ ફસાઈ હતી. જાણો કઈ ફિલ્મોનો વિરોધ થયો છે.

લાલ સિંહ ચઢ્ઢા

આમિર ખાન અને કરીના કપૂર ખાન સ્ટારર ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનો સમાવેશ થાય છે. ફિલ્મ રીલિઝ થાય તે પહેલા જ તેનો ‘બોયકોટ’ કરવાનો ટ્રેન્ડ હતો. આમિર ખાન પર ભારતીય સેનાનું અપમાન કરવાનો અને તેમની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. વધુમાં હિંદુ સમુદાયના સનાતન રક્ષક સેનાના સભ્યોએ ઉત્તર પ્રદેશમાં ફિલ્મના વિરોધમાં દેખાવો કર્યા હતા. તેઓએ આમિરની લાલ સિંહ ચઢ્ઢા પર દેશવ્યાપી પ્રતિબંધ માટે દબાણ કર્યું. સંસ્થાના સભ્યોએ દાવો કર્યો હતો કે એક્ટરે તેમની ધાર્મિક સંવેદનાઓને ઠેસ પહોંચાડી છે.

ધ કાશ્મીર ફાઈલ્સ

ગોવામાં તાજેતરના ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયામાં કાશ્મીર ફાઈલ્સનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. પરંતુ જ્યારે જ્યુરીના વડા નાદવ લેપિડે આઈએફએફઆઈ સમાપન સમારોહ દરમિયાન પ્રેક્ષકોને સંબોધિત કર્યા, ત્યારે તેમને ફિલ્મનો ઉલ્લેખ “પ્રોપગન્ડા” તરીકે કર્યો. તે પછી ઘણા લોકોએ તેની નિંદા કરી હતી. વિવેક અગ્નિહોત્રીએ કહ્યું હતું કે નાદવને ફિલ્મ કેવી રીતે ખોટી હતી તે સાબિત કરવાનું કામ સોંપ્યું હતું.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

બ્રહ્માસ્ત્ર પાર્ટ વન : શિવા

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ટારર બ્રહ્માસ્ત્રના ટ્રેલરમાં એક્ટરના દેખાવની ટીકા કરવામાં આવી હતી કારણ કે તે પગરખાં પહેરીને મંદિરમાં પ્રવેશ કરે છે. ઘણા લોકોએ આનો વિરોધ કર્યો અને બોયકોટની માંગ કરી હતી. ડાયરેક્ટર અયાન મુખર્જીના જણાવ્યા મુજબ આ અંગે સ્પષ્ટતા કરી હતી, રણબીર કપૂર મંદિરમાં નહીં પરંતુ દુર્ગા પંડાલમાં પ્રવેશ કરે છે. ઘણા લોકો બીફ ખાવા વિશે રણબીર કપૂરની અગાઉની ટિપ્પણીથી અસંમત હતા, જેણે હિન્દુ સમુદાયને નારાજ કર્યો હતો.

કાલી

ભારતીય ફિલ્મ નિર્માતા લીના મણિમેકલાઈએ તેની ફિલ્મ કાલી માટે એક પોસ્ટર શેયર કર્યું હતું, જેના કારણે ઘણો વિવાદ થયો. આ પોસ્ટરમાં દેવી કાલી સિગારેટ પીતા ચિત્રણથી લોકોની સંવેદનાઓને ઠેસ પહોંચી છે. ધૂમ્રપાન સિવાય, પોસ્ટરમાં સ્ટારને એક હાથમાં ત્રિશૂળ અને બીજા હાથમાં LGBTQ પ્રાઈડ ફ્લેગ લઈને કાલી માતા બતાવવામાં આવ્યા છે. ઘણાએ દાવો કર્યો હતો કે હિંદુ દેવતાનું અપમાન કરવામાં આવી રહ્યું છે. આ પછી ફિલ્મ નિર્માતા અનેક એફઆઈઆરના નિશાના પર હતી, પરંતુ તેણી પોતાની વાત પર અડગ રહી.

લક્ષ્મી

અક્ષય કુમાર અને કિયારા અડવાણીની હોરર કોમેડીના નિર્માતાઓએ રાઘવ લોરેન્સનું શીર્ષક લક્ષ્મી બોમ્બથી બદલીને લક્ષ્મી કરવું પડ્યું કારણ કે એક રાજકીય પક્ષે ફિલ્મના શીર્ષક સાથે દેવી લક્ષ્મીનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો.

પઠાન

શાહરૂખ ખાનની ફિલ્મ પઠાન જે હજુ રિલીઝ થવાની બાકી છે ત્યારથી તેનું ટીઝર રિલીઝ થયું ત્યારથી તે બોયકોટ લિસ્ટમાં છે. આ ફિલ્મને લઈને ઘણાં વિવાદો થયા છે. ફિલ્મના ગીત ‘બેશરમ’ને લઈને દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. હિંદુવાદી સંગઠનના લોકો રસ્તાઓ પર નારા લગાવી રહ્યા છે, તો હવે આ ફિલ્મને લઈને સાધુ-સંતો પણ આગળ આવ્યા છે. મધ્યપ્રદેશમાં તેઓ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માગ કરી રહ્યા છે. મધ્યપ્રદેશમાં સંતોએ ફિલ્મ પઠાન પર પ્રતિબંધ મૂકવાની માગ કરી હતી.

થેંક ગોડ

અજય દેવગન અને સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ ‘થેંક ગોડ’ પણ રિલીઝ પહેલા જ વિવાદમાં આવી ગઈ હતી. મધ્યપ્રદેશના શિક્ષણ મંત્રી વિશ્વાસ સારંગે આ ફિલ્મ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરને પત્ર લખ્યો હતો. તેમને માગ કરી છે કે અજય દેવગન અને સિદ્ધાર્થ મલ્હોત્રાની અપકમિંગ ફિલ્મ ‘થેંક ગોડ’ પર પ્રતિબંધ મુકવો જોઈએ. બીજેપી નેતા વિશ્વાસ સારંગે પોતાના પત્રમાં દાવો કર્યો હતો કે કોમેડી ફિલ્મ ‘થેંક ગોડ’માં હિન્દુ દેવી-દેવતાઓને અયોગ્ય રીતે દર્શાવવામાં આવ્યા છે. લોકોએ ફિલ્મના મેકર્સ પર ભગવાન ચિત્રગુપ્તનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો.

રામ સેતુ

અક્ષય કુમારની ફિલ્મ રામ સેતુને લઈને સુબ્રમણ્યમ સ્વામીના નિશાના પર હતી. સ્વામીનો આરોપ હતો કે અક્ષયની ફિલ્મમાં રામ સેતુ વિશે ખોટા તથ્યો બતાવવામાં આવી રહ્યા છે. બે ટ્વિટમાં ફિલ્મના મેકર્સ અને અક્ષય કુમાર વિરુદ્ધ કેસ દાખલ કરવાની વાત કરી હતી. સ્વામીએ કહ્યું હતું કે અક્ષય કુમાર વિદેશી નાગરિક છે, તેથી અમે તેને ધરપકડ કરવા તેમજ દેશમાંથી હાંકી કાઢવા માટે કહી શકીએ છીએ.’ બીજેપી નેતા સ્વામીએ પહેલા ટ્વીટમાં લખ્યું, ‘હું અક્ષય કુમાર અને તેના કર્મા મીડિયા સામે કેસ દાખલ કરવાનો છું. તેણે તેની ફિલ્મ રામ સેતુને ખોટી રીતે રજૂ કરી છે. તેમની ફિલ્મે રામ સેતુની છબીને નુકસાન પહોંચાડ્યું છે. મારા વકીલ સત્ય સભરવાલે કેસના ડ્રાફ્ટને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. પોસ્ટર સામે પણ ઘણો વિરોધ થયો હતો.

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">