બોયફ્રેન્ડ સાથે રોમાન્સ કરતી જોવા મળી Arjun Kapoor ની બહેન, જાણો કોણ છે રોહન ઠક્કર
Anshula Kapoor Boyfriend Rohan Thakkar: બોની કપૂરની પુત્રી અંશુલા કપૂર અને રોહન ઠક્કરના સંબંધો ઓફિશયલ બની ગયા છે. પણ શું તમે જાણો છો કે રોહન કોણ છે, શું કરે છે? ચાલો જાણીએ.
બોલિવૂડ એક્ટર અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂર પોતાની લવ લાઈફને કારણે ચર્ચામાં આવી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર તેના બોયફ્રેન્ડ રોહન ઠક્કર સાથેનો એક ફોટો શેર કર્યો હતો, જેમાં બંને પાણીમાં રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યા હતા. આ ફોટો સામે આવ્યા બાદ રોહનની સાથે અંશુલાના સંબંધો કન્ફોર્મ થઈ ચૂક્યા છે. સોશિયલ મીડિયા પર આ ફોટોની ખુબ ચર્ચા થઈ રહી છે. લોકો આ ફોટોને ખુબ પસંદ પણ કરી રહ્યા છે. તો ચાલો જાણીએ કોણ છે રોહન ઠક્કર
2020માં પણ આ નામ ચર્ચામાં આવ્યું હતું
આ પહેલીવાર નથી જ્યારે રોહન અંશુલા સાથેના સંબંધોને લઈને ચર્ચામાં આવ્યો હોય. જો કે આ પહેલા પણ તેનું નામ લાઈમલાઈટમાં રહ્યું છે. રોહનનું નામ પહેલીવાર ત્યારે ચર્ચામાં આવ્યું જ્યારે ડિસેમ્બર 2022માં અંશુલાએ પહેલીવાર રોહન સાથે ફોટા શેર કર્યા.
View this post on Instagram
કોણ છે રોહન ઠક્કર?
જો રોહન ઠક્કરની વાત કરીએ તો રિપોર્ટ્સ અનુસાર તે માત્ર મુંબઈનો જ રહેવાસી છે. તે વ્યવસાયે સ્ક્રિપ્ટ રાઈટર છે. તેણે વર્ષ 2016માં શોર્ટ ફિલ્મ ‘ધ નોવેલિસ્ટ’ માટે સ્કીનપ્લે લખ્યું હતુ. આ સાથે તેણે સોશિયલ મીડિયા માર્કેટિંગ એક્ઝિક્યુટિવ અને કોપી રાઈટર તરીકે પણ કામ કર્યું છે.
View this post on Instagram
જો રોહનના અભ્યાસની વાત કરીએ તો રિપોર્ટ્સ અનુસાર તેણે પુણેની ફ્લેમ યુનિવર્સિટી, ન્યૂયોર્ક ફિલ્મ એકેડમી, લોસ એન્જલસ અને યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાંથી પણ અભ્યાસ કર્યો છે. તેમની પાસે બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં સ્નાતકની ડિગ્રી છે અને સ્ક્રીનરાઈટિંગમાં ફાઈન આર્ટ્સમાં માસ્ટર્સ છે.
અંશુલાએ ફિલ્મમાં ડેબ્યુ કર્યું નથી
એક તરફ અંશુલાનો આખો પરિવાર પિતા બોની કપૂર, ભાઈ અર્જુન કે બહેન જ્હાન્વી તમામ ફિલ્મોમાં સક્રિય છે. જોકે અંશુલાએ ફિલ્મોમાં ડેબ્યુ કર્યું નથી. પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
સિલેબ્રિટીએ પોસ્ટ પર પ્રેમ વરસાવ્યો
બીજી તરફ અંશુલાના આ ફોટો પર તેના ફેન્સ જ નહીં પરંતુ બોલિવૂડ સેલેબ્સ પણ ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. ફોટો પર કોમેન્ટ કરતાં રિયા કપૂરે લખ્યું, ‘ક્યુટીઝ’. આ સિવાય જાહ્નવી કપૂરે અંશુલાના ફોટો પર કમેન્ટ કરી છે. આ સિવાય એક યુઝરે કમેન્ટ સેક્શનમાં લખ્યું, ‘હેપ્પી એનિવર્સરી.’ જ્યારે બીજાએ લખ્યું, ‘લવલી ફોટો.’ અંશુલાના આ ફોટો પર થોડા જ સમયમાં હજારો લાઈક્સ અને કમેન્ટ્સ આવી ચૂકી છે.
એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીઝના લેટેસ્ટ ન્યૂઝ અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…