AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bollywood News : બોલીવૂડની આ પાર્ટીઓ પડશે ભારે ! કરીશ્મા કપૂરની પાર્ટી બાદ અર્જુન કપૂર, અંશુલા કપૂર, રિયા કપૂર કોરોના પોઝિટીવ

કરિશ્મા કપૂરની ક્રિસમસ પાર્ટીમાં મલાઈકા અરોરા સાથે ગયેલો અર્જુન કપૂર કોરોના પોઝિટિવ આવ્યો છે. અર્જુનને ગયા વર્ષે પણ કોરોના થયો હતો. અર્જુન ઉપરાંત તેની બહેન રિયા અને તેના પતિ કરણ બુલાનીનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

Bollywood News : બોલીવૂડની આ પાર્ટીઓ પડશે ભારે ! કરીશ્મા કપૂરની પાર્ટી બાદ અર્જુન કપૂર, અંશુલા કપૂર, રિયા કપૂર કોરોના પોઝિટીવ
Arjun Kapoor and other celebs test COVID positive after attending Karishma Kapoor's Christmas bash
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 29, 2021 | 4:06 PM
Share

બોલીવૂડને (Bollywood) જાણે કોવિડની (Covid 19) નજર લાગી રહી હોય એ રીતે એક બાદ એક સ્ટાર્સના કોવિડ રિપોર્ટ પોઝિટીવ આવી રહ્યા છે. હાલમાં જ કરણ જોહરની (Karan Johar) એક પાર્ટી દરમિયાન કરીના કપૂર (Kareena Kapoor), મહિપ કપૂર, અમૃતા અરોરા તમામ લોકો પોઝિટીવ આવ્યા હતા. આખી દુનિયા હાલ કોરાનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના (Omicron Variant) ભય હેઠળ છે પરંતુ બોલીવૂડ પરથી પાર્ટીઓનું ભૂત નથી ઉતરી રહ્યુ. બોલીવૂડની પાર્ટીઓ હાલમાં કોરોનાનું એપિસેન્ટર બનતી જોવા મળી રહી છે.

હવે સમાચાર મળી રહ્યા છે કે કરિશ્મા કપૂરની ક્રિસમસ પાર્ટીમાં મલાઈકા અરોરા સાથે ગયેલો અર્જુન કપૂર કોરોના પોઝિટિવ આવ્યો છે. અર્જુનને ગયા વર્ષે પણ કોરોના થયો હતો. અર્જુન ઉપરાંત તેની બહેન રિયા અને તેના પતિ કરણ બુલાનીનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અંકલ બોની કપૂરની દીકરી અંશુલાને પણ ચેપ લાગ્યો છે. BMC દ્વારા અર્જુનના ઘરને સીલ કરી દેવામાં આવ્યું છે. તાજેતરમાં જ કરીના કપૂર ખાન, અમૃતા અરોરા, સીમા ખાન, મહિપ કપૂર અને તેમની પુત્રી શનાયા કપૂરના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા હતા.

કપૂર ભાઈ-બહેનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ BMCએ અર્જુન કપૂરના ઘરની સેનિટાઈઝેશન શરૂ કરી દીધી છે. અનિલ કપૂર અને બોની કપૂરનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. રિપોર્ટ પોઝિટિવ આવ્યો તે પહેલા અર્જુન કપૂર એક હોટલમાં રોકાયો હતો જ્યાં તેના એક પ્રોજેક્ટનું નાઇટ શૂટિંગ ચાલી રહ્યું હતું. તેઓ હવે આઈસોલેશનમાં છે.

આ પણ વાંચો –

Money laundering Case: મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાનની વધી મુશ્કેલી, EDએ અનિલ દેશમુખ સામે દાખલ કરી ચાર્જશીટ

આ પણ વાંચો –

Vadodara: સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા કોર્પોરેશન સંપૂર્ણપણે તૈયાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આપી માહિતી

આ પણ વાંચો –

Gandhinagar: કેન્દ્રીય ગૃહપ્રધાને વિકાસ યોજનાનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું, સુશાસન ઇન્ડેક્ષની સ્પર્ધામાં ગુજરાત સૌ-પ્રથમ : અમિત શાહ

g clip-path="url(#clip0_868_265)">