રણબીર કપૂરની ફિલ્મ એનિમલનો વીડિયો થયો લીક, Viral Video માં જુઓ એક્ટરનો નવો લુક
બ્રહ્માસ્ત્રની સક્સેસ બાદ બોલિવૂડ સુપરસ્ટાર રણબીર કપૂર (Ranbir Kapoor) તેની અપકમિંગ ફિલ્મ માટે સતત ચર્ચામાં છે. ફિલ્મમાં તેનો રોલ કેવો હશે તેના વિશે ક્લૂ ફેન્સને મળી ગયા છે. ફિલ્મના શૂટિંગ દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

Ranbir Kapoor Animal Scene Leaked: બોલિવૂડ સુપરસ્ટાર રણબીર કપૂરની ફેન ફોલોઈંગ જોરદાર છે અને ફેન્સ હંમેશા એક્ટરની નવી ફિલ્મોની રાહ જોતા હોય છે. છેલ્લા કેટલાક સમયથી રણબીર કપૂરે કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે. હાલમાં તેની પાસે 2 મોટા પ્રોજેક્ટ છે જેના માટે તે ચર્ચામાં છે. જ્યાં એક તરફ રણબીરની ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કાર’નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે, જેને ફેન્સનો ઘણો પ્રેમ મળ્યો છે. હવે એક્ટરની અપકમિંગ ફિલ્મ ‘એનિમલ’નો એક વીડિયો પણ લીક થયો છે, જેને જોઈને ફેન્સની ઉત્સુકતા વધી ગઈ છે.
લીક થયો ફિલ્મના સેટ પરથી વીડિયો
આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે વીડિયોમાં રણબીર કપૂર ચિલ મૂડમાં જોવા મળી રહ્યો છે. આ વીડિયો શૂટિંગ દરમિયાનનો છે જેમાં તે પ્રોફેશનલ આઉટફિટમાં જોવા મળી રહ્યો છે. તેને શર્ટ-પેન્ટ પહેર્યું છે અને બ્લેઝર પણ કૈરી કર્યું છે. લાંબા વાળ અને દાઢી સાથે એક્ટરનો નવો લુક વાયરલ થયો છે જે ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ વીડિયો દિલ્હીનો છે જ્યાં ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. આ દરમિયાન લીડ એક્ટ્રેસ રશ્મિકા મંદાના પણ ત્યાં હાજર છે.
View this post on Instagram
ફિલ્મ એનિમલની વાત કરીએ તો આ રણબીરની આ અપકમિંગ ફિલ્મ છે જેની સૌથી વધુ ચર્ચા જોવા મળી રહી છે. એવું માનવામાં આવે છે કે ફિલ્મમાં જબરદસ્ત એક્શન હશે અને રણબીરનો આવો અવતાર દર્શકોએ પહેલા ક્યારેય નહીં જોયો હોય. પહેલીવાર આ ફિલ્મમાં રણબીર કપૂર સાઉથ એક્ટ્રેસ રશ્મિકા મંદાના સાથે સ્ક્રીન શેયર કરતો જોવા મળશે. આ ફિલ્મ 11 ઓગસ્ટ, 2023ના રોજ રિલીઝ થશે. હાલમાં તેનું શૂટિંગ ચાલી રહ્યું છે.
આ પણ વાંચો : સેલ્ફી લેતા ફેન પર રણબીર ગુસ્સો, હાથમાંથી ફોન ખેંચીને ફેંકી દીધો, જુઓ Viral Video
2022માં બ્રહ્માસ્ત્ર ફિલ્મે મચાવી ધૂમ
તમને જણાવી દઈએ કે હાલમાં જ ફિલ્મ એનિમલની આખી ટીમે બોલિવૂડ કિંગ શાહરૂખ ખાનના પઠાણની જોવાની મજા માણી હતી. રશ્મિકાએ ઈન્સ્ટાગ્રામ પર આ વાતની જાણકારી શેયર કરી છે અને સાથે જ સિદ્ધાર્થ આનંદ અને યશ રાજ બેનરનો આભાર પણ માન્યો. તમને જણાવી દઈએ કે વર્ષ 2022 રણબીર કપૂર માટે ઘણું સારું રહ્યું. તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ બ્રહ્માસ્ત્ર રિલીઝ થઈ હતી અને આ ફિલ્મે કમાણીના મામલે ઘણી ફિલ્મોને પાછળ છોડી દીધી હતી. બ્રહ્માસ્ત્ર વર્ષ 2022ની સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ સાબિત થઈ હતી.