સેલ્ફી લેતા ફેન પર રણબીર ગુસ્સો, હાથમાંથી ફોન ખેંચીને ફેંકી દીધો, જુઓ Viral Video
હાલમાં જ રણબીર કપૂરનો (Ranbir Kapoor) એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક્ટર ફેન સાથે સેલ્ફી લીધા પછી, તે તેનો ફોન માંગે છે અને તેને ફેંકી દે છે. આ વીડિયો લોકોને હેરાન કરી દે છે.
બોલિવૂડ એક્ટર રણબીર કપૂર ફિલ્મોમાં પોતાના અલગ અંદાજના કારણે હંમેશા લોકોનો ફેવરિટ રહ્યો છે. પરંતુ, હાલમાં જ તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે લોકોને વિચારતા કરી દીધા છે. તમે આ વીડિયોમાં રણબીરનો આ અવતાર ભાગ્યે જ જોયો હશે. તે રિયલ લાઈફમાં ખૂબ જ શાંત છે. પરંતુ આ વીડિયોમાં તે સાવ અલગ જ જોવા મળી રહ્યો હતો. પોતાના આ વર્તનને કારણે રણબીર હવે ટ્રોલિંગનો સામનો કરી રહ્યો છે. ચાલો તમને એ પણ જણાવી દઈએ કે એ પછી શું થયું કે એક્ટર પર સવાલો ઉઠી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રણબીરનો એક ફેન તેની સાથે પ્રેમથી સેલ્ફી લઈ રહ્યો છે. સેલ્ફી લીધા પછી એક્ટર તેની પાસે મોબાઇલ ફોન માંગે છે અને તેને પાછળની તરફ ફેંકી દે છે. આ ઘટનાએ સૌને હેરાન દીધા છે. પરંતુ કેટલાક લોકો તેને ફિલ્મનું પ્રમોશન ગણાવી રહ્યા છે તો કેટલાક તેને પ્રેન્ક ગણાવી રહ્યા છે. પરંતુ, તેમના ફેવરિટ એક્ટરનો આ અવતાર જોઈને ફેન્સ ખૂબ નારાજ થઈ ગયા છે અને તેમને ટ્રોલ કરી રહ્યા છે. હવે આ વીડિયો પાછળનું સાચું કારણ શું છે તે તો ત્યાં હાજર લોકો જ કહી શકશે.
અહીં જુઓ વાયરલ વીડિયો
Shocking 😱 Ranbir Kapoor THROWS Fan’s Phone for annoying him for a Selfie.#RanbirKapoor pic.twitter.com/dPEymejxRv
— $@M (@SAMTHEBESTEST_) January 27, 2023
યુઝર્સે રણબીરને કરી રહ્યા છે ટ્રોલ
સોશિયલ મીડિયા પર જ્યારથી આ વીડિયો વાયરલ થયો છે, ત્યારથી લોકો રણબીરને સાચું ખોટું બોલી રહ્યા છે. કેટલાક યુઝર્સ રણબીરને તેના ઘમંડ બતાવવા માટે ટ્રોલ કરી રહ્યા છે. ફેન્સને એક્ટરનું આ વર્તન ગમ્યું નથી. કેટલાક લોકો તેની આ હરકતને શરમજનક ગણાવી રહ્યા છે. કોમેન્ટ બોક્સમાં ફેન્સ તેના માટે લડતા જોવા મળે છે.
આ પણ વાંચો : Viral Video : મલાઈકાએ એક્સ હસબન્ડ અને પુત્ર અરહાનને કર્યું હગ, વાયરલ વીડિયોમાં જોવા મળ્યું સુંદર બોન્ડિંગ
ક્યારે જાણી શકાશે વીડિયોનું સત્ય?
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રણબીર કપૂર હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. તે પોતાની અપકમિંગ ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કર’માં પહેલીવાર શ્રદ્ધા કપૂર સાથે સ્ક્રીન શેયર કરશે. બંનેની કેમેસ્ટ્રી ફેન્સને પસંદ આવે છે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે. બીજી તરફ આ વાયરલ વીડિયો સાચો છે કે પછી રણબીરે તેના ફેન્સ સાથે મજાક ઉડાવી છે, યુઝર્સ પણ તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.