AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ ફિલ્મ સ્ટાર્સના બાળકોના નામ તમને કરી દેશે હેરાન, જાણો તેમના નામનો અર્થ

Unique Names Of Star Kids: બોલિવૂડમાં એવા ઘણા સ્ટાર્સ છે જેમના બાળકોના નામ તમે પહેલા સાંભળ્યા જ હશે, તો જાણો આ બોલિવુડ સેલેબ્સના બાળકોના (Bollywood Star Kids) વિચિત્ર નામ અને તેમના નામનો અર્થ.

આ ફિલ્મ સ્ટાર્સના બાળકોના નામ તમને કરી દેશે હેરાન, જાણો તેમના નામનો અર્થ
Bollywood Star Kids
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2022 | 3:38 PM
Share

નામમાં શું રાખ્યું છે પરંતુ આજના સમયમાં દરેક માતા-પિતા તેમના બાળકોના નામ રાખવા માટે લાંબું રિચર્ચ કરે છે. ઘણા લોકો માને છે કે સારા અર્થ સાથેનું નામ બાળકનું વ્યક્તિત્વ વધારવામાં મદદ કરે છે. આ જ કારણ છે કે બોલિવૂડ સ્ટાર્સ તેમના બાળકોના નામ ખૂબ જ અલગ અને ખાસ રાખે છે. આજે અમે એવા સ્ટાર્સ અને તેમના બાળકના નામ વિશે જાણો જે ખૂબ જ અલગ છે. જાણો આ લિસ્ટમાં કોણ કોણ સામેલ છે. બોલિવૂડના સેલિબ્રિટી (Bollywood Celebs) હંમેશા પોતાના ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા રહે છે. પરંતુ જ્યારે ફેન્સને તેમના બાળકોની એક ઝલક બતાવવાની વાત આવે છે ત્યારે કેટલાક સ્ટાર્સ પોતાના બાળકોને (Star Kids) કેમેરા અને સોશિયલ મીડિયાથી દૂર રાખે છે પરંતુ તેમના ફેન્સ સાથે શેર કરે છે.

1. વામિકા કોહલી

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને એક્ટ્રેસ અનુષ્કા શર્માએ તેમની પુત્રીનું નામ વામિકા રાખ્યું છે. જ્યારે બંનેએ પોતાના બાળકનું નામ જાહેર કર્યું તો સોશિયલ મીડિયા પર લોકોએ તેનો અર્થ શોધવાનું શરૂ કર્યું. ખરેખર, આ નામ ખૂબ જ અલગ અને સુંદર છે. મા દુર્ગાના એક સ્વરૂપને વામિકા પણ કહેવામાં આવે છે.

2. આરાધ્યા બચ્ચન

એક્ટ્રેસ ઐશ્વર્યા રાય અને એક્ટર અભિષેક બચ્ચને તેમની બાળકીનું નામ આરાધ્યા રાખ્યું છે. મળતી જાણકારી મુજબ આરાધ્યા સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ થાય છે પૂજનીય. તમને જણાવી દઈએ કે આરાધ્યા બચ્ચન ઘણીવાર તેના માતા-પિતા સાથે જોવા મળે છે.

3. મીરા કપૂર – ઝૈન કપૂર

શાહિદ કપૂર અને મીરા રાજપૂતને બે બાળકો છે. એક પુત્ર અને એક પુત્રી, તેઓએ તેમની પુત્રીનું નામ મીશા કપૂર રાખ્યું છે અને તેનો અર્થ છે ખુશી અને સ્મિત. તેમના પુત્રનું નામ ઝૈન કપૂર છે, તે એક અરબી શબ્દ છે જેનો અર્થ સુંદર છે.

4. નિતારા કુમાર

અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના બે બાળકો, એક પુત્ર અને એક પુત્રીના માતા-પિતા છે. અક્ષય-ટ્વિંકલે તેમની પુત્રીનું નામ નિતારા રાખ્યું છે, જેનો મતલબ છે મૂળ સાથે ઊંડે સુધી જોડાણ. તેમના પુત્રનું નામ આરવ છે જેનો અર્થ થાય છે જ્ઞાનનો રાજા.

5. ન્યાસા અને યુગ

અજય દેવગણ અને કાજોલે પણ તેમના બાળકનું નામ ખૂબ જ અલગ રાખ્યું છે, તેઓએ તેમની પુત્રીનું નામ ન્યાસા અને પુત્રનું નામ યુગ રાખ્યું છે. યુગ નામનો અર્થ કાળ અથવા સમય થાય છે જ્યારે ન્યાસનો અર્થ થાય છે નવી શરૂઆત.

6. માલતી મેરી ચોપરા જોનાસ

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ હાલમાં જ સરોગસી દ્વારા માતા-પિતા બન્યા છે. એક્ટ્રેસે તેની પુત્રીનું નામ માલતી મેરી રાખ્યું છે. માલતી એટલે સફેદ ફૂલોવાળી એક લતા.

g clip-path="url(#clip0_868_265)">