TV9 Exclusive: સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં મોટો ખુલાસો, જાણો પોસ્ટમોર્ટમ રૂમમાં હાજર વ્યક્તિએ શું દાવો કર્યો
સુશાંતના મૃત્યુ બાદ તેને પોસ્ટમોર્ટમ માટે કૂપર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હવે બે વર્ષ બાદ તે સમયે સુશાંત સિંહના પોસ્ટમોર્ટમ રૂમમાં હાજર શબગૃહના સેવક રૂપકુમાર શાહે મોટો ખુલાસો કર્યો છે.
ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે 14 જૂન, 2020 ના રોજ ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. પરંતુ અભિનેતાના મૃત્યુ પછી ઘણીવાર એવું કહેવામાં આવતું હતું કે તે આત્મહત્યા નહીં પરંતુ હત્યા હતી. આજે પણ સુશાંત આત્મહત્યા કેસમાં આવી ઘણી બાબતો સામે આવી રહી છે, જે ચોંકાવનારી છે. સુશાંતના મૃત્યુ બાદ તેને પોસ્ટમોર્ટમ માટે કૂપર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હવે બે વર્ષ બાદ તે સમયે સુશાંત સિંહના પોસ્ટમોર્ટમ રૂમમાં હાજર શબગૃહના સેવક રૂપકુમાર શાહે મોટો ખુલાસો કર્યો છે. રૂપકુમાર શાહે દાવો કર્યો છે કે, સુશાંતનું મૃત્યુ આત્મહત્યા નહીં પરંતુ હત્યા હતી. TV9 મરાઠી સાથે વાત કરતાં રૂપકુમાર શાહે કહ્યું, જ્યારે સુશાંતનું અવસાન થયું ત્યારે 5 મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યા હતા. અમને કહેવામાં આવ્યું હતું કે તેમાં કોઈ વીઆઈપી બોડી છે, પરંતુ તે પહેલા ખબર ન હતી.
અહીં જુઓ રૂપકુમાર શાહનો વિડીયો
નિશાન વિશે જણાવતાં ડોક્ટરે શું કહ્યું?
TV9 મરાઠીએ રૂપકુમારને પૂછ્યું કે જ્યારે તેમણે શરીર પરના નિશાન જોયા તો શું તેણે આ વાતો ડોક્ટરને શેર કરી? તો તેમણે કહ્યું, જ્યારે મેં સુશાંતનો મૃતદેહ જોયો ત્યારે સીનિયર્સને કહ્યું કે મને લાગે છે કે આ આત્મહત્યા નથી પરંતુ હત્યા છે. એટલા માટે આપણે એ જ રીતે કામ કરવું જોઈએ. પણ મને કહેવામાં આવ્યું કે તું તારું કામ કર અને હું મારું. મારું કામ શરીરને કાપવાનું અને સીવવાનું હતું, જે મેં કર્યું. રૂપકુમારે દાવો કર્યો કે, તે સમગ્ર પોસ્ટમોર્ટમની વીડિયોગ્રાફી થવો જોઈતી હતી. પરંતુ સાહબે કહ્યું કે તે ફોટોગ્રાફ્સ પર કામ કરવા અને બને તેટલી વહેલી તકે મૃતદેહને સોંપવા માંગે છે. આ રીતે અમે રાત્રે પોસ્ટમોર્ટમ કર્યું.
શરીર પર ઈજાના નિશાન હતા: રૂપકુમાર શાહ
રૂપ કુમારે કહ્યું, જ્યારે શરીર પરથી કપડા ઉતારવામાં આવ્યા તો શરીર પર મારના નિશાન હતા. ગરદન પર બે-ત્રણ જગ્યાએ ઈજાના નિશાન હતા. માર મારવાથી હાથ-પગ ભાંગી ગયા હોય તેવું લાગી રહ્યું હતું. શરીર પર ઉંડી ઈજાના નિશાન હતા. વિડિયો શૂટ થવાનું હતું, પણ થયું નહીં. સિનિયરોને પણ માત્ર ફોટા પર જ કામ કરવાનું કહેવામાં આવ્યું. તેથી અમે તેના પર કામ કર્યું.
નિશાન આત્મહત્યાના નહીં પણ હત્યાના હતા: રૂપકુમાર શાહ
રૂપકુમારે દાવો કર્યો છે કે સુશાંતના ગળા પરના નિશાન આત્મહત્યા જેવા ન હતા, પરંતુ હત્યા જેવા દેખાતા હતા. આત્મહત્યા કરનાર વ્યક્તિના શરીર પર આવા કોઈ ઈજાના નિશાન નથી હોતા. તમને જણાવી દઈએ કે રૂપકુમાર શાહ શબગૃહના સેવક તરીકે કામ કરે છે. તેમની જેજે, રજવાડી, ભગવતી, કૂપર અને ભગવતી હોસ્પિટલમાં શબઘર હેઠળ 5 વિભાગો છે. રૂપકુમાર કહે છે કે જે દિવસે સુશાંતનો મૃતદેહ આવ્યો તે દિવસે તે કૂપર હોસ્પિટલમાં હતો.