AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જે ઘરમાં સુશાંતનું મોત થયું 2.5 વર્ષ પછી પણ કોઈ લેવા તૈયાર નથી, લોકોમાં છે ડર

Sushant Singh Rajput Mumbai Flat: મુંબઈમાં જે ઘરમાં સુશાંત સિંહ રાજપૂત મૃત હાલતમાં મળી આવ્યો હતો, તેના મૃત્યુના 2.5 વર્ષ પછી પણ કોઈ તેને લેવા તૈયાર નથી.

જે ઘરમાં સુશાંતનું મોત થયું 2.5 વર્ષ પછી પણ કોઈ લેવા તૈયાર નથી, લોકોમાં છે ડર
જે ઘરમાં સુશાંતનું મોત થયું 2.5 વર્ષ પછી પણ કોઈ લેવા તૈયાર નથી
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 12, 2022 | 1:20 PM
Share

સુશાંત સિંહ રાજપુત બોલિવુડનો એક એવો અભિનેતા છે જેમણે નાના પડદા પર પોતાના એક્ટિંગ કરિયરની શરુઆત કરી પોતાની સારી ઓળખ બનાવી હતી. તેમણે બોલિવુડની અનેક શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે અને પોતાની સારી એવી ફેન ફોલોઈંગ પણ મેળવી છે પરંતુ તેના ચાહકોને ત્યારે ઝટકો લાગ્યો જ્યારે સુશાંતનું અચાનક નિધન થયાના સમાચાર સામે આવ્યા હતા.

14 જુન 2020ના રોજ સુશાંત મુંબઈના બાંદ્રા સ્થિત પોતાની લીઝ પર લીધેલા ફ્લેટમાં મૃતહાલતમાં મળી આવ્યો હતો. તેના નિધનને અંદાજે 2.5 વર્ષ થઈ ચૂક્યા છે. અહેવાલો છે કે, સુશાંતના નિધનના આટલા લાંબા સમય બાદ પણ આ ફ્લેટને નવો માલિક મળી રહ્યો નથી. હાલમાં રફીક મર્ચેન્ટ નામના એક રિયલ સ્ટેટ બ્રોકરે આ એપાર્ટમેન્ટનો વીડિયો શેર કરતા જણાવ્યું હતુ કે, આ ફ્લેટ 5 લાખ રુપિયાના ભાડા પર ખાલી છે.

લોકો ડરી રહ્યા છે – મર્ચેટ

બોલિવુડ હંગામા સાથે વાત કરતા રફીક મર્ચેટે જણાવ્યું કે, આ ફ્લેટમાં આવવાથી લોકો ડરી રહ્યા છે. પહેલા જ્યારે લોકોને જાણ થઈ કે, આ ફ્લેટમાં સુશાંતનું મોત થયુ છે તો લોકો જોવા પણ આવતા ન હતા. મોતનો આટલો સમય પસાર થયા બાદ પણ લોકો આ ફ્લેટને જોવા આવે છે પરંતુ કોઈ ડિલ ફાઈનલ કરી જતું નથી.

હવે બોલિવુડ સ્ટારને આપશે નહિ ફ્લેટ

રફીક મર્ચન્ટે જણાવ્યું કે, આ ફ્લેટના માલિક જે એક એનઆરઆઈ છે. તે હવે કોઈ પણ બોલિવુડ સ્ટારેને ફ્લેટ આપવા માંગતા નથી.પોતાના આ મકાન માટે તેઓ ભાડુઆતની શોધખોળ કરી રહ્યા છે. જે કોર્પોરેટમાં હોય.

થોડા વર્ષે પહેલા સુશાંત સિંહ રાજપૂતના મોતનો મામલો ચર્ચામાં હતો. બોલીવુડને નેપોટિઝમ જેવા અનેક આરોપોનો સામનો કરવો પડ્યો હતો. તમને જણાવી દઈએ કે મુંબઈ પોલીસે અભિનેતાના મૃત્યુને આત્મહત્યા ગણાવી હતી, જોકે સીબીઆઈ હજુ પણ આ મામલાની તપાસ કરી રહી છે.

g clip-path="url(#clip0_868_265)">