શું ‘રામાયણ’ માં ‘Ranbir Kapoor’ ડબલ રોલમાં જોવા મળશે ? આ એક સીને વધારી દીધા ચાહકોના ધબકારા
રણબીર કપૂર સ્ટારર ફિલ્મ 'રામાયણ'નું ટ્રેલર રિલીઝ થતાં જ વાયરલ થઈ ગયું છે. ટ્રેલરમાં ભગવાન રામના રૂપમાં રણબીરના ખૂબ વખાણ થઈ રહ્યા છે પણ આ સાથે ફેન્સની નજર એક ખાસ સીન પર પડી છે. હવે આ એક સીનને જોઈને સવાલ ઊભો થયો છે કે, શું રણબીર કપૂર આ ફિલ્મમાં ડબલ રોલમાં જોવા મળશે?

રણબીર કપૂર, સાઈ પલ્લવી અને યશ સ્ટારર ‘રામાયણ પાર્ટ 1’ નું આતુરતાથી રાહ જોવાઈ રહેલું ટ્રેલર 30 જુલાઈએ રિલીઝ થયા પછીથી જ ઈન્ટરનેટ પર છવાઈ ગયું છે. નિતેશ તિવારીના ડાયરેક્શનમાં બનેલી આ 2 પાર્ટ વાળી ફિલ્મ ફ્રેન્ચાઈઝી અનુક્રમે દિવાળી 2026 અને દિવાળી 2027 માં રિલીઝ થશે.
ટ્રેલરમાં શૂર્પણખા, કૈકેયી, મંથરા, વિદ્યુતજિહ્વા, મારીચ અને કૈકસી જેવા નવા પાત્રોની ઝલક પણ બતાવવામાં આવી છે. આ ટ્રેલરે ફેન્સને ઉત્સાહિત અને આતુર કરી દીધા છે.
ભગવાન રામના પાત્રમાં રણબીર કપૂરના ખૂબ જ વખાણ થઈ રહ્યા છે. જો કે, એક બીજી વાત પણ દર્શકોનું ધ્યાન ખેંચી રહી છે. ઘણા લોકો વિચારી રહ્યા છે કે, શું રણબીર કપૂર ફિલ્મમાં ડબલ રોલ ભજવી રહ્યા છે?
શું ‘રામાયણ’માં રણબીર કપૂર ડબલ રોલમાં છે?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મમાં રણબીર કપૂરના ડબલ રોલ છે. તેઓ ભગવાન પરશુરામનો રોલ પણ નિભાવશે. ટ્રેલરમાં ભગવાન પરશુરામ ભગવાન રામની સામે ઘૂંટણિયે બેસે છે અને તેમને ભગવાન વિષ્ણુનું દિવ્ય ધનુષ્ય ‘શારંગ’ ભેટ કરે છે. એક યુઝરે જોયું કે, આ સીનમાં પરશુરામનો રોલ ખુદ રણબીર જ ભજવી રહ્યો છે.
#RanbirKapoor will play Parshu Ram and Shri Ram avatar simultaneously! THEATRES WILL turn into temples! This scene will EAT!!! pic.twitter.com/XXrhd3Q5Lh
— Annihilator (@Gargi16191) July 29, 2026
રણબીર કપૂરના ડબલ રોલ પર ઈન્ટરનેટે કેવી પ્રતિક્રિયા આપી?
સોશિયલ મીડિયા યુઝર્સે ‘રામાયણ પાર્ટ 1’ ના ટ્રેલરના એ સીન પર પ્રતિક્રિયા આપી છે, જેમાં ‘ભગવાન પરશુરામ’ ભગવાન રામને પોતાનું દિવ્ય ધનુષ્ય ‘શારંગ’ આપે છે. ઘણા લોકોએ કહ્યું છે કે, “આ સીન છવાઈ જશે.” એક X યુઝરે લખ્યું, “#RanbirKapoor એક જ સમયે પરશુરામ અને શ્રી રામનો અવતાર ભજવશે! થિયેટર મંદિર બની જશે! આ સીન જબરદસ્ત હશે!”
The scene where Parshuram gives Lord Rama the Sharanga The VFX is Just Incredible!!❤️#Ramayana #RamayanaTrailer #RanbirKapoor pic.twitter.com/jA1dDrUpfZ
— Shree Rama Ki Jai (@shree_ramakijai) July 30, 2026
બીજા એક યુઝરે એ સીનમાં બતાવવામાં આવેલા VFX ના વખાણ કરતા કહ્યું કે, “જે સીનમાં પરશુરામ ભગવાન રામને શારંગ ધનુષ્ય આપે છે, તેમાં VFX ખરેખર કમાલના છે!!”
હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર, ભગવાન પરશુરામ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર, એક અમર યોદ્ધા ઋષિ અને શસ્ત્રોના માહેર હતા. તેમણે સીતાના સ્વયંવરથી પાછા ફરતી વખતે ભગવાન રામનો સામનો કર્યા પછી તેમને પોતાનું દિવ્ય ધનુષ્ય ‘શારંગ’ આપ્યું હતું.
6 કલાકમાં 50 લાખ (5 મિલિયન) થી વધુ વખત જોવામાં આવ્યું
‘રામાયણ પાર્ટ 1’ નું ટ્રેલર ગુરુવાર, 30 જુલાઈએ બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ કરવામાં આવ્યું હતું, જે હિંદુ પરંપરામાં પરોઢ પહેલાનો એક શુભ સમય માનવામાં આવે છે. 4 મિનિટ 9 સેકન્ડના આ ટ્રેલરે રિલીઝ થયાના થોડા જ કલાકોમાં એક મોટી સિદ્ધિ મેળવી લીધી અને માત્ર 6 કલાકમાં 50 લાખ (5 મિલિયન) થી વધુ વ્યુઝ મેળવી લીધા.
