AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મસ્ક ભાઈ, વર્ષ 2028ની રાહ શું જોવી ? આ કારનામું તો રોહિત શેટ્ટી વર્ષ 2008માં જ કરી ચૂક્યા છે, હવે કઇંક નવું લાવો

દુનિયાના સૌથી અમીર બિઝનેસમેન એલન મસ્ક જ્યારે પણ કંઈક નવું લઈને આવે છે, ત્યારે આખી દુનિયા ચોંકી જાય છે. જો કે, આ વખતે દાવ ઊંધો પડ્યો છે. વાત એમ છે કે, મસ્ક જે કારનામું વર્ષ 2028માં કરવાનું વિચારે છે, તે જ કારનામું બોલિવૂડ ડિરેક્ટર Rohit Shetty વર્ષ 2008માં કરી ચૂક્યા છે.

મસ્ક ભાઈ, વર્ષ 2028ની રાહ શું જોવી ? આ કારનામું તો રોહિત શેટ્ટી વર્ષ 2008માં જ કરી ચૂક્યા છે, હવે કઇંક નવું લાવો
| Updated on: Oct 16, 2026 | 6:44 PM
Share

દુનિયાના સૌથી અમીર બિઝનેસમેન એલન મસ્ક જ્યારે પણ કોઈ નવી ટેક્નોલોજી લાવે છે, ત્યારે આખી દુનિયા દંગ રહી જાય છે. જો કે, આ વખતે મસ્કે પોતાની જે ‘ઉડતી કાર’ થી દુનિયાને ચોંકાવવાનો પ્રયાસ કર્યો, તેને જોઈને સોશિયલ મીડિયા યૂઝર્સ પોતાની હસી રોકી શકતા નથી. જણાવી દઈએ કે, આનું કારણ બોલિવૂડ ડિરેક્ટર રોહિત શેટ્ટી છે.

મસ્કની ઉડતી કારનો વીડિયો જોયા પછી, લોકોને રોહિત શેટ્ટીની ફિલ્મોના તે દ્રશ્યો યાદ આવી ગયા, જેમાં કાર હવામાં એક્રોબેટિક્સ કરે છે. આ પછી ઇન્ટરનેટ પર એકથી એક ચડિયાતા મીમ્સ આવી ગયા. ત્યારબાદ લોકો મસ્કને કહેવા લાગ્યા કે, ‘અમારા લેજન્ડની કોપી કરવાનું બંધ કરો ભાઈ!’

મસ્કે એવું શું બતાવ્યું?

ટેસ્લાના માલિક એલન મસ્કે પોતાની આવનારી સુપરકાર ‘ટેસ્લા રોડસ્ટર’ (Tesla Roadster)નો એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો. મસ્કનો દાવો છે કે, સ્પેસએક્સ (SpaceX)ની મદદથી બનેલી આ સ્પોર્ટ્સ કાર ખાસ થ્રસ્ટર્સ દ્વારા જમીનથી થોડે ઉપર હવામાં ઉડી શકે છે.

ટેક્સાસના રૉકેટ ટેસ્ટિંગ સેન્ટરથી રજૂ કરવામાં આવેલા આ મોડેલને લઈને મસ્કનું કહેવું છે કે, તેનું પ્રોડક્શન વર્ષ 2028થી શરૂ થશે. આ કાર માત્ર 1.9 સેકન્ડમાં 0 થી 100 ની સ્પીડ પકડી શકે છે.

‘જે મસ્ક હવે વિચારી રહ્યા છે, તે રોહિત શેટ્ટી 15 વર્ષ પહેલાં કરી ચૂક્યા છે’

આ વીડિયો જેવો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર આવ્યો, ભારતીય ફેન્સે મસ્કની મજાક ઉડાવવાનું શરૂ કરી દીધું. દુનિયા જાણે છે કે, રોહિત શેટ્ટી પોતાની ફિલ્મો (‘સિંઘમ’, ‘સૂર્યવંશી’ કે પછી ‘ગોલમાલ’ સિરીઝ) માં ગાડીઓ હવામાં ઉડાડવા અને પલટી ખવડાવવા માટે જાણીતા છે. ભારતીય દર્શકોએ તરત જ રોહિત શેટ્ટીની ફિલ્મોની ક્લિપ્સ કાપીને મસ્કના વીડિયો સાથે જોડી દીધી.

એક યૂઝરે ‘ઓલ ધ બેસ્ટ’ માં ઉડતી સ્કોર્પિયોનો વીડિયો શેર કરતા લખ્યું કે, “ડિયર એલન મસ્ક… અમારા લેજન્ડ રોહિત શેટ્ટીની નકલ કરવાની બંધ કરો!”

બીજા યૂઝરે મજા લેતા લખ્યું કે, “મસ્ક જે ટેક્નોલોજી વર્ષ 2028માં લાવવાનું સપનું જોઈ રહ્યા છે, તેને રોહિત શેટ્ટી વર્ષ 2008માં જ અજય દેવગણના હાથે જમીન પર ઉતારી ચૂક્યા છે.”

અન્ય એક યૂઝરે લખ્યું કે, “મસ્ક ભાઈએ તાજેતરમાં ગોલમાલ અને સિંઘમ બેક-ટુ-બેક જોઈ લીધી લાગી છે. ત્યાંથી જ આખું ઇન્સ્પિરેશન આવી રહ્યું છે!” હાલ આવા ઘણા મીમ્સ અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ધડાધડ શેર થઈ રહ્યા છે.

મસ્કની આ કારના અસલ લોન્ચિંગમાં ભલે હજુ બે વર્ષનો સમય બાકી હોય પરંતુ બોલિવૂડ ફેન્સ માટે આ વીડિયો એક જબરદસ્ત મનોરંજન અને મીમ ફેસ્ટ બની ગયો છે.

Hema Malini Birthday: આ અભિનેતાની સાથે હેમા માલિનીએ 5 કે10 નહીં પરંતુ 35 ફિલ્મોમાં સાથે કામ કર્યું , જુઓ ફોટો

Follow Us
અન્નપૂર્ણા ખોડલધામ રચવાનો ઈરાદો સામાજીક હશે તો સમાજ સ્વીકારશે:બાંભણિયા
અન્નપૂર્ણા ખોડલધામ રચવાનો ઈરાદો સામાજીક હશે તો સમાજ સ્વીકારશે:બાંભણિયા
Breaking: ચૈતર વસાવાના નાના ભાઈએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો કર્યો પ્રયાસ
Breaking: ચૈતર વસાવાના નાના ભાઈએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો કર્યો પ્રયાસ
વોકેશનલ ટ્રેનરોના પગારમાં મોટો કાપ, ઉકેલ નહીં આવે તો થશે 'આંદોલન'
વોકેશનલ ટ્રેનરોના પગારમાં મોટો કાપ, ઉકેલ નહીં આવે તો થશે 'આંદોલન'
ઉધના સ્ટેશન પર 15,000 મુસાફરોની ક્ષમતા સાથે વિશાળ યાત્રી સુવિધા કેન્દ્
ઉધના સ્ટેશન પર 15,000 મુસાફરોની ક્ષમતા સાથે વિશાળ યાત્રી સુવિધા કેન્દ્
ડીસામાં શંકાસ્પદ ઘીના 80 બોક્સ જપ્ત
ડીસામાં શંકાસ્પદ ઘીના 80 બોક્સ જપ્ત
જૂનાગઢમાં ખોટી ઓળખ સાથે રહેતી બાંગ્લાદેશી યુવતી ઝડપાઈ, IBની તપાસ તેજ
જૂનાગઢમાં ખોટી ઓળખ સાથે રહેતી બાંગ્લાદેશી યુવતી ઝડપાઈ, IBની તપાસ તેજ
3.66 લાખ રૂપિયાનો ગેરકાયદે ફટાકડાનો જથ્થો ઝડપાયો
3.66 લાખ રૂપિયાનો ગેરકાયદે ફટાકડાનો જથ્થો ઝડપાયો
ગરબામાં iPhone ચોરતી ગેંગ સક્રિય હોવાની આશંકા, પોલીસ તપાસમાં લાગી
ગરબામાં iPhone ચોરતી ગેંગ સક્રિય હોવાની આશંકા, પોલીસ તપાસમાં લાગી
સુરતના ગરબા આયોજનોમાં AI કેમેરાનો પહેરો ! Video
સુરતના ગરબા આયોજનોમાં AI કેમેરાનો પહેરો ! Video
અજાણ્યા નંબર પરથી આવેલી ZIP ફાઈલ ક્યારેય ઓપન ન કરવી
અજાણ્યા નંબર પરથી આવેલી ZIP ફાઈલ ક્યારેય ઓપન ન કરવી
g clip-path="url(#clip0_868_265)">