AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઉર્વશી રૌતેલા બાદ હવે એલ્વિશ યાદવ આ એક્ટ્રેસ સાથે રોમેન્ટિક મૂડમાં જોવા મળ્યો, જુઓ Viral Video

બિગ બોસ ઓટીટી-2ના વિનર એલ્વિશ યાદવનો (Elvish Yadav) દબદબો છે. એલ્વિશ યાદવ અને ઉર્વશી રૌતેલાના તાજેતરમાં રિલીઝ થયેલા મ્યુઝિક આલ્બમ 'હમ તો દીવાને'ને ફેન્સ તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે. ઉર્વશી બાદ એલ્વિશ યાદવે ઈશા ગુપ્તા સાથેનો રોમેન્ટિક વીડિયો શેર કર્યો હતો અને હવે શહેનાઝ ગિલ સાથે એલ્વિશ યાદવનો એક ક્યૂટ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો છે.

ઉર્વશી રૌતેલા બાદ હવે એલ્વિશ યાદવ આ એક્ટ્રેસ સાથે રોમેન્ટિક મૂડમાં જોવા મળ્યો, જુઓ Viral Video
Elvish YadavImage Credit source: Social Media
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2023 | 9:37 PM
Share

બિગ બોસ ઓટીટી-2 વિનર એલ્વિશ યાદવ (Elvish Yadav) હાલમાં દરેક જગ્યાએ છે. સોશિયલ મીડિયા સ્ટાર બિગ બોસનું ટાઈટલ જીત્યા બાદ આ હવે બોલિવુડ એક્ટ્રેસ સાથે જોવા મળે છે. હાલમાં જ એલ્વિશ યાદવનો મ્યુઝિક વીડિયો ‘હમ તો દીવાને’ રિલીઝ થયો છે. જેમાં એલ્વિશ અને ઉર્વશી રૌતેલાની રોમેન્ટિક કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. બંનેના આ સુંદર વીડિયોને ફેન્સ તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે એલ્વિશ યાદવ અને ઉર્વશી રૌતેલાનું રોમેન્ટિક મ્યુઝિક આલ્બમ હાલમાં નંબર વન પર ટ્રેન્ડ કરી રહ્યું છે. આ વીડિયોને માત્ર 3 દિવસમાં 19 મિલિયન લોકોએ જોયો છે. આ દરમિયાન ‘હમ તો દીવાને’ના બંને સ્ટાર્સ પણ જોરશોરથી ગીતનું પ્રમોશન કરતા જોવા મળે છે.

પહેલા ઉર્વશી રૌતેલા, પછી ઈશા ગુપ્તા અને હવે શહેનાઝ ગિલ, એલ્વિશ યાદવ સતત બોલિવુડ એક્ટ્રેસ સાથે રોમેન્ટિક વીડિયો શેર કરતો જોવા મળે છે. તાજેતરમાં જ બિગ બોસ ઓટીટી-2 વિનર એલ્વિશે ‘આશ્રમ-3’ એક્ટ્રેસ સાથે રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યો હતો. સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ થી બોલિવુડમાં ડેબ્યૂ કરનાર શહેનાઝ ગિલ સાથે એલ્વિશ યાદવનો એક ક્યૂટ વીડિયો સામે આવ્યો છે.

(VC: Elvish Yadav Instagram)

એલ્વિશ યાદવે તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર તેના ગીત ‘હમ તો દીવાને’ પર શહેનાઝ ગિલ સાથેનો એક રોમેન્ટિક વીડિયો શેર કર્યો છે. ફેન્સને બંનેની કેમેસ્ટ્રી પણ પસંદ આવી રહી છે. આ સિવાય વીડિયો શેર કરતી વખતે, એલ્વિશે લખ્યું છે કે શું તમે હવે મજા કરી રહ્યા છો?

શહેનાઝ અને એલ્વિશની ક્યૂટ કેમેસ્ટ્રી

એકબીજાની આંખોમાં ખોવાયેલા, પછી શહેનાઝ એલ્વિશને જોઈને હસી પડી. બંનેના વીડિયોને 3.5 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે એલ્વિશ યાદવ થોડા દિવસ પહેલા શહેનાઝ ગિલ સાથે પાર્ટી કરતો જોવા મળ્યો હતો. માત્ર પાર્ટી જ નહીં પરંતુ એકટ્રેસના ટોક શો ‘દેશી વાઈબ્સ વિથ શહેનાઝ ગિલ’માં એલ્વિશ યાદવ પણ હાજર રહ્યો હતો. પરંતુ આ એપિસોડ હજુ આવ્યો નથી.

એલ્વિશ યાદવ પાસે હાલમાં ઘણા પ્રોજેક્ટ લાઈનમાં છે. હાલમાં જ એલ્વિશે તેના ફેવરિટ એક્ટર ગોવિંદા સાથે એક તસવીર શેર કરી હતી. તે પૂજા ભટ્ટ સાથે પણ પાર્ટી કરતી જોવા મળ્યો છે. આ પાર્ટીમાં એલ્વિશ યાદવ સિવાય બેબીકા, અવિનાશ સચદેવ અને ફલક નાઝ પણ હાજર હતા.

આ પણ વાંચો: Monalisa Photo: કેટલાક કહી રહ્યા છે મંજુલિકા તો કોઈએ કહ્યું ચંદ્રમુખી, મોનાલિસાની તસવીરો થઈ વાયરલ

‘થેન્કયૂ ફોર કમિંગ’માં જોવા મળશે શહેનાઝ ગિલ

શહેનાઝ ગિલ ટૂંક સમયમાં ભૂમિ પેડનેકર સ્ટારર ‘થેન્કયૂ ફોર કમિંગ’ સાથે કમબેક કરવા માટે તૈયાર છે. આ ફિલ્મમાં શહેનાઝ ગિલ ખૂબ જ સિઝલિંગ અવતારમાં જોવા મળી રહી છે. પ્રમોશન દરમિયાન કુશા કપિલા, ભૂમિ પેડનેકર, ડોલી સિંહ અને શિબાની બેદી સાથે શહેનાઝ ગિલની અલગ સ્ટાઈલ પણ જોવા મળી હતી. જેના કારણે એક્ટ્રેસ તાજેતરમાં ટ્રોલ પણ થઈ હતી.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">