Nikaah: 41 વર્ષ પહેલા તલાક પર બનેલી ફિલ્મ પર 34 કેસ નોંધાયા, તેમ છતાં ટિકિટ માટે થઈ હતી પડાપડી
Nikaah: મહાભારતની સાથે સાથે દિગ્દર્શક બીઆર ચોપડાએ ફિલ્મો દ્વારા આવા ઘણા મુદ્દાઓ લોકો વચ્ચે મૂક્યા છે, જેની લોકો પર ઘણી અસર પડી છે. બીઆર ચોપરાની ફિલ્મ 'નિકાહ'ને લઈને ઘણો વિવાદ થયો હતો.

Nikaah: હિન્દી સિનેમામાં કેટલીક એવી ફિલ્મો છે. જેનો વિરોધની સાથે સાથે કાયદાના દાવ પેચમાં પણ ફસાઈ હતી. કેટલીક વખત ફિલ્મો દ્વારા લોકો સુધી સંદેશ પહોંચાડવો મેકર્સ માટે આફત બની જાય છે. પરંતુ આ સિલસિલો કોઈ નવો નથી વર્ષો પહેલા પણ અનેક ફિલ્મોનો વિરોધ ખુબ થયો છે. આવી જ ફિલ્મ હતી બીઆર ચોપડાની ‘નિકાહ‘
આ ફિલ્મની રિલીઝ પહેલા જ ખુબ ચર્ચા થઈ હતી
‘નિકાહ’ એક એવી ફિલ્મ છે જેમાં મુસ્લિમ ધર્મને ખુબ ઝીણવટપૂર્વક દેખાડવામાં આવ્યો છે. સાથે આ ફિલ્મ દ્વારા લોકો સુધી એક ખાસ સંદેશ પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ‘નિકાહ’નું નામ પહેલા તલાક, તલાક, તલાક રાખવામાં આવ્યું હતુ. આ ફિલ્મની રિલીઝ પહેલા જ ખુબ ચર્ચા થઈ હતી. ફિલ્મ ટ્રિપલ તલાક જેવા ગંભીર મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા. ફિલમમાં અભિનેત્રી સલમા નિલોફરનું પાત્ર નિભાવતી જોવા મળી હતી.નિલોફરની જીંદગી દર્શાવતી આ સ્ટોરી છે. જે દર્શાવે છે કે. ત્રણ તલાકને લઈ શું શું સમસ્યાનો સામનો કરવો પડે છે.
નિલોફરનો પ્રથમ પતિ તેને થપ્પડ મારે ત્રણ વખત તલાક કહી તેને જીંદગીમાંથી કાઢી નાંખે છે, જે પછી તેને જીવનના માર્ગમાં નવો સાથી મળે છે. પરંતુ ત્યાં પણ ગેરસમજને કારણે, નિલોફરને ફરીથી તે જ સ્થાને ઉભા રહેવું પડે છે.
ફિલ્મનું નામ સાંભળીને જ તેના હાર્ટએટેક આવી જશે
તમને જણાવી દઈએ કે, આ ફિલ્મના નામની પાછળ ડાયરેક્ટર બીઆર ચોપરાના એક મુસ્લિમ ફ્રેન્ડ મોટું કારણ છે. એક ઘટના એવી છે કે, ચોપરા સાહેબના મિત્રએ તેમને કહ્યું કે, તે તેની પત્નીને આ ફિલ્મ જોવા માટે લઈ જઈ શકશે નહિ. તેમણે કહ્યું કેમ, તો તેના મિત્રએ કહ્યું ફિલ્મનું નામ સાંભળીને જ તેના હાર્ટએટેક આવી જશે કારણ કે, આ ફિલ્મ ખુબ સેન્સેટિવ મુદ્દા પર બની છે. તો આ ફિલ્મ વિરુદ્ધ 34થી વધુ કેસ નોંધાયા હતા પરંતુ ડાયરેક્ટરે મામલો શાંત પાડવા માટે મેકર્સની ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખી હતી.
વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો