Jana Neta Censor Certificate : રિલીઝના 3 દિવસ વધ્યા, હજુ નથી મળ્યું સર્ટિફિકેટ હાઈકોર્ટ પહોંચ્યા થલાપતિ વિજય
Jana Neta Censor Certificate : થલાપતિ વિજયની છેલ્લી ફિલ્મ જનનેતા લોકો વચ્ચે ચર્ચામાં રહી છે. આ ફિલ્મ 9 જાન્યુઆરીના રોજ રિલીઝ થવાની છે. પરંતુ સિનેમાઘરોમાં રિલીઝ થતાં પહેલા ફિલ્મ કાનુની મામલે ફસાતી જોવા મળી રહીછે. ફિલ્મના સર્ટિફિકેટમાં વિલંબને લઈને અભિનેતાએ હાઈકોર્ટમાં અરજી કરી છે.

સાઉથ સુપરસ્ટાર થલાપતિ વિજય પોતાની અપકમિંગ ફિલ્મને લઈ ચર્ચામાં છે. અભિનેતાની ફિલ્મ જન નેતા 9 જાન્યુઆરી 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે પરંતુ રિલીઝ પહેલા ફિલ્મ હાઈકોર્ટમાં પહોંચી છે. ફિલ્મની રિલીઝને હજુ થોડા જ સમય બાકી રહ્યા છે. અત્યારસુધી ફિલ્મને સેન્સર સર્ટિફિકેટ મળ્યું નથી. જેના કારણે રિલીઝમાં મોડું થઈ શકે છે. અભિનેતા ખુદ હવે પોતાની ફિલ્મ માટે મદ્રાસ હાઈકોર્ટ પહોંચ્યા છે.
એચ વિનોદના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ જન નેતા મોડી રિલીઝ થઈ શકે છે.કારણ કે, ફિલ્મને હજુ સેન્સર સર્ટિફિકેટ મળ્યું નથી. 400 કરોડ રુપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મના સર્ટિફિકેટ માટે અભિનેતા ખુદ હવે પોતાની ફિલ્મ માટે મદ્રાસ હાઈકોર્ટ પહોંચ્યા છે.
View this post on Instagram
વિજયને સીબીઆઈએ નોટિસ જાહેર કરી
કરુર ભાગદોડ મામલે થલાપતિ વિજયને સીબીઆઈએ નોટિસ જાહેર કરી છે. અભિનેતાને 12 જાન્યુઆરીના રોજ પુછપરછ માટે બોલાવ્યો છે. 12 જાન્યુઆરીના રોજ થલાપતિ વિજયને દિલ્હી સ્થિત સીબીઆઈ હેડક્વાર્ટર હાજર થવાનું છે. તમને જણાવી દઈએ કે, 27 સપ્ટેમબર 2025ના રોજ તમિલનાડુના કરુરમાં વિજય થલાપતિની પાર્ટી ટીવીકેની એક જનસભા થઈ હતી. જેમાં ભાગદોડ મચી હતી. મીડિયા રિપોર્ટ મુજબ અંદાજે 41 લોકોના મોત અને 110થી વધુ લોકો ઘાયલ થયા હતા.
View this post on Instagram
થલાપતિ વિજયની છેલ્લી ફિલ્મ
આ ફિલ્મનું જ્યારથી શૂટિંગ ચાલું છે ત્યારથી ચર્ચામાં રહી છે. થલાપતિ વિજય આ ફિલ્મ દ્વારા દુનિયાને અલવિદા કહેશે. પરંતુ થલાપતિ વિજયની આ પહેલી ફિલ્મ નથી જે રિલીઝ પહેલા ફસાય છે. ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મમાં બોબી દેઓલ, પુજા હેગડે, મામિતા બૈઝુ અને અન્ય સ્ટાર સામેલ છે. આ ફિલ્મ તેલુગુ, હિન્દી, કન્નડ અને મલયાલમ ભાષામાં રિલીઝ થવા જઈ રહી છે.
