AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thalaivii: કંગના રનૌતે 6 મહિનામાં વજન ઘટાડવા- વધારવાનો કર્યો ખુલાસો – ‘કાયમી સ્ટ્રેચ માર્ક્સ આવ્યા છે’

Kangana Ranaut Weight Loss: કંગના રનૌતે પોતાની વજન ઘટાડવાની જર્ની વિશે પોતાની વાત કરી છે. તેમણે વજન તો ઘટાડ્યું છે પરંતુ હવે તે એક નવી સમસ્યામાં ફસાઈ ગઈ છે.

Thalaivii: કંગના રનૌતે 6 મહિનામાં વજન ઘટાડવા- વધારવાનો કર્યો ખુલાસો - 'કાયમી સ્ટ્રેચ માર્ક્સ આવ્યા છે'
Kangana Ranaut
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2021 | 7:00 PM
Share

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) તેના ચાહકોના દિલ પર રાજ કરે છે. કંગનાની ફિલ્મોની ચાહકો આતુરતાથી રાહ જોતા હોય છે. બાય ધ વે, કંગના આજકાલ પોતાની આવનારી ફિલ્મ થલાઇવી માટે હેડલાઇન્સમાં છે. આ ફિલ્મ તાજેતરમાં થિયેટરોમાં રિલીઝ થઈ છે. હવે કંગનાએ તાજેતરમાં ફિલ્મ ‘થલાઇવી’ (Thalaivii) વિશે વાત કરી છે.

તાજેતરમાં, થલાઇવી અભિનેત્રીએ ચાહકો સાથે શેર કર્યું કે કેવી રીતે તેમણે બાયોપિકમાં તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જે. જયલલિતા (J Jayalalithaa) ની ભૂમિકા ભજવા માટે ખૂબ જ ઓછા સમયમાં વજન વધાર્યું અને ગુમાવ્યું હતું.

કંગનાએ કર્યો 20 કિલો વજનનો ખુલાસો

તમને જણાવી દઈએ કે ‘થલાઇવી’ માં દિવંગત જયલલિતાની જીવનની દરેક ક્ષણ બતાવવામાં આવી છે, જેમાં તેમનું યુવા સાઉથ સુપરસ્ટારથી લઈને એક રાજકારણી સુધીની તેમની સફરનો સમાવેશ થાય છે. પડદા પર અભિનેત્રી કંગના રનૌત આ ભૂમિકા ભજવી છે.

કંગનાએ આ ફિલ્મ માટે ઘણી મહેનત કરી છે. આ ભૂમિકા માટે, કંગના રનૌતને બોડી ટ્રાન્સફોર્મેશન (Kangana Ranaut Body Transformation) થી પસાર થવું પડ્યું હતું. તાજેતરમાં, કંગનાએ સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો છે કે કેવી રીતે તેમણે છ મહિનામાં 20 કિલોગ્રામ વજન વધાર્યું અને પછી છ મહિનામાં તેમણે ઘટાડ્યું હતું.

કંગનાએ શેર કરી પોસ્ટ

તાજેતરમાં, અભિનેત્રીની ટ્રાન્સફોર્મેશનની ફોટોઝ (Kangana Ranaut Weight gain and loss) ના ફોટા શેર કર્યા છે. તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ ફેરફારને કારણે તેમના શરીર પર ‘કાયમી સ્ટ્રેચ માર્ક્સ’ આવ્યા છે.

કંગનાએ લખ્યું છે કે 6 મહિનામાં 20 કિલો વજન વધારવું અને 6 મહિનાની અંદર બધું ઓછું કરવું, તે પણ ત્રીસના દાયકામાં, આનાથી મારા શરીરમાં ઘણી વસ્તુઓ બદલાઈ ગઈ છે, મારા કાયમી સ્ટ્રેચ માર્ક્સ પણ આવી ગયા છે, પરંતુ કલાને જીવંત બનાવવા માટે એક કિંમત તો ચૂકવવી પડે છે અને ક્યારેક તે કિમત પોતે કલાકાર પણ હોય છે.

તમને જણાવી દઈએ કે કંગના રનૌતની થલાઈવી માટે ઘણી પ્રશંસા કરવામાં આવી છે. દરેક વ્યક્તિએ કંગનાના અભિનયની ખૂબ પ્રશંસા કરી છે, ઉલ્લેખનીય છે કે એએલ વિજય દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘થલાઇવી’માં કંગના રનૌતે પડદા પર જે જયલલિતાનું પાત્ર ભજવ્યું છે. જયલલિતાએ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણું નામ કમાયા બાદ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને અહીં પણ તેમણે સફળતાનો નવો ઇતિહાસ રચ્યો હતો. ફિલ્મમાં કંગના સિવાય સાઉથ સુપરસ્ટાર અરવિંદ સ્વામી, મધુ અને ભાગ્યશ્રી જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.

આ પણ વાંચો :- Tiger Is Back : ‘ટાઇગર 3’ નું શૂટિંગ પૂર્ણ કરીને ભારત પરત ફર્યા સલમાન ખાન, હવે Bigg Boss 15 માં મચાવશે ધમાલ

આ પણ વાંચો :- Bigg Boss 15 Breaking : તેજસ્વી પ્રકાશ, કરણ કુન્દ્રાની સાથે આ બે સ્પર્ધકોની એન્ટ્રી થઈ કન્ફર્મ, જુઓ Video

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">