Animal Teaser: રણબીર કપૂરના એનિમલનું અમેઝિંગ ટીઝર રિલીઝ, બોબી દેઓલે સેકન્ડ માટે લાઈમલાઈટમાં રહ્યો
બોલિવૂડ એક્ટર રણબીર કપૂર (Ranbir kapoor)ના જન્મદિવસના અવસર પર એનિમલના મેકર્સે ચાહકો માટે ફિલ્મનું ટીઝર શેર કર્યું છે. એનિમલ ( Animal )ના પોસ્ટર જોયા બાદ અંદાજ આવી ગયો હતો કે ફિલ્મ જોરદાર હશે. પરંતુ આ ટીઝરે ચાહકોની અપેક્ષાઓ બમણી કરી દીધી છે.
બોલિવૂડ એક્ટર રણબીર કપૂર તેની આગામી ફિલ્મ એનિમલને લઈને ઘણા સમયથી ચર્ચામાં હતો. આજે રણબીરનો જન્મદિવસ છે અને આ ખાસ અવસર પર એનિમલના નિર્માતાઓએ ફિલ્મનું ટીઝર (Animal Teaser) શેર કર્યું છે. ટીઝર પહેલા મેકર્સે સ્ટાર કાસ્ટના ફર્સ્ટ લૂક પોસ્ટર રિલીઝ કર્યા હતા. જેને જોયા બાદ ચાહકોનો ઉત્સાહ બમણો થઈ ગયો હતો. પરંતુ હવે ટીઝર રિલીઝ થયા બાદ ચાહકો માટે ફિલ્મની રિલીઝની રાહ જોવી મુશ્કેલ બની રહી છે.
આ પણ વાંચો : Lata Mangeshkar Happy Birthday : લતા મંગેશકરની અધૂરી પ્રેમ કહાની કંઈક આવી છે, આ જ કારણે તે આખી જિંદગી રહ્યા અપરિણીત
એમાં કોઈ શંકા નથી કે ફિલ્મનું ટીઝર ખૂબ જ દમદાર છે. અનિલ કપૂર અને રણબીર કપૂર પિતા-પુત્રના પાત્રમાં જોવા મળે છે. જ્યાં અનિલ તેના પુત્રથી એકદમ નિરાશ દેખાય છે. ટીઝરની શરૂઆતમાં રણબીર રશ્મિકાના પિતા બનવાની ઈચ્છા વ્યક્ત કરે છે. જેના પર રશ્મિકા કહે છે કે તેના પિતાની જેમ જ. પરંતુ રણબીરને આ બિલકુલ પસંદ નથી.
RANBIR KAPOOR: ‘ANIMAL’ TEASER IS HERE… This looks FANTASTIC… #RanbirKapoor and director #SandeepReddyVanga, this combo is sure to create HUNGAMA when #Animal releases.#BhushanKumar #MuradKhetani #AnimalTeaser#AnimalOn1stDec#AnimalTheFilm pic.twitter.com/8MpYgc2adX
— taran adarsh (@taran_adarsh) September 28, 2023
આ પછી, સ્ટોરીને ટીઝરમાં ફ્લેશબેકમાં પણ બતાવવામાં આવી છે. જ્યાં અનિલ તેના પુત્રને એક પછી એક જોરદાર થપ્પડ મારતો જોવા મળે છે. આ સ્ટોરી પિતા-પુત્રના સંબંધો અને બદલો પર આધારિત હોય તેવું લાગે છે. જો કે,સ્ટોરીમાં ટ્વિસ્ટ આવે તેવી દરેકને અપેક્ષા છે. કારણ કે આ માત્ર ટીઝર છે.
બોબી દેઓલે ધૂમ મચાવી
મુંબઈમાં જન્મેલો રણબીર કપૂર 28 સપ્ટેમ્બરે પોતાનો 41મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તેનો જન્મ 1982માં ઋષિ કપૂર અને નીતુ કપૂરને ત્યાં થયો હતો. આ ફિલ્મમાં રણબીર કપૂર, અનિલ કપૂર અને રશ્મિકા ઉપરાંત બોબી દેઓલ પણ મજબૂત ભૂમિકામાં જોવા મળશે અને તેનો અંદાજ ટીઝર જોયા બાદ લગાવી શકાય છે. એનિમલના ટીઝરના અંતમાં બોબી દેઓલની ઝલક છે. બોબી દેઓલ 8 સેકન્ડની અંદર પોતાની છાપ છોડતો જોવા મળે છે.