હૈદરાબાદમાં લૉન્ચ થશે વિજય દેવેરાકોંડાના લાઈગરનું ટ્રેલર, અભિનેતા બાઇક રેલીમાં જોડાશે
'Liger'નું ટ્રેલર 5 ભાષાઓમાં રિલીઝ થશે. ટ્રેલર લોન્ચ દરમિયાન વિજય દેવરાકોંડા અને અનન્યા પાંડે સહિત સમગ્ર લાઈગર ટીમ હાજર રહેશે.
Liger : સાઉથ સુપરસ્ટાર વિજય દેવરકોંડાની ફિલ્મ લાઈગર (Liger )ના ચાહોક ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મના ટ્રેલર સાથે જોડાયેલી નવી અપટેડ સામે આવી છે, લાઈગર ફિલ્મનું ટ્રેલર ગુરુવારના રોજ એટલે કે 21 જુલાઈના રોજ હૈદરાબાદના સુદર્શન થિએટરમાં રિલીઝ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, વિજય દેવરકોંડા (Vijay Deverakonda), અન્ન્યા પાંડે સ્ટાર ફિલ્મના ટ્રેલર લોન્ચિંગ માટે એક મોટી ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, તેમજ ટ્રેલરના લોન્ચિગ દરમિયાન બાઈક રેલી પણ કાઢવામાં આવશે, તમને જણાવી દઈએ કે, સાઉથ સ્ટાર વિજય દેવરકોંડા પણ પોતાની આગામી ફિલ્મ લાઈગરને લઈ ખુબ ઉત્સુક છે. ફિલ્મના ટ્રેલર દરમિયાન લાઈગરની આખી ટીમ હાજર રહેશે.
ટ્રેલર લોન્ચિંગ પર યોજાશે બાઈક રેલી
Just 2 more days to Go!#LigerTrailer pic.twitter.com/HJAzUnQSOg
— Vijay Deverakonda (@TheDeverakonda) July 19, 2022
સાઉથના સુપર સ્ટાર વિજય દેવરકોંડા હાલમાં બોલીવુડ સફરની શરુઆતને લઈ ચર્ચામાં છે, દેવરકોંડા કેની મોસ્ટ અવેટેડ ફિલ્મ લાઈગરથી બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહ્યો છે, તમને જણાવી દઈએ કે, ફિલ્મનું ટ્રેલર હૈદરાબાદમાં 21 જુલાઈના રોજ રિલીઝ થશે. ગ્રાન્ડ ઈવેન્ટમાં ટ્રેલર લોન્ચ થતાં પહેલા હૈદરાબાદમાં અભિનેતા વિજય દેવરકોંડા એક બાઈક રેલી પણ કાઢશે. આ બાઈક રેલી ઈન્દિરા પાર્કથી સુદર્શન થિએટર સુધી યોજાશે. હૈદરાબાદમાં સુદર્શન થિયેટરમાં જ ફિલ્મ લાઈગરનું ટ્રેલર રિલીઝ થશે. જાણકારી અનુસાર હૈદરાબાદમાં સવારે 8 30 કલાક સુધી સુદર્શન થિએટરમાં ટ્રેલર રિલીઝ કરાશે. જ્યારે મુંબઈના અંધેરી સિનેપોલિસમાં રાત્રે 7 30 ટ્રેલર લોન્ચ થશે.
ફિલ્મમાં આવો હશે દેવરકોંડાનો લુક
A Film that took my everything. As a performance, Mentally, physically my most challenging role.
I give you everything! Coming Soon#LIGER pic.twitter.com/ljyhK7b1e1
— Vijay Deverakonda (@TheDeverakonda) July 2, 2022
સાઉથ સુપરસ્ટાર વિજય દેવરકોંડા પણ પોતાની આવનારી ફિલ્મ લાઈગરને લઈ ઉત્સુક છે,ફિલ્મ લાઈગર 25 ઓગસ્ટના રોજ સિનેમાધરોમાં રિલીઝ થશેઆ ફિલ્મમાં સાઉથ સ્ટાર વિજય દેવરકોંડાનો એક અલગ રુપ જોવા મળશે. સાઉથ સ્ટારે કેટલાક દિવસ પહેલા જ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે પોતાનો લુક ચાહકો સાથે શેર કર્યો હતો. તેમણે લખ્યું કે. તેની આવનારી ફિલ્મ લાઈગર 25 ઓગસ્ટના રોજ સિનેમાધરોમાં રિલીઝ થશે હવે ફિલ્મની રિલીઝ ડેટ જાણયા બાદ ચાહકોનો ઉત્સાહ વધ્યો છે