અમીષા પટેલની મુશ્કેલીઓ વધી, અભિનેત્રીના નામે ઈશ્યુ થયું વોરંટ, જાણો શું છે આરોપ
ફિલ્મ એક્ટ્રેસ અમીષા પટેલ (Amisha Patel) સામે મુરાદાબાદની કોર્ટમાં કલમ 120-બી, 406,504 અને 506 આઈપીસી હેઠળ કેસની સુનાવણી કોર્ટમાં ચાલી રહી છે.
ફિલ્મ એક્ટ્રેસ અમીષા પટેલ (Amisha Patel) સામે મુરાદાબાદની (Moradabad) એસીજેએમ-5ની કોર્ટમાંથી વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. કોર્ટની સુનાવણીમાં હાજર ન રહેવા બદલ બોલિવૂડ વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. હવે અમીષા પટેલે એસીજેએમ-5ની કોર્ટમાં 20 ઓગસ્ટ, 2022ના રોજ યોજાનારી આગામી સુનાવણી માટે હાજર રહેવું પડશે. ફિલ્મ એક્ટ્રેસ અમીષા પટેલ અને તેની સહયોગી પર 11 લાખ એડવાન્સ લેવા છતાં એક ઈવેન્ટમાં હાજરી ન આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
મુરાદાબાદમાં કરવામાં આવ્યો કેસ
ફિલ્મ એક્ટ્રેસ અમીષા પટેલ અને તેની સહયોગી પર 11 લાખ એડવાન્સ લેવા છતાં એક ઈવેન્ટમાં હાજરી ન આપવાનો આરોપ છે. તેમને એક લગ્નના ઈવેન્ટમાં હાજરી આપીને તેને ડાન્સ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. પૈસા લેવા છતાં અમીષા આ ઈવેન્ટમાં આવી ન હતી. જેથી આ ઈવેન્ટનું આયોજન કરનાર ડ્રીમ વિઝન ઈવેન્ટ કંપનીના માલિક પવન કુમાર વર્માએ અમીષા પટેલ સામે કેસ કર્યો હતો. ઉત્તર પ્રદેશના મુરાદાબાદની કોર્ટમાં આ કેસની સુનાવણી ચાલી રહી છે.
અહીં જુઓ અમીષા પટેલનો ફોટો
View this post on Instagram
ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં આઈપીસીની કલમ 120-બી, 406,504 અને 506 હેઠળ અમીષા પટેલ વિરુદ્ધ નોંધાયેલા કેસની સુનાવણી ચાલી રહી છે. જો અમીષા પટેલ વિરૂદ્ધ વોરંટ ઈશ્યુ કરવા છતાં કોઈ નક્કર કારણ આપ્યા વગર કોર્ટમાં હાજર ન થાય તો કોર્ટ તેની સામે બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યુ કરી શકે છે.
એડવાન્સ પૈસા લેવા છતાં ન થઈ સામેલ
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો અમીષા પટેલ વિરુદ્ધ કેસ દાખલ કરનાર ઈવેન્ટ કંપનીના માલિક પવન કુમાર વર્માનું કહેવું છે કે તેણે અમિષાને એડવાન્સ પૈસા જ નહીં આપ્યા, પરંતુ મુંબઈથી દિલ્હી અને દિલ્હીથી મુંબઈ આવવા જવા અને દિલ્લીની મોંઘી હોટલોમાં રહેવાનો પણ ખર્ચો આપ્યો હતો. પરંતુ અમિષા પટેલે દિલ્હી આવી હોવા છતાં મુરાદાબાદ દિલ્હીથી દૂર હોવાનું કારણ આપીને ઈવેન્ટથી દૂર રહી હતી.
આ પહેલા પણ બની છે અનેક કોન્ટ્રોવર્સીનો હિસ્સો
આ પહેલીવાર નથી જ્યારે અમીષા પટેલ કોન્ટ્રોવર્સીમાં ફસાઈ હોય. આ પહેલા પણ ચેક બાઉન્સ થવાના કારણે તેની સામે ભોપાલ કોર્ટમાં વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું.