પોપ સ્ટાર જસ્ટિન બીબર બીમારીમાંથી સ્વસ્થ થયો, ભારતમાં કરશે પરફોર્મન્સ
પોપ સિંગર જસ્ટિન બીબરના ચહેરાનો એક ભાગ પણ લકવો થઈ ગયો હતો. જેના કારણે જસ્ટિન બીબરે પોતાની વર્લ્ડ ટૂર કેન્સલ કરવી પડી હતી.
Justin Bieber : જસ્ટિન બીબરના ચાહકો માટે ખુશીના સમાચાર છે. જસ્ટિન બીબરે જાહેરાત કરી છે કે, તે વર્લ્ડ ટુર કરશે. તમને જણાવી દઈએ કે, પોપ સ્ટાર જસ્ટિન બીબર થોડા સમય પહેલા ramsay hunt syndrome નામની બિમારીથી પીડાતો હતો. તેના ચહેરાનો એક ભાગ લકવાગ્રસ્ત થયો હતો. જેને લઈ જસ્ટિન બીબરે પોતાની વર્લ્ડ ટુર રદ્દ કરવી પડી હતી પરંતુ હવે વર્લ્ડ પોપ સ્ટારે ફરીથી પોતાની વર્લ્ડ ટુર (World Tour)ની જાહેરાત કરી છે. તેના વર્લ્ડ ટુરમાં ભારત પણ સામેલ છે. હવે આ એલાન બાદ જસ્ટિન બીબર ભારતમાં પણ પરફોમન્સ કરશે.
જસ્ટિન બીબરનો વર્લ્ડ ટુર થોડા સમયમાં જ શરુ થશે
પોપ સિંગર જસ્ટિન બીબરનો વર્લ્ડ ટુર ફરી એક વખત શરુ થવા જઈ રહ્યો છે. જસ્ટિન બીબરે આ વિશા માહિતી આપી છે. જો તમે બીબરના ચાહક છો તો આ સમાચાર તમારા માટે ખુબ સારા છે. તમને જણાવી દઈએ કે, જસ્ટિન બીબરનો પ્રવાસ 18 ઓક્ટોમ્બરના રોજ નવી દિલ્હીમાં યોજાશે. આ શો જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં યોજાશે. આ પહેલા જસ્ટિન બીબર 31 જુલાઈના રોજ ઈટલીના લુક્કા સમર ફેસ્ટિવલમાં પોતાના વર્લ્ડ ટુરની શરુઆત કરશે. વર્લ્ડ ટુર દરમિયાન પોપ સિંગર ભારત અને એશિયા ,દક્ષિણ અમેરિકા, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં પ્રદર્શનની સાથે પોતાનો આંતરરાષ્ટ્રીય પ્રવાસ ચાલુ રાખશે.
View this post on Instagram
બીબરે લકવાગ્રસ્ત થવા વિશે માહિતી આપી હતી
ઈન્સ્ટ્રાગ્રામ પર જસ્ટિન બીબરે એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેણે જણાવ્યું કે, ramsay hunt syndrome નામની બિમારીથી પીડિત છે, તેમણે જણાવ્યું હતુ કે, તેના કારણે તેનો ચહેરો લકવાગ્રસ્ત થયો છે. જસ્ટિન બીબર વીડિયોમાં કહે છે કે, મને એક વાયરસના કારણે આ બિમારી થઈ છે, જેનાથી મારા ચેહરાની નસ પણ અટેક કર્યો છે,જેના કારણે મારો એક ચેહરો લકવાગ્રસ્ત થઈ ગયો છે. મારી એક આંખ અને નાકને પણ અસર થઈ છે.
વર્લ્ડ ટુરની જાહેરાત બાજ જસ્ટિન બીબરના ફેન્ડ અને સિંગર અશરે જણાવ્યું હતુ કે, હવે જસ્ટિન બીબર હવે સારું અનુભવી રહ્યો છે,