પાપારાઝી પર તાપસી પન્નુએ ગુસ્સો કરી આ વાત કહી, યૂઝરે કહ્યું- ક્યારેક સારી વાત પણ કરી લો, જુઓ Viral Video
તાપસી પન્નુનો (Taapsee Pannu) હાલમાં જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ દરમિયાન તાપસી પન્નૂનો પાપારાઝી સાથે ગુસ્સાવાળો અંદાજ જોવા મળ્યો હતો. તાપસીની આ સ્ટાઈલ જોઈને સોશિયલ મીડિયા પર લોકો ગુસ્સે થઈ ગયા.

બોલિવૂડ એક્ટ્રેસ તાપસી પન્નુના પાપારાઝી સાથે અણગમતા સંબંધો છે. તાપસી ઘણીવાર પાપારાઝી સાથેની નારાજગી વ્યક્ત કરતી જોવા મળે છે. હવે ફરી એકવાર જ્યારે પાપારાઝીએ તાપસી પન્નુને પોતાના કેમેરામાં કેદ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે અભિનેત્રીએ કંઈક એવું કહ્યું જેના કારણે તે ટ્રોલ થઈ રહી છે. એક્ટ્રેસે તાપસી પન્નુ તેની ફિલ્મો કરતાં વધુ વિવાદોમાં રહે છે. હાલમાં જ તેનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે પાપારાઝી સાથે ઝઘડો કરતી જોવા મળી હતી. હાલમાં ફરી એકવાર એક્ટ્રેસનો એક નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં તાપસી પાપારાઝી સાથે ગુસ્સામાં વાત કરતી જોવા મળી હતી.
View this post on Instagram
તાપસી પન્નુનો વીડિયો થયો વાયરલ
આ વીડિયોમાં એક્ટ્રેસ ફોટોગ્રાફર્સને કહે છે કે સંભાળીને રહો, તમને વાગશે, પછી તમે કહેશો કે મારા કારણે તમને વાગ્યું છે. તાપસીની આ સ્ટાઈલ જોઈને સોશિયલ મીડિયા પર લોકો ગુસ્સે થઈ ગયા. એક યુઝરે લખ્યું ‘જુનિયર જયા બચ્ચન’. બીજા અન્ય એક યુઝરે લખ્યું – ઘરેથી કોઈએ માર્યું લાગે છે, ક્યારેય સારી વાત નથી કરતી. બીજા એક યુઝરે લખ્યું- છોટી જયા બચ્ચન. આના પર એક કેમેરા પર્સન પણ જવાબ આપે છે – ના મેડમ, અમે એવા નથી. આ દરમિયાન તાપસી કેઝ્યુઅલ લુકમાં જોવા મળી હતી. તેના હાથમાં એક બેગ જોવા મળી હતી.
‘ડંકી’માં જોવા મળશે તાપસી પન્નુ
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તાપસી પન્નુ છેલ્લે ફિલ્મ બ્લરમાં જોવા મળી હતી. આ ફિલ્મ તેમના પ્રોડક્શન હેઠળ બનેલી પહેલી ફિલ્મ છે. પરંતુ ફિલ્મને બહુ રિસ્પોન્સ મળ્યો ન હતો. તાપસીની ફિલ્મ શાબાશ મિથુ પણ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરવામાં નિષ્ફળ રહી. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી તાપસી ફિલ્મી પડદા પર અપેક્ષા મુજબની સફળતા મેળવી શકી નથી. એક્ટ્રેસની અપકમિંગ ફિલ્મની વાત કરીએ તો તે ટૂંક સમયમાં શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘ડંકી’માં જોવા મળશે. તેણે ફિલ્મફેરમાં વેબ ઓરિજિનલ ફિલ્મ (ફીમેલ) માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીત્યો હતો. તાપસી પન્નુને આ એવોર્ડ આ ફિલ્મ લૂપ લપેટા માટે મળ્યો હતો.