AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તાપસીની ફિલ્મ ‘ફિર આઈ હસીન દિલરૂબા’નું ફર્સ્ટ પોસ્ટર થયું રિલીઝ, સાથે જોવા મળશે આ એક્ટર

Phir Aayi Hasseen Dilruba Movie Poster: તાપસી પન્નુ (Taapsee Pannu) અને વિક્રાંત મેસી સ્ટારર ફિલ્મ હસીન દિલરૂબાના બીજા પાર્ટનું એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે. ફિલ્મનું પોસ્ટર પણ રિલીઝ થઈ ગયું છે.

તાપસીની ફિલ્મ 'ફિર આઈ હસીન દિલરૂબા'નું ફર્સ્ટ પોસ્ટર થયું રિલીઝ, સાથે જોવા મળશે આ એક્ટર
Taapsee PannuImage Credit source: Social Media
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2023 | 7:52 PM
Share

Phir Aayi Hasseen Dilruba Film Poster: વર્ષ 2021માં નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ફિલ્મ હસીન દિલરૂબાના બીજા પાર્ટની જાહેરાત કરવામાં આવી છે. ફિલ્મનું ફર્સ્ટ પોસ્ટર શેયર કરવાની સાથે જ મેકર્સે જણાવ્યું છે કે તેનું શૂટિંગ પણ આજથી શરૂ થઈ ગયું છે. ફિલ્મના પહેલા પાર્ટમાં તાપસી પન્નુ અને વિક્રાંત મેસી લીડ રોલમાં જોવા મળ્યા હતા. હવે નવા પોસ્ટરમાં તાપસીનો શાનદાર લુક ફરી એકવાર દર્શકો સાથે શેયર કરવામાં આવ્યો છે.

ફર્સ્ટ લૂક શેયર કરવા સાથે જ ટ્વિટર પર તાપસી પન્નુ, ફિલ્મની રાઈટર કનિકા ઢિલ્લોન અને નિર્માતા આનંદ એલ રાય વચ્ચે મજેદાર વાતચીત પણ થઈ છે. સૌથી પહેલા સવારે આનંદ એલ રાયે એક ટ્વીટ કર્યું, જેમાં તેને કહ્યું, “ઓ હમારી હસીન દિલરૂબા. આજે શૂટિંગ શરૂ થઈ ગયું છે, પછી ફિર આઈ હસીન દિલરૂબા કી… તાપસી પન્નુ તુઝે બોલા ના 9 બજે પોસ્ટર ડાલને કે લિયે… ડાલા ક્યો નહીં અભી તક?”

તેના જવાબમાં તાપસીએ લખ્યું, “સર, મેં અભી તૈયાર નહીં હૂં… ઈસ બાર કહાં લે ગઈ હૈ કેરેક્ટર કો કનિકા ઢિલ્લોન. પતા નહીં ક્યા ખો કે લિખી હૈ યે કહાની. ઔર હર બાર મેરે સાથ હી ક્યૂં એસી.”

ફિલ્મના લેખકને તાપસી એ કહી આ વાત

તેના પર લેખિકા કનિકા ઢિલ્લોને તાપસીને રિપ્લાય આપતા લખ્યું, “ક્યોં ડર ગઈ તાપસી પન્નુ? ફિર આયેગી હસીન દિલરૂબા, તો ઔર તડકતી ભડકતી આયેગી ના? વાત અહીં પૂરી થઈ નથી. જેના પર તાપસીએ જવાબ આપ્યો, “તડક ઔર ભાગ તો ઠીક હૈ!! પર ઈસ બાર કહાની સુન કર મેરા જો બીપી હાઈ હુઆ હૈ બાય ગોડ! કભી તો હદ મેં રહ કર સોચ લિયા કરો.”

હસીન દિલરૂબાને લોકોને આવી હતી ખૂબ પસંદ

હસીન દિલરૂબામાં તાપસી અને વિક્રાંત સિવાય એક્ટર હર્ષવર્ધન રાણે પણ જોવા મળ્યો હતો. ફિલ્મને સારા રિવ્યુ મળ્યા હતા. આ ફિલ્મનું નિર્દેશન વિનિલ મેથ્યુએ કર્યું હતું. સ્ક્રીનપ્લે કનિકા ઢિલ્લોને લખી હતી.

Phir Aayi Hasseen Dilruba Poster

હવે બીજા પાર્ટની જાહેરાત થતાં જ આ ફિલ્મને પસંદ કરનારા લોકો આતુરતાથી રાહ જોવા લાગ્યા છે. બીજા પાર્ટનું નિર્દેશન જયપીદ દેસાઈ કરી રહ્યા છે. ફિલ્મમાં એક્ટર વિકી કૌશલનો ભાઈ સની કૌશલ પણ જોવા મળશે.

g clip-path="url(#clip0_868_265)">