સુશાંત સિંહ રાજપૂતના ફોટાવાળી ટી-શર્ટને લઈ ફ્લિપકાર્ટ-એમેઝોન પર ગુસ્સે થયા લોકો, ફ્લિપકાર્ટને બોયકોટ કરવાની કરી માગ

ફ્લિપકાર્ટ અને એમેઝોન પર એક ટી-શર્ટ ઉપલબ્ધ છે, જેમાં સુશાંત સિંહ રાજપૂતનો (Sushant Singh Rajput) ફોટો છે અને લખેલું છે કે ડિપ્રેશન ડૂબવા જેવું છે. આનાથી લોકો ગુસ્સે થયા છે અને તેઓ #BoycottFlipkart અને #boycottamazon ટ્રેન્ડ કરી રહ્યા છે.

સુશાંત સિંહ રાજપૂતના ફોટાવાળી ટી-શર્ટને લઈ ફ્લિપકાર્ટ-એમેઝોન પર ગુસ્સે થયા લોકો, ફ્લિપકાર્ટને બોયકોટ કરવાની કરી માગ
Boycott-Flipkart
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2022 | 4:09 PM

ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પર લોકો પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. સુશાંત સિંહ રાજપૂતના (Sushant Singh Rajput) ફોટાવાળી ટી-શર્ટ વેચવામાં આવી રહી છે. તસવીર સાથે લખ્યું છે કે ‘Depression is like drowning’ એટલે કે ‘ડિપ્રેશન ડૂબવા જેવું છે.’ આને લઈને લોકો ગુસ્સે ભરાયા છે અને તેઓ તેનો વિરોધ કરી રહ્યા છે. આ કારણે ટ્વિટર પર #BoycottFlipkart ટ્રેન્ડ કરી રહ્યું છે. આ ટી-શર્ટ ફ્લિપકાર્ટ પર જ નહીં પણ એમેઝોન પર પણ ઉપલબ્ધ છે. લોકો એમેઝોન અને ફ્લિપકાર્ટ (Flipkart) બંનેને ટાર્ગેટ બનાવી રહ્યા છે. યુઝર્સનું કહેવું છે કે કેવી રીતે સુશાંતનો તમે તમારા બિઝનેસ માટે યુઝ કરી શકો છો. લોકો આ ટી-શર્ટને જલ્દીથી જલ્દી હટાવી લેવાનું કહી રહ્યા છે.

એક યુઝરે લખ્યું કે આવા સંવેદનશીલ મુદ્દાઓ પર ફ્લિપકાર્ટે બચવું જોઈએ. પરંતુ જ્યારે ફ્લિપકાર્ટે આ કર્યું છે ત્યારે અમે તેની નિંદા કરીએ છીએ. જ્યાં સુધી કોર્ટમાંથી ન્યાય ન મળે ત્યાં સુધી આવી કોઈપણ વ્યક્તિની મજાક ઉડાવવી એ માનવીય દ્વેષ દર્શાવે છે. આનું પરિણામ ફ્લિપકાર્ટ ભોગવશે. અન્ય યુઝર્સે લખ્યું કે દેશ હજુ સુશાંત સિંહના મોતમાંથી બહાર આવ્યો નથી. અમે ન્યાય માટે અમારો અવાજ ઉઠાવીશું. ફ્લિપકાર્ટને આ માટે શરમ આવવી જોઈએ અને માફી માંગવી જોઈએ કે આવું ફરી ક્યારેય નહીં થાય.

એક યુઝરે લખ્યું કે ફ્લિપકાર્ટને શરમ આવવી જોઈએ. તમે તેને બદનામ કરવા માંગો છો જે માણસ પોતાનો બચાવ કરવા માટે આ દુનિયામાં નથી. અન્ય એક યુઝર્સે લખ્યું કે હું ફ્લિપકાર્ટનો કસ્ટમર છું, પરંતુ આ બધું જોયા પછી, હું મારું ફ્લિપકાર્ટ એકાઉન્ટ ડિએક્ટિવેટ કરવા માંગુ છું.

સુશાંતના મોતને લઈને લોકોના મનમાં સવાલ

14 જૂન 2020ના રોજ સુશાંત તેના ફ્લેટમાં મૃત હાલતમાં જોવા મળ્યો હતો. તેમના મૃત્યુના સમાચારથી લોકો હેરાન થઈ ગયા હતા. ત્યારબાદ એવી ઘણી બાબતો સામે આવી કે લોકો સવાલ કરવા લાગ્યા કે શું ખરેખર સુશાંતે આત્મહત્યા કરી છે અથવા તેની હત્યા કરવામાં આવી છે અથવા તેને આ પગલું ભરવા માટે મજબૂર કરવામાં આવ્યો છે. વિવાદ બાદ આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. પરંતુ સીબીઆઈની તપાસમાં હજુ સુધી કોઈ નિષ્કર્ષ કાઢવામાં આવ્યો નથી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">