AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું વિજય દેવરકોંડા કારમાં કોઈની સાથે થયા હતા ઈન્ટિમેટ? કોફી વિથ કરણ 7 પર અર્જુન રેડ્ડી સ્ટારનો ખુલાસો

કોફી વિથ કરણ સીઝન 7નો (Koffee With Karan) આ નવો પ્રોમો જોયા પછી સાબિત થઈ ગયું છે કે આ એપિસોડ ખૂબ જ રસપ્રદ બનવાનો છે. વિજય દેવરકોંડા જ નહીં, અનન્યા પાંડે પણ તેની રિલેશનશિપ વિશે કંઈક ખુલાસો કરી શકે છે.

શું વિજય દેવરકોંડા કારમાં કોઈની સાથે થયા હતા ઈન્ટિમેટ? કોફી વિથ કરણ 7 પર અર્જુન રેડ્ડી સ્ટારનો ખુલાસો
vijay-deverakonda-koffee-with-koffee-7 Image Credit source: You Tube
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2022 | 2:45 PM
Share

ફિલ્મમેકર કરણ જોહરનો સૌથી ચર્ચિત ચેટ શો કોફી વિથ કરણ સીઝન 7 (Koffee With Karan) શરૂ થયો છે, ત્યારથી તે ચર્ચામાં છે. કારણ છે કે કરણ જોહરની સામે બેઠેલા સ્ટાર્સ અને તેમના રહસ્યો. આ અઠવાડિયે કરણના શો પર વિજય દેવરકોંડા (Vijay Deverakonda) અને અનન્યા પાંડે આવવાના છે. અપકમિંગ એપિસોડનો પ્રોમો શેર કરવામાં આવ્યો છે, જેમાં અનન્યા પાંડે અને વિજય દેવરકોંડા તેમના રહસ્યો પોતે જ જાહેર કરતા જોવા મળે છે. વિજય દેવરકોંડાએ કરણના શોમાં પોતાની સેક્સ લાઈફ સાથે જોડાયેલા કેટલાક રહસ્યો જાહેર કર્યા હતા. તેણે ખુલાસો કર્યો કે તેઓએ કારમાં જ સેક્સ કર્યું હતું.

વિજય દેવરકોંડાએ કહ્યું પોતાની સેક્સ લાઈફનું રહસ્ય

વિજય દેવરકોંડા સૌથી વિવાદાસ્પદ શો કોફી વિથ કરણ 7 માં ડેબ્યૂ કરી રહ્યો છે. ડેબ્યૂ કરતાની સાથે જ વિજય દેવરકોંડા એક પછી એક હેરાન કરનારો ખુલાસા કરશે. મંગળવારે કોફી વિથ કરણ સીઝન 7 નો પ્રોમો શેર કરાવામાં આવ્યો હતો, તેમાં જોશો કે કરણ જોહર વિજયને પૂછે છે કે તમે છેલ્લે ક્યારે સેક્સ કર્યું હતું? આ સવાલ સાંભળીને વિજય દેવરકોંડા હેરાન થઈ જાય છે. આ પછી તે શરમાયને કહે છે અને એક સ્માઈલ આપે છે અને કહે છે – અબોર્ટ, અબોર્ટ.

આ પછી કરણ જોહરે પબ્લિક પ્લેસ પર સેક્સ કરવા પર સવાલ કરે છે. આના પર વિજય દેવરાકોંડા એ ખુલાસો કરે છે, જેના વિશે ભાગ્યે જ કોઈ જાણતું હશે. કરણ જોહરની આ વાત સાંભળીને વિજય દેવરકોંડા કહે છે – એક કારમાં કર્યું. વિજયનો આ જવાબ સાંભળીને કરણ જોહર અને અનન્યા પાંડે ચોંકી જાય છે અને બધા થોડીવાર માટે સાયલન્ટ મોડમાં જતાં રહે છે.

આ પણ વાંચો

અહીં જુઓ વિજય દેવરકોંડાનો વીડિયો

કરણ જોહરના સવાલો વિજય દેવેરાકોંડા માટે અહીં અટકતા નથી. આ પછી કરણ વિજય દેવરકોંડાને પૂછે છે કે શું તેણે ક્યારેય થ્રીસમ કર્યું છે. આ માટે વિજય દેવેરાકોંડા ના પાડે છે. પરંતુ આમાં પણ એક ટ્વિસ્ટ છે. ત્યારબાદ કરણ તેને પૂછે છે કે શું તે થ્રીસમ કરવા માંગે છે, જેના જવાબમાં વિજય દેવરાકોંડાએ જવાબ આપ્યો કે તેને થ્રીસમ કરવામાં કોઈ સમસ્યા નથી.

કોફી વિથ કરણ સીઝન 7નો આ નવો પ્રોમો જોયા પછી સાબિત થઈ ગયું છે કે આ એપિસોડ ખૂબ જ રસપ્રદ બનવાનો છે. વિજય દેવરાકોંડા જ નહીં, અનન્યા પાંડે પણ તેની રિલેશનશિપ વિશે કંઈક ખુલાસો કરી શકે છે. કારણ કે પ્રોમોમાં કરણ જોહરે હિંટ આપી છે કે અનન્યા આદિત્ય રોય કપૂર સાથે રિલેશનશિપમાં છે.

Follow Us
કચ્છમાં બેન્ક ખાતા ભાડે આપતી ગેંગનો પર્દાફાશ, ₹32 કરોડની કરી હેરાફેરી
કચ્છમાં બેન્ક ખાતા ભાડે આપતી ગેંગનો પર્દાફાશ, ₹32 કરોડની કરી હેરાફેરી
જો તમારી ગાડીમાં નંબર પ્લેટ નહી હોય તો પેટ્રોલ આપવામાં આવશે નહી
જો તમારી ગાડીમાં નંબર પ્લેટ નહી હોય તો પેટ્રોલ આપવામાં આવશે નહી
દક્ષિણ ગુજરાતમાં આજે બે થી ત્રણ જિલ્લામાં યલો એલર્ટ
દક્ષિણ ગુજરાતમાં આજે બે થી ત્રણ જિલ્લામાં યલો એલર્ટ
વેપારમાં પ્રગતિના નવા માર્ગો ખુલશે, કાર્યક્ષેત્રે માન-સન્માન વધશે
વેપારમાં પ્રગતિના નવા માર્ગો ખુલશે, કાર્યક્ષેત્રે માન-સન્માન વધશે
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
સુરેન્દ્રનગર:અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ
સુરેન્દ્રનગર:અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ
g clip-path="url(#clip0_868_265)">