ઈમરજન્સીમાં શ્રેયસ તલપડેનો ફર્સ્ટ લુક રિલીઝ, ફિલ્મમાં ભજવશે અટલ બિહારી વાજપેયીનો રોલ
કંગના રનૌતના (Kangana Ranaut) લુક બાદ હવે ધીરે ધીરે આખી ફિલ્મની સ્ટારકાસ્ટનો લુક રિલીઝ થઈ રહ્યો છે. હવે એક્ટર શ્રેયસ તલપડેના (Shreyas Talpade) પાત્રનો ખુલાસો કરવામાં આવ્યો છે.
બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત (Kangana Ranaut) તેની અપકમિંગ ફિલ્મ ‘ઇમરજન્સી’ના કારણે ચર્ચામાં છે. હાલમાં જ કંગના રનૌતે આ ફિલ્મનો પોતાનો લુક શેર કર્યો છે. એક્ટ્રેસ કંગના રનૌત આ ફિલ્મમાં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે. કંગના રનૌતના લુક બાદ હવે ધીરે ધીરે આખી ફિલ્મની સ્ટારકાસ્ટનો લુક સામે આવી રહ્યો છે. હવે એક્ટર શ્રેયસ તલપડેનું (Shreyas Talpade) પાત્ર સામે આવ્યું છે. આ ફિલ્મમાં શ્રેયસ તલપડે અટલ બિહારી વાજપેયીના રોલમાં જોવા મળશે. ઈન્સ્ટાગ્રામ પર તેણે ફર્સ્ટ લુક શેર કર્યો છે.
અટલ બિહારીના રોલમાં શ્રેયસ તલપડે
એક્ટર શ્રેયસ તલપડે આ ફિલ્મમાં દિવંગત વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના રોલમાં જોવા મળશે. આ નવા પાત્રને લઈને શ્રેયસ તલપડે ખૂબ જ ખુશ અને એક્સાઈટેડ છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતા તેણે લખ્યું – સૌથી પ્રિય, દૂરદર્શી, સાચા દેશભક્ત અને સામાન્ય માણસ ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીની ભૂમિકા ભજવીને સન્માનિત અને ખુશ છું. મને આશા છે કે હું અપેક્ષાઓ પર ખરો ઉતરીશ.
શ્રેયસે કંગના રનૌતનો આભાર માનતા લખ્યું- કંગના, મને અટલજીના રૂપમાં જોવા બદલ આભાર. તમે નિઃશંકાપણે આપણા દેશની સૌથી પ્રતિભાશાળી અને બહુમુખી અભિનેત્રીઓમાંથી એક છો, પરંતુ તમે એક ઉત્તમ અભિનેત્રીની સાથે સાથે એક્ટરના ડાયરેક્ટર પણ છો. ખાસ વાત એ છે કે અભિનેતા શ્રેયસ તલપડેએ પણ અટલજીની કવિતાને કેપ્શન તરીકે શેર કરી છે.
અહીં જુઓ તેનો ફર્સ્ટ લુક
View this post on Instagram
આ રોલમાં જોવા મળશે અનુપમ ખેર
એક્ટર શ્રેયસ તલપડેના પાત્ર પહેલા ફિલ્મના અનુપમ ખેરનો લુક પણ શેર કરવામાં આવ્યો છે. અનુપમ ખેર ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’થી ચર્ચામાં આવ્યા હતા. ફિલ્મ ઈમરજન્સીમાં તે જયપ્રકાશ (જેપી) નારાયણના રોલમાં જોવા મળશે. પોતાના પાત્રના લૂકમાં અનુપમ ખેર ખૂબ જ પ્રભાવશાળી લાગે છે. ફેન્સ પણ આખી સ્ટારકાસ્ટનો લુક જોવાની રાહ જોઈ રહ્યા છે.
BIG: Happy and proud to essay the role of the man who questioned fearlessly, a rebel in the truest sense of the word, #JayaPrakashNarayan in #KanganaRanaut starrer and directorial next #Emergency. My 527th! Jai Ho! 👍😬🇮🇳 #JP #Loknayak pic.twitter.com/V0FDCA86UP
— Anupam Kher (@AnupamPKher) July 22, 2022
આવી હશે ઈમરજન્સીની વાર્તા
ફિલ્મ ‘ઈમરજન્સી’ને કંગના રનૌત દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી છે. ફિલ્મના નામથી જ તે ખબર પડે છે કે તે ઈમરજન્સી પર આધારિત છે. 25 જૂન 1975ના રોજ દિવગંત પીએમ ઈન્દિરા ગાંધીએ ભારતમાં ઈમરજન્સી લગાવી હતી. દેશમાં કટોકટી 21 માર્ચ 1977 સુધી ચાલી હતી. ફિલ્મના ડાયલોગ્સ અને સ્ક્રિપ્ટ રિતેશ શાહે લખ્યા છે.