Sushant Singh Rajput Case: સુશાંત સિંહ રાજપૂત પ્રકરણ મહારાષ્ટ્રને બદનામ કરવાનું ષડયંત્ર હતું, NCP પ્રવક્તા નવાબ મલિકનું નિવેદન

નવાબ મલિકે આક્ષેપ કર્યો છે કે, બિહાર વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય લાભ લેવા માટે સુશાંત સિંહ રાજપૂતનો મુદ્દો ગરમાવવામાં આવ્યો હતો. તો બીજી બાજુ મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિના સચિવ અને પ્રવક્તા સચિન સાવંતે પણ આવુ જ કહ્યુ છે.

Sushant Singh Rajput Case: સુશાંત સિંહ રાજપૂત પ્રકરણ મહારાષ્ટ્રને બદનામ કરવાનું ષડયંત્ર હતું, NCP પ્રવક્તા નવાબ મલિકનું નિવેદન
sushant singh rajput (file photo )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2021 | 5:55 PM

સુશાંતસિંહ રાજપૂતની હત્યા થઈ હતી કે તેણે આત્મહત્યા કરી હતી ? શું છે સુશાંત સિંહ રાજપૂત કેસનું સત્ય ? સીબીઆઈએ ( CBI ) એક વર્ષ પછી પણ કોઈ જ સ્પષ્ટતા કરી નથી. ત્યારે એનસીપીના (NCP) પ્રવકત્તા અને લઘુમતી બાબતોના પ્રધાન નવાબ મલિકે (Nawab Malik) એવો આક્ષેપ કર્યો છે કે, આનો અર્થ એવો થયો કે આ આખુ કાવતરું મહારાષ્ટ્ર સરકારને બદનામ કરવા માટે રચવામાં આવ્યું હતું.

નવાબ મલિકે કહ્યું છે કે, જો કોઈ ઘટના બને તો તેની તપાસ તે ઘટના સંબંધિત રાજ્યમાં કરવામાં આવે છે. તે રાજ્યની તપાસ એજન્સીઓ દ્વારા જ તપાસ થાય છે. પરંતુ સુશાંત સિંહ રાજપૂતના કિસ્સામાં, બિહાર સરકારે હત્યાનો કેસ નોંધ્યો અને સીબીઆઈને તપાસ સોપવા માટે માટે સમગ્ર મામલો ઘડ્યો. સીબીઆઈ છેલ્લા એક વર્ષથી આ કેસની તપાસ કરી રહી છે. હજુ સુધી તેણે આ કેસ હત્યા કે આત્મહત્યા છે તે કહી શકી નથી.

‘બિહારની ચૂંટણીનો લાભ લેવા માટે સુશાંતસિંહનો એપિસોડ બનાવવામાં આવ્યો હતો’

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

નવાબ મલિકે આક્ષેપ કર્યો હતો કે, બિહારમાં વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય લાભ લેવા માટે સુશાંત સિંહ રાજપૂતનો મુદ્દો ગરમ કરવામાં આવ્યો હતો. આવી જ વાત મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિના સચિવ અને પ્રવક્તા સચિન સાવંતે ( Sachin Sawant ) પણ કહી છે.

સચિન સાવંતે જણાવ્યું છે. “એમ્સ પેનલે સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઈ હોવાનો ઇન્કાર કર્યાને 300 થી વધુ દિવસ થઈ ગયા છે. આજે પણ સીબીઆઈ આ મુદ્દે મૌન સેવી રહી છે. સીબીઆઈ પર કોઈ દબાણ નથી ? અત્યંત પ્રતિષ્ઠાનો પ્રશ્ન ઉભો થયો છે એક વર્ષમાં સુશાંત સિંહ કેસની તપાસમાં શું પ્રગતિ થઈ છે? તપાસની સ્થિતિ શું છે ? શું મોદી સરકારે મહારાષ્ટ્રને લગતી તપાસને જાણી જોઈને અઘૂરી રાખવાનો આદેશ આપ્યો છે? સચિન સાવંત દ્વારા માંગ કરવામા આવી છે કે, આ તમામ મુદ્દે સીબીઆઈએ તરત જ સ્પષ્ટતા કરવી જોઈએ.

સરકારને અસ્થિર કરવા માટે સુશાંત સિંહનો ઉપયોગ: સચિન સાવંત આ વિશે વધુ બોલતા સચિન સાવંતે કહ્યું હતું કે સીબીઆઈએ બિહાર પોલીસ પાસેથી સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના કેસનો કબજો લીધો હતો. આ ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું છે. બિહાર પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 177 નું ઉલ્લંઘન કર્યું હતું. સુપ્રીમ કોર્ટે મુંબઈ પોલીસની તપાસ પર પોતાનો મત પણ વ્યક્ત કર્યો હતો. પરંતુ તે મુંબઈ પોલીસની છબી ખરડવાના અને મહારાષ્ટ્રની મહા વિકાસ આઘાડી સરકારને અસ્થિર કરવાના ઈરાદાથી ભાજપનું ષડયંત્ર હતું. બિહારના તત્કાલીન ડીજીપી ગુપ્તેશ્વર પાંડેનો ઉપયોગ આ હેતુને પૂર્ણ કરવા માટે કરવામાં આવ્યો હતો. બિહારની ચૂંટણીમાં ભાજપે સુશાંતના મૃત્યુનો ઉપયોગ કર્યો હતો.

આ પણ વાંચોઃ બંગાળ બાદ હવે TMC ની નજર આસામની સાથે ત્રિપુરા પર, અખિલ ગોગોઈ મમતાના નેતૃત્વમાં ભાજપ વિરોધી ગઠબંધન બનાવશે

આ પણ વાંચોઃ સેનાના સૂબેદાર નીરજે ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતીને બ્રિટિશકાળનો કર્યો અંત, જાણો કેવી રીતે ?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">