બંગાળ બાદ હવે TMC ની નજર આસામની સાથે ત્રિપુરા પર, અખિલ ગોગોઈ મમતાના નેતૃત્વમાં ભાજપ વિરોધી ગઠબંધન બનાવશે

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં (West Bengal Assembly Election) જીત બાદ ટીએમસીની (TMC) નજર ત્રિપુરા તેમજ આસામ પર છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ આસામના ધારાસભ્ય અખિલ ગોગોઈને (Akhil Gogoi) આસામમાં પાર્ટીનું નેતૃત્વ કરવાની ઓફર કરી છે.

બંગાળ બાદ હવે TMC ની નજર આસામની સાથે ત્રિપુરા પર, અખિલ ગોગોઈ મમતાના નેતૃત્વમાં ભાજપ વિરોધી ગઠબંધન બનાવશે
West Bengal Chief Minister Mamata Banerjee

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ ટીએમસીની નજર હવે ત્રિપુરાની સાથોસાથ આસામ પર છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ આસામના (Assam) ધારાસભ્ય અખિલ ગોગોઈને (Akhil Gogoi) આસામમાં પાર્ટીનું નેતૃત્વ કરવાની ઓફર કરી છે. આસામના શિવસાગર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય અને કૃષિક મુક્તિ સંગ્રામ સમિતિ (KMSS) ના નેતા અખિલ ગોગોઈએ શનિવારે ટીએમસી સુપ્રીમો અને પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી (West Bengal Chief Minister Mamata Banerjee) સાથે મુલાકાત કરી હતી અને તેમને આસામમાં પાર્ટીનું નેતૃત્વ કરવા કહ્યું હતું.

રાયજર પાર્ટીના વડા અખિલ ગોગોઈનું કહેવું છે કે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીના નેતૃત્વમાં પ્રાદેશિક પક્ષોનું ગઠબંધન 2024 માં કેન્દ્રમાં ભાજપને સત્તામાંથી હાંકી કાઢવાનું છે. અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે, બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ મમતા બેનર્જી ભાજપ વિરોધી પાર્ટીઓને એકસંપ કરવાની કોશિશ કરી રહ્યા છે. તાજેતરમાં જ મમતા બેનર્જીએ આ જ હેતુ માટે દિલ્હીની મુલાકાત લીધી હતી અને ત્યાં ભાજપ વિરોધી પાર્ટીઓના નેતાઓ સાથે મુલાકાત કરી હતી.

ભાજપ સામે વિપક્ષી પાર્ટીઓને એક કરવાના પ્રયાસ

સૂત્રોએ જણાવ્યું કે અખિલ ગોગોઈએ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીને આગામી વડાપ્રધાન તરીકે જોવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે ખુલ્લેઆમ મમતા બેનર્જી માટે આદર વ્યક્ત કર્યો છે. તેમને “ફાસીવાદી આરએસએસ-ભાજપ સામે પ્રતિકારનો સૌથી મોટા ચહેરા” તરીકે વર્ણવવામાં આવ્યો છે. અખિલ ગોગોઈ કૃષિ કાર્યકર્તા અને નવા રચાયેલા રાજકીય પક્ષ રાયજર દળના પ્રમુખ છે. તેમણે આ વર્ષે આસામ વિધાનસભાની ચૂંટણી શિવસાગર મતવિસ્તારથી જીતી હતી.

 NIA દ્વારા અખિલ ગોગોઈની ધરપકડ કરવામાં આવી હતી

અખિલ ગોગોઈને અગાઉ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી ( NIA) દ્વારા 2019 માં આસામમાં નાગરિકતા સંશોધન વિરોધી કાયદા (CAA) વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. સુધારેલા યુએપીએ કાયદા હેઠળ કેસ નોંધાયા બાદ તેમણે લગભગ દોઢ વર્ષ જેલમાં વિતાવ્યા હતા. ગત મહિને એનઆઈએ વિશેષ કોર્ટે અખિલ ગોગોઈને તમામ આરોપોમાંથી મુક્ત કર્યા હતા. અખિલ ગોગોઈએ આ સપ્તાહની શરૂઆતમાં ટીએમસી સાંસદ અને પાર્ટીના અન્ય નેતા અભિષેક બેનર્જી સાથે મુલાકાત કરી હતી.

આ પણ વાંચોઃ સેનાના સૂબેદાર નીરજે ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતીને બ્રિટિશકાળનો કર્યો અંત, જાણો કેવી રીતે ?

આ પણ વાંચોઃ SCAM ALERT! જો આ નંબર પરથી તમારા પર કોલ આવે તો ક્યારે નહીં ઉપાડતા નહીં તો પડશે ભારે

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati