50 વર્ષનું કરિયર, 350 ફિલ્મ, ટોલીવુડના પહેલા સુપરસ્ટાર હતા મહેશ બાબુના પિતા Krishna
મીડિયા રિપોર્ટ્સ મુજબ મહેશ બાબુના (Mahesh Babu) પિતાને હાર્ટ એટેક આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ તેમને દુનિયાને અલવિદા કહી દીધું છે.
સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુના પિતા કૃષ્ણા હવે આ દુનિયામાં નથી. 15 નવેમ્બરે સવારે 4 વાગ્યે તેમનું અવસાન થયું. તેમનું નિધન થવાથી સમગ્ર ઈન્ડસ્ટ્રીને આઘાત લાગ્યો છે. રિપોર્ટ મુજબ તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી, જેના કારણે તેમને 14 નવેમ્બરે હૈદરાબાદની કોન્ટિનેંટલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ તેમની હાલત સ્થિર હોવાનું જણાવા મળ્યું હતું. પરંતુ 79 વર્ષની ઉંમરે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું.
ફિલ્મોની સાથે રાજકારણમાં પણ અજમાવ્યો છે હાથ
સાઉથ એક્ટર કૃષ્ણાના કરિયરની વાત કરીયે તો તેને વર્ષ 1967માં રિલીઝ થયેલી ‘અલ્લૂરી સીતારામ રાજૂ’ જેવી ઘણી ઐતિહાસિક ફિલ્મો માટે હંમેશા યાદ કરવામાં આવશે. આ સાથે વર્ષ 1965માં કૃષ્ણાએ ઈન્દિરા દેવી સાથે લગ્ન કર્યા હતા. તેમને બે પુત્ર અને ત્રણ પુત્રી છે. આ વર્ષની શરૂઆતમાં તેમના મોટા પુત્ર રમેશ બાબુનું પણ અવસાન થયું હતું. કૃષ્ણા રાજકારણમાં પણ એક્ટિવ હતા. ફિલ્મો સિવાય તેમને રાજકારણમાં પણ હાથ અજમાવ્યો હતો. વર્ષ 1984માં તેઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા.
It is with deep sadness and heavy hearts we inform you that #SuperStarKrishna garu has passed away
Unbearable Loss to the family & Fans Om Shanti 🙏🏻💔 pic.twitter.com/CdNDgR9igN
— Mahesh Babu Trends ™ (@MaheshFanTrends) November 15, 2022
5 દાયકાની ફિલ્મી કરિયરમાં આટલી બધી ફિલ્મો
મહેશ બાબુના પિતા ઘટ્ટામનેની શિવ રામ કૃષ્ણ મૂર્તિ ઉર્ફે કૃષ્ણાએ પોતાના પાંચ દાયકાના કારકિર્દીમાં એટલી બધી ફિલ્મો કરી છે કે કોઈ પણ હેરાન થઈ જશે. તેમને પોતાના ફિલ્મી કરિયરમાં 350 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. આ સાથે જ, તેમને એક્ટર તરીકે વર્ષ 1965માં ફિલ્મ ‘થેને મનસુલુ’થી શરૂઆત કરી, જે સુપરહિટ સાબિત થઈ. આ સિવાય તેને વર્ષ 1966માં ‘ગુડાચારી 116’ કરી હતી, જે એક જાસૂસી ફિલ્મ તરીકે સુપરહિટ સાબિત થઈ હતી.
Extremely saddened at the loss of #Superstarkrishna garu. can’t imagine how tough this could be. Wishing all the strength to @urstrulymahesh anna and the family. May your soul RIP & you’ll always be alive in our hearts sir. om shanti 🙏 pic.twitter.com/QoaBdFrSSI
— Sai Dharam Tej (@IamSaiDharamTej) November 15, 2022
પદ્મ ભૂષણથી સન્માનિત
રાજકીય કરિયરની વિશે વાત કરીએ તો, કૃષ્ણા વર્ષ 1989માં એલુરુથી લોકસભા માટે ચૂંટાયા હતા. જે બાદ વર્ષ 1991માં તેઓ આ જ મતદારક્ષેત્રથી ચૂંટણી હારી ગયા હતા. રાજીવ ગાંધીની હત્યા બાદ કૃષ્ણાએ રાજકારણ સાથેના સંબંધો તોડી નાખ્યા અને અંતર બનાવી લીધું. તેમને વર્ષ 2003માં એનટીઆર નેશનલ એવોર્ડ સહિત ઘણા પુરસ્કારોથી નવાજવામાં આવ્યા હતા. એટલું જ નહીં ખાસ વાત એ છે કે વર્ષ 2009માં તેમને ભારતીય સિનેમામાં તેમના યોગદાન માટે પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.