AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હોસ્પિટલમાં સર્જરી દરમિયાન ગીત ગાતો જોવા મળ્યો સોનુ નિગમ, Video વાયરલ

કહેવાય છે કલાકાર પોતાની કળાથી કયારેય દુર જતો નથી. આવું કાંઈ સોનુ નિગમ સાથે જોવા મળી રહ્યું છે. તેમણે હોસ્પિટલમાંથી સર્જરી સમયનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ગીત ગાય રહ્યો છે.

હોસ્પિટલમાં સર્જરી દરમિયાન ગીત ગાતો જોવા મળ્યો સોનુ નિગમ, Video વાયરલ
| Updated on: Aug 09, 2026 | 1:34 PM
Share

બોલિવુડ સિંગર સોનુ નિગમની દુનિયા દિવાની છે. સોનુ નિગમે પોતાના કરિયરમાં અનેક ગીતમાં પોતાનો અવાજ આપ્યો છે. તેના ખુદ મોહમ્મદ રફી સાહેબ પણ ચાહક રહ્યા છે. હાલમાં સોનુ નિગમનો હોસ્પિટલમાંથી એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક બાજુ તેની આંગળીમાં સર્જરી થઈ રહી છે. આ દરમિયાન ગીત ગાતા જોવા મળ્યો હતો. આ દરમિયાન પોતાના ફેવરિટ સિંગર અને ગુરુ મોહમ્મદ રફીનું ગીત ગાતા જોવા મળી રહ્યો છે. સોનુ નિગમે આ દરમિયાન એક વીડિયો પણ શેર કર્યો છે.

વીડિયોમાં તે હોસ્પિટલના ઓપરેશન થિયેટરની અંદર પોતાના બેડ પર જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ડોક્ટર અને તેની ટીમ દેખરેખ રાખી રહી છે. ખાસ વાત એ છે કે, હોસ્ટિલમાં બેડ પર સર્જરી રુમમાંથી દુખની સ્થિતિમાં પણ ગીત ગાય રહ્યો છે. તે રફી સાહેબનું એક ગીત ગાતો જોવા મળી રહ્યો છે. દુલારી ફિલ્મનું ગીત રાત ઢલ ચુકી ગાઈ રહ્યો છે. તેના સિંગિંમાં દુખ છુપાયેલું છે. ડોક્ટરની ટીમ પણ તેના લાઈવ ગીતનો આનંદ માણી રહ્યા છે.

View this post on Instagram

સોનુ નિગમે આ વીડિયો કોને ડેડિકેટ કર્યો ?

સિંગર સોનુ નિગમે આ વીડિયો તેની સર્જરી કરી રહેલા ડોક્ટર અને તેની ટીમને ડેડિકેટ કર્યો છે. તેમણે વીડિયો શેર કરતા લખ્યું સર્જરી સમયે પ્યારે ડોક્ટર @drnileshsatbhai અને તેની ટીમ માટે ખાસ પરફોર્મન્સ, દુખમાં ગીત પણ સંગીતનો આનંદ છે. સોનુ નિગમના આ વીડિયો પર ચાહકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક વ્યક્તિએ વીડિયો શેર કરી લખ્યું તમે જલ્દી સ્વસ્થ થઈ જશો. અન્યએ જલ્દી સ્વસથ થવાની કામના કરી હતી.

સોનુ નિગમને શું થયું ?

સોનુ નિગમે હાલમાં આ ખુલાસો કર્યો હતો કે, તે પિંચ્ડ નર્વની સમસ્યાથી ઝઝુમી રહ્યો છે. થોડા સમય પહેલા તેમણે ગરદનની પાસે નસ દબાવવાના કારણે સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. આ જાણકારી તેમણે ચાહકો સાથે પણ શેર કરી હતી. તેમણે કહ્યું કે, તે દુખમાં હતો. આ દરમિયાન એમઆઈઆર,સીટી સ્કૈન અને ફિઝિયોથેરાપી કરી હતી. હવે સિંગરની હાલમાં સર્જરી થઈ છે. પરંતુ એ કન્ફોર્મ નથી કે, આ કઈ વસ્તુની સર્જરી છે. પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે, ડોક સાથે સંબંધી હોય શકે છે.

7 વર્ષ ડેટિંગ કરી લગ્ન કર્યા, 6000થી વધુ ગીત ગાનાર સિંગરનો આવે છે પરિવાર અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">