Sonu Nigam Birthday : 4 વર્ષની ઉંમરે ગાવાનું શરૂ કર્યું, 5 વર્ષ સુધી ન મળ્યો બ્રેક, જ્યારે ગાવાનું શરૂ કર્યું તો દરેક ગીત થયા હિટ
Sonu Nigam Birthday : પોતાના સુરીલા અવાજથી કરોડો લોકોના દિલમાં વસી ગયેલા પ્રખ્યાત ગાયક સોનુ નિગમના ગીતોથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. બાળપણથી જ તેઓ સંગીત પ્રત્યે ઝુકાવ ધરાવતા હતા. તેના પિતાએ તેને આ સ્કિલ વધારવામાં મદદ કરી. કદાચ ઓછા લોકો જાણતા હશે કે સોનુએ માત્ર 4 વર્ષની ઉંમરે ગાવાનું શરૂ કર્યું હતું.

બોલિવૂડના પ્રખ્યાત ગાયક સોનુ નિગમ 30 જુલાઈએ પોતાનો 50મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. સોનુ ત્રણ દાયકાથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના મધુર અવાજથી બધાને મંત્રમુગ્ધ કરી રહ્યો છે. સોનુનું સુંદર આગમન માત્ર બોલિવૂડ સુધી સીમિત નથી. હિન્દી ઉપરાંત, તેણે બંગાળી, તેલુગુ, ગુજરાતી, કન્નડ, મરાઠી, ઓડિયા, મલયાલમ અને ભોજપુરી સહિત ઘણી ભાષાઓમાં ગીતોને પોતાનો અવાજ આપ્યો છે. જોકે સોનુને આ સફળતા ભારે સંઘર્ષ બાદ મળી હતી. એક સમય હતો જ્યારે તે ભૂખ્યા-તરસ્યા કંપોજર્સ પાસે ચક્કર મારતો હતો.
સંગીત પિતા પાસેથી વારસામાં મળ્યું
સોનુ નિગમને તેના પિતા પાસેથી સંગીત વારસામાં મળ્યું હતું. સોનુ માને છે કે તેના પિતાની સામે તેનો સંઘર્ષ કંઈ નથી. સોનુના પિતા અગમ નિગમ 15 વર્ષની ઉંમરે ઘરેથી ભાગી ગયા હતા. તે ઘણી રાતો સુધી રેલ્વે સ્ટેશન પર પણ સૂતા હતા. અગમે શોભા સાથે લવ મેરેજ કર્યા, પછી બંને સ્ટેજ શો કરતા. સોનુ નિગમનો જન્મ વર્ષ 1973માં થયો હતો. અગમને પહેલેથી જ સંગીતનો શોખ હતો, તેણે પુત્ર સોનુને ગાવાનું પણ શીખવ્યું હતું. ત્યારબાદ સોનુએ ચાર વર્ષની ઉંમરે પિતા સાથે સ્ટેજ શો કરવાનું શરૂ કર્યું. સોનુના કહેવા પ્રમાણે, તે મેળા, લગ્ન સહિત તમામ પ્રકારના કાર્યક્રમોમાં ગીતો ગાયા છે.
View this post on Instagram
(Credit Source : Sonu Nigam)
તમે કેવી રીતે ગાવાનું શરૂ કર્યું
સોનુ આપેલા ઈન્ટરવ્યુમાં કહે છે કે, એક દિવસ મારા પિતા સ્ટેજ પર ‘ક્યા હુઆ તેરા વાદા’ ગાતા હતા. તે સમયે મેં પણ જીદ કરીને સ્ટેજ પર ચઢીને ગાવાનું શરૂ કર્યું, લોકોને મારું ગીત ગમી ગયું. પછી મેં મારા પિતા સાથે સ્ટેજ શો પણ કરવાનું શરૂ કર્યું. તે પછી હું પ્રોફેશનલ સિંગર તરીકે બુક થવા લાગ્યો.
મુંબઈમાં સંગીતકારોના ઘરની લીધી મુલાકાત
સોનુ અને તેના પિતા અગમ સમજી ગયા કે સંગીતના ક્ષેત્રમાં આગળ વધવા માટે તેમણે બોમ્બે (મુંબઈ) જવું પડશે. વર્ષ 1991માં જ્યારે તે મુંબઈ પહોંચ્યો ત્યારે કોઈએ સોનુને કોઈ કામ નહોતું આપ્યું. તે દિવસભર સંગીતકારોના ઘરના ચક્કર લગાવતો.
View this post on Instagram
(Credit Source : Sonu Nigam)
તેને એમ પણ કહેવામાં આવ્યું કે તેના અવાજમાં ઘણી વેરાયટી છે, તેને કન્ટ્રોલ કરવી પડશે. જોકે, પાછળથી અવાજની આ વાત તેના માટે તાકાત બની ગઈ. આ પછી સોનુને ફિલ્મ ‘જનમ’નું એક ગીત બહુ મુશ્કેલીથી મળ્યું, પરંતુ પછી આ ફિલ્મ રિલીઝ થઈ શકી નહીં.
ટી સિરીઝના માલિક ગુલશન કુમારે આપી તક
સોનુને પાંચ વર્ષ પછી ‘સા રે ગા મા પા’માં બ્રેક મળ્યો. તેણે શો હોસ્ટ કર્યો હતો. લોકો સોનુના અવાજના ચાહક તો હતા જ, પરંતુ તેનો નમ્ર સ્વભાવ પણ પસંદ કરતા હતા. આ શો પછી ટી-સીરીઝના માલિક ગુલશન કુમારે સોનુને ‘રફી કી યાદેં’ આલ્બમમાં ગાવાની તક આપી. સોનુએ આલ્બમમાં પ્લેબેક સિંગર તરીકે ગાયું અને તે રાતોરાત સુપરહિટ થઈ ગયો. સોનુ સ્ટેજ શો દરમિયાન પણ રફી સાહબના ગીતો ગાતો હતો.
સોનુના ગીતો હિટ થયા, પદ્મશ્રી પણ મળ્યો
આ પછી જાણે સોનુનું જીવન બદલાઈ ગયું. પછી તેણે એક પછી એક ગીત ગાયા. જેમાં ‘સંદેશ આતે હૈ’, ‘કભી ખુશી કભી ગમ’, ‘દો પલ રૂકા’, ‘અપને તો અપને હોતે હૈં’, ‘કલ હો ના હો’, ‘સૂરજ હુઆ મંધમ’ અને ‘કભી અલવિદા ના કહેના’ જેવા જબરદસ્ત ગીતો બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને આપ્યા છે.
President Ram Nath Kovind presents Padma Shri award to singer Sonu Nigam. pic.twitter.com/bgn5SForc1
— ANI (@ANI) March 28, 2022
(Credit Source : @ANI)
તે સમયે સોનુ નિગમે ગાયેલું દરેક ગીત હિટ સાબિત થયું હતું. વર્ષ 2022માં સોનુ નિગમને પદ્મશ્રીથી પણ સન્માનિત કરવામાં આવ્યો હતો. આ સિવાય તેમને ફિલ્મફેર, ઝી સિને, આઈફા અને આઈટીએ સહિતના ઘણા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે.