AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sky Force : PAK પર ભારતની પ્રથમ એર સ્ટ્રાઈક, અક્ષય કુમારે ફિલ્મની કરી જાહેરાત

ગાંધી જયંતિના અવસર પર બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે પોતાની નવી ફિલ્મની જાહેરાત કરી છે. આ ફિલ્મનું શીર્ષક સ્કાય ફોર્સ છે, જે ભારતની પ્રથમ એર સ્ટ્રાઈક પર આધારિત હોવાનું કહેવાય છે. અક્ષયે એક જાહેરાતનો વીડિયો પણ શેર કર્યો છે. જાહેરાતની સાથે જ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે.

Sky Force : PAK પર ભારતની પ્રથમ એર સ્ટ્રાઈક, અક્ષય કુમારે ફિલ્મની કરી જાહેરાત
Akshay Kumar
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2023 | 3:33 PM
Share

બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર એક વધુ મુવી માટે તૈયાર છે. તેની આ મુવીનું નામ સ્કાઈ ફોર્સ રાખવામાં આવ્યું છે. 2 ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતીના દિવસે અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરતી વખતે આ મુવીનું અનાઉન્સ કર્યું છે. તેણે વધુમાં કહ્યું કે ફિલ્મની જાહેરાત માટે આનાથી સારો દિવસ કોઈ ના હોય શકે.

આ પણ વાંચો : Biggest Controversies of Akshay Kumar: ટ્વિંકલ ખન્ના પાસે પેન્ટની ઝિપ ખોલાવાથી લઈને ફિલ્મના આ ડાયલોગ્સના કારણે અક્ષય કુમાર રહ્યો ચર્ચામાં

અક્ષય કુમારે વીડિયો કર્યો શેર

અક્ષય કુમારે દ્વારા શેર કરવામાં આવેલ વીડિયોની શરૂઆત પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ અયુબ ખાનના નામથી થાય છે અને બેકગ્રાઉન્ડમાં તેનો અવાજ સંભળાય છે. તેઓ કહે છે, “પાકિસ્તાનના 10 કરોડ લોકો ત્યાં સુધી શાંતિથી નહી બેસે જ્યાં સુધી દુશ્મનોના લોકો હંમેશા માટે ચૂપ નહીં થાય. ભારતીય શાસકો કદાચ જાણતા નથી કે તેઓએ ક્યા સમુદાયને પડકાર ફેંક્યો છે.”

View this post on Instagram

A post shared by Akshay Kumar (@akshaykumar)

(Credit Source : akshay kumar)

વીડિયોમાં જોવા મળે છે કે ભૂતપૂર્વ વડાપ્રધાન લાલ બહાદૂર શાસ્ત્રી દેખાય છે. તે એવું કહે છે કે, “ના તલવારની નોક પર, ન એટમ બમ કે ડર સે. કોઈ હમારે દેશ કો ઝુકાના ચાહે, દબાના ચાહે, યે દેશ હમારા દબને વાલા નહીં હૈ.” આગળ લખાણ પણ જોવા મળે છે કે, ભારતની પહેલી એર સ્ટ્રાઈકની ન સાંભળેલી વાતો. વીડિયોમાં પાછળ બેકગ્રાઉન્ડમાં જય હિન્દનું મ્યુઝિક સાંભળવા મળે છે.

અક્ષય કુમારે કહ્યું કે,….

વીડિયો શેર કરતી વખતે અક્ષય કુમારે કેપ્શનમાં લખ્યું, “આજે ગાંધી-શાસ્ત્રી જયંતિના દિવસે આખો દેશ કહી રહ્યો છે- જય જવાન, જય વિજ્ઞાન, જય અનુસંધાન. સ્કાય ફોર્સની જાહેરાત કરવા માટે આજથી વધુ સારો દિવસ ન હોઈ શકે, જે આપણા દેશની પ્રથમ એરસ્ટ્રાઈકની અજાણી વાર્તા છે.” તેણે આગળ લખ્યું, “તેને પ્રેમ આપો, જય હિંદ જય ભારત.”

રિલીઝ ડેટની પણ કરી જાહેરાત

આ ફિલ્મ જિયો સ્ટૂડિયોઝના બેનર નીચે બની રહી છે. આ ફિલ્મનું ડાયરેક્શન સંદીપ કેવલાની અને અભિષેક કપૂર કરી રહ્યા છે. આ ફિલ્મ આવતા વર્ષે એટલે કે 2024માં ગાંધીજી અને શાસ્ત્રીના જન્મ જયંતી 2 ઓક્ટોબરના રોજ રીલીઝ થઈ રહી છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">