AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સિંગર બી પ્રાકની પત્ની મીરા બચ્ચને બાળક ગુમાવ્યા બાદ કરી પોસ્ટ, કહ્યું- તમે મને બીજી જિંદગી આપી

હાલમાં જ બી પ્રાક (B Praak) અને તેની પત્ની મીરા બચ્ચને તેમનું બીજું બાળક જન્મ દરમિયાન જ ગુમાવ્યું હતું, જેના કારણે બંને ખરાબ રીતે ભાંગી પડ્યા હતા અને પોતાના માટે લોકોને પ્રાઈવસીની અપીલ કરી હતી.

સિંગર બી પ્રાકની પત્ની મીરા બચ્ચને બાળક ગુમાવ્યા બાદ કરી પોસ્ટ, કહ્યું- તમે મને બીજી જિંદગી આપી
B Praak With Meera BachchanImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2022 | 8:04 PM
Share

પ્રખ્યાત સિંગર બી પ્રાક (B Praak) અને તેમની પત્ની મીરા બચ્ચને (Meera Bachchan) તેમનું બીજું બાળક જન્મ દરમિયાન જ ગુમાવ્યું છે. બંને તેમના બીજા બાળકને ઘરે લાવવા માટે ખૂબ જ ઉત્સાહિત હતા. ખરાબ નસીબે બી પ્રાક અને મીરા બચ્ચનના બાળકે જન્મ આપતી વખતે જીવ ગુમાવ્યો હતો. આ સમાચાર બી પ્રાકે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેયર કર્યા છે. આ સમાચાર શેયર કર્યા પછી તેમને લોકોને આ મુશ્કેલ સમયમાં તેને થોડી પ્રાઈવસી આપવા વિનંતી કરી હતી. મીરા પણ ઈમોશનને લાંબા સમય સુધી કાબૂમાં રાખી શકી નહીં અને સોશિયલ મીડિયા પર તેણે એક પોસ્ટ શેયર કરી. તેણે લખ્યું કે તે કેવી રીતે તેના બાળકને પ્રેમ કરવાનું ભૂલી શકશે નહીં.

બી પ્રાકની પત્ની મીરાએ શેયર કરી એક ઈમોશનલ પોસ્ટ

બોલિવૂડ સિંગર બી પ્રાકની પત્ની મીરા બચ્ચને આજે સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ કરતા જન્મ દરમિયાન ગુમાવેલી બાળકીના નામ પર એક સુંદર અને હૃદયસ્પર્શી પોસ્ટ શેયર કરી છે. તેણે લખ્યું કે, ‘મારા માટે અત્યાર સુધીની સૌથી મુશ્કેલીવાળી વાતમાં એક દિવસ એ હતો કે જેને એ દિવસે મારે જવા દેવાની હતી જ્યારે પરી તમને સ્વર્ગમાં લઈ ગઈ. તમે હંમેશા મારા દિલમાં અને આત્મામાં રહેશો. મારા નાના દિલની ધડકન, મારું લોહી અને માંસ, મારું બાળક, મારા હોવા અને જીવવાનું કારણ. તમે મને બીજું જીવન આપ્યું અને ઘણું બધું પાછળ છોડી દીધું.

આ પણ વાંચો

અહીં જુઓ મીરા બચ્ચનના ઈમોશનલ પોસ્ટ –

View this post on Instagram

A post shared by MeeraRK (@meera_bachan)

મીરાએ પોતાની દીકરીને પાછી મેળવવાની વ્યક્ત કરી ઈચ્છા

મીરાએ પોતાની પોસ્ટ દ્વારા આગળ કહ્યું કે, ‘પવિત્રતાની નિશાની, તમારી અમારી આસપાસ તમારા હોવાની નિશાની, મને રોજેરોજ કહેવાની નિશાની કે મમ્મી તમે સૌથી મજબૂત છો અને હું તમારામાં હંમેશા છું, જ્યાં સુધી આપણે ફરી નહીં મળીયે ત્યાં સુધી હું યાદ કરતી રહીશ. હું ઈચ્છું છું કે તમે જ્યાં પણ હોવ ત્યાં ખુશ અને શાંતિપૂર્ણ રહો. તમને ખાતરી છે કે મારા કરતાં બીજા કોઈને તમારી જરૂર છે, પરંતુ હું પ્રાર્થના કરીશ કે જ્યારે પણ યોગ્ય સમય હોય ત્યારે તમે મારી પાસે પાછા આવો અને તમે હંમેશા માટે મારી જાન, મારી દુનિયા, મારી પુત્રી ફઝા બનવા માટે તૈયાર રહો- 10-06-2022.’

લોકો કરી રહ્યા છે કોમેન્ટ

મીરાની આ પોસ્ટ પર દરેક લોકો ખૂબ જ પ્રેમ વરસાવી રહ્યા છે. લોકો કહે છે કે તમે મજબૂત રહો, તમને અને તમારા પરિવારને ભગવાન વધુ શક્તિ આપે. આ સિવાય કોમેન્ટ બોક્સમાં એવું લાગે છે કે જાણે પૂર આવી ગયું હોય.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">