લાલબાગચા રાજાના દર્શન કરવા પહોંચ્યો અબરામ ખાન, તેની સાથે ન જોવા મળ્યો શાહરૂખ ખાન

શાહરૂખ ખાનનો પુત્ર અબરામ ખાન (Abram Khan) પણ તેના પિતાની જેમ ચર્ચામાં રહે છે. હાલમાં જ તે મુંબઈમાં લાલબાગચા રાજાના દર્શન કરવા પહોંચ્યો હતો.

લાલબાગચા રાજાના દર્શન કરવા પહોંચ્યો અબરામ ખાન, તેની સાથે ન જોવા મળ્યો શાહરૂખ ખાન
Abram Khan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2022 | 4:02 PM

શાહરૂખ ખાન (Shahrukh Khan) અને ગૌરી ખાનનો નાનો દીકરો અબરામ ખાન (Abram Khan) ‘ગણેશ ચતુર્થી’ના અવસર પર મુંબઈમાં લાલબાગચા રાજાના દર્શન કરવા પહોંચ્યો. તે ગુરુવારે લાલબાગચા રાજાના દર્શન કરવા પહોંચ્યો પરંતુ આ દરમિયાન તેના પિતા શાહરૂખ ખાન તેની સાથે જોવા મળ્યા ન હતા. વાસ્તવમાં અબરામ ખાન તેના પિતા શાહરૂખ ખાનના બોડીગાર્ડ રવિ સાથે લાલબાગચા રાજાના દર્શન કરવા આવ્યો હતો. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

શાહરૂખના પુત્ર અબરામે કર્યા લાલબાગચા રાજાના દર્શન

અબરામ ખાન સાથે શાહરૂખ ખાનનો પર્સનલ બોડીગાર્ડ રવિ જોવા મળ્યો હતો, જેને બ્લુ કલરનું ટી-શર્ટ પહેર્યું છે. તે સાથે જ અબરામે સફેદ કલરનું ટી-શર્ટ, ગ્રે કલરનું શોર્ટ્સ અને સફેદ કલરના સ્નીકર્સ સાથે બ્લેક કલરનું માસ્ક પણ પહેર્યું છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

અહીં જુઓ અબરામ ખાનનો આ લેટેસ્ટ વીડિયો-

View this post on Instagram

A post shared by @varindertchawla

‘મન્નત’માં પણ કરાયું ગણપતિનું સ્વાગત

શાહરૂખ ખાને પણ પોતાના ઘર ‘મન્નત’માં ગણપતિ બાપ્પાનું સ્વાગત કર્યું હતું. તેમને પરિવાર સાથે ગણેશ ચતુર્થીના તહેવારની ખૂબ જ ધૂમધામથી ઉજવણી કરી હતી. બુધવારે શાહરૂખ ખાને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ભગવાન ગણેશની તસવીરો શેયર કરતા કહ્યું હતું કે તેને તેના નાના પુત્ર અબરામ સાથે તેના ઘરે ગણપતિનું સ્વાગત કર્યું છે.

શાહરૂખે પાઠવી ગણેશ ચતુર્થીની શુભેચ્છા

તસવીરો શેયર કરતા શાહરૂખે કેપ્શનમાં લખ્યું કે, ‘મેં અને નાના દીકરાએ ઘરે ગણપતિજીનું સ્વાગત કર્યું. ત્યારપછીના મોદક ખૂબ જ સ્વાદિષ્ટ હતા. શીખામમ એ છે કે સખત મહેનત, દ્રઢ નિશ્ચય અને ભગવાનમાં વિશ્વાસ સાથે, તમે તમારા સપનાને જીતી શકો છો. સૌને ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. શેયર કરેલી તસવીરમાં ગણપતિ સાથે શાહરૂખ ખાન અને અબરામ ખાન જોવા મળે છે.

જન્માષ્ટમી પર પણ શાહરૂખ-અબરામ મળ્યા જોવા

અબરામને તહેવારો સેલિબ્રેટ કરવા ગમે છે. તે જન્માષ્ટમી પર દહીં હાંડીને સેલિબ્રેટ કરતો પણ જોવા મળ્યો હતો. આ દરમિયાન શાહરૂખ ખાન અબરામને પોતાના ખભા પર બેસાડતો હતો અને અબરામ મટકી ફોડતો જોવા મળ્યો હતો.

‘પઠાન’માં દીપિકા સાથે જોવા મળશે શાહરૂખ

શાહરુખ ખાન ટૂંક સમયમાં જ ‘પઠાન’માં જોવા મળવાનો છે. આ ફિલ્મમાં તે ફરી એકવાર દીપિકા પાદુકોણ સાથે જોવા મળશે. આ ફિલ્મમાં જોન અબ્રાહમ પણ જોવા મળશે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન અને જોન અબ્રાહમ એકબીજા સામે ટકરાતા જોવા મળશે. આ ફિલ્મ 25 જાન્યુઆરી 2023ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે.

‘બ્રહ્માસ્ત્ર’માં પણ કરશે કેમિયો

આ ફિલ્મ સિવાય શાહરૂખ ખાન , આલિયા ભટ્ટ અને રણબીર કપૂર સ્ટારર ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં પણ કેમિયો કરતા જોવા મળશે. હાલમાં જ આ જાણકારી મૌની રોયે આપી હતી, જે ફિલ્મમાં નેગેટિવ શેડમાં જોવા મળશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">