Jawan Prevue : નામ તો સુના હોગા’, શાહરૂખ ખાનની ‘જવાન’નું એક્શનથી ભરપૂર પ્રિવ્યુ જુઓ
Jawan Prevue: પઠાણ બાદ ફરી એક વખત કિંગ ખાનનો એક્શન અવતાર ચાહકોને ખુબ પસંદ આવી રહ્યો છે. જવાનનો પ્રિવ્યુ રિલીઝ થતા જ ફરી એક વખત ચાહકોના દિલ પર કિંગ ખાન છવાયો છે. જુઓ જવાનનો પ્રિવ્યું
Shah Rukh Khan Jawan Prevue: શાહરૂખ ખાનની લાંબા સમયથી રાહ જોવાતી ફિલ્મ જવાનનો પ્રિવ્યુ આઉટ થઈ ગયો છે. જવાનના શાનદાર પ્રિવ્યૂએ રિલીઝ થતાની સાથે જ ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ હાઈ-ઓક્ટેન એક્શન થ્રિલર ફિલ્મ પણ સ્ક્રીન પર એ જ તાકત બતાવશે જે પઠાણે બતાવી છે. શાહરૂખ ખાન શાનદાર એક્શન ફોર્મમાં જોવા મળી રહ્યો છે, તો તેની સાથે નયનતારાની દમદાર એન્ટ્રી પણ ચાહકોનો ઉત્સાહ વધારી રહી છે. ફિલ્મમાં દીપિકા પાદુકોણ પણ એક મોટું સરપ્રાઈઝ હશે.
શાહરૂખ ખાનની ફિલ્મ જવાનનો પ્રિવ્યૂ એક્શનથી ભરપૂર છે. પ્રિવ્યુની શરુઆત શાહરૂખ ખાનના અવાજથી શરૂ થાય છે. તે અંતે કહે છે “નામ તો સુના હોગા”
આ પણ વાંચો : Monalisa Photos: ગોવામાં વેકેશન એન્જોય કરી રહી છે મોનાલિસા, તસવીરોએ ખેચ્યું ફેન્સનું ધ્યાન
શાહરુખ ખાનની જવાનમાં દમદાર એન્ટ્રી
શાહરુખ ખાનની એક્શન ફિલ્મ જવાનના પ્રિવ્યુને લઈ ચાહકોની ઉત્સુક્તા એક અલગ લેવલ પર પહોંચી ગઈ છે. મોટા બજેટની ફિલ્મ જવાનના એક્શન અને ઈમોશનનું પરફેક્ટ કોમ્બિનેશન જોવા મળી રહ્યું છે. શાહરુખ ખાનની દમદાર એન્ટ્રી તેમજ તેના તમામ ડાયલોગ ચાહકોનું ધ્યાન ખેંચી રહી છે.
મનોરંજન ઉદ્યોગના કેટલાક મોટા નામોનો સમાવેશ
જવાન એ સૌથી મહત્વાકાંક્ષી ફિલ્મોમાંની એક છે, જે ભારતીય ફિલ્મ માટે અગાઉ ક્યારેય જોવા ન મળી હોય તેવા સ્કેલ પર બનાવવામાં આવી છે, તેને અસાધારણ કલાકારો દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે, જેમાં શાહ સહિત ભારતના તમામ ભાગોમાંથી મનોરંજન ઉદ્યોગના કેટલાક મોટા નામોનો સમાવેશ થાય છે. . સૌથી મોટા નામ સામેલ છે. શાહરૂખ ખાન, નયનથારા અને વિજય સેતુપતિ મુખ્ય ભૂમિકામાં છે, તેમાં દીપિકા પાદુકોણ, સાન્યા મલ્હોત્રા, પ્રિયમણી, ગિરિજા ઓક, સંજીતા ભટ્ટાચાર્ય, લેહર ખાન, આલિયા કુરેશી, રિદ્ધિ ડોગરા, સુનીલ ગ્રોવર અને મુકેશ છાબરા પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
જવાન ફિલ્મ 7 સપ્ટેમ્બર 2023ના રોજ રિલીઝ થશે
તમને જણાવી દઈએ કે આ વર્ષે મે મહિનામાં ફિલ્મના મેકર્સે ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરી હતી. આ અપડેટની જાહેરાત મોશન પિક્ચર સાથે કરવામાં આવી હતી. આ ફિલ્મ હિન્દી ઉપરાંત તમિલ અને તેલુગુમાં પણ રિલીઝ થશે. જવાન એ રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ પ્રેઝન્ટેશન છે, જેનું નિર્દેશન એટલી દ્વારા કરવામાં આવ્યું છે, ગૌરી ખાન દ્વારા નિર્મિત અને ગૌરવ વર્મા દ્વારા સહ-નિર્માણ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 7 સપ્ટેમ્બર 2023ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં હિન્દી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં રિલીઝ થશે.