AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Madhuri and Karishma : માધુરી દીક્ષિત અને કરિશ્માની જોડીએ ફરીથી કર્યું ‘દિલ તો પાગલ…’, જુઓ અદ્ભુત ડાન્સ વીડિયો અને ફોટા

Madhuri Dixit Karishma Kapoor : કરિશ્મા કપૂર અને માધુરી દીક્ષિતને એકસાથે જોઈને ફરી એકવાર ફિલ્મ 'દિલ તો પાગલ હૈ'ની યાદો તાજી થઈ ગઈ. બંનેએ શાનદાર ડાન્સ મૂવ્સથી ચાહકોનું દિલ જીતી લીધું હતું. જુઓ વીડિયો અને ફોટા

Madhuri and Karishma : માધુરી દીક્ષિત અને કરિશ્માની જોડીએ ફરીથી કર્યું 'દિલ તો પાગલ...', જુઓ અદ્ભુત ડાન્સ વીડિયો અને ફોટા
Madhuri Dixit Karishma Kapoor
TV9 Gujarati
| Edited By: | Updated on: May 31, 2023 | 7:20 PM
Share

Madhuri Dixit Karishma Kapoor Dance : માધુરી દીક્ષિત અને કરિશ્મા કપૂર 90ના દાયકાની ટોપ અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. ડાન્સિંગ ડિવા તરીકે ફેમસ આ બંને અભિનેત્રીઓ આજે પણ ફિટ અને એક્ટિવ છે. જ્યારે કરિશ્મા અને માધુરીની જોડી એકસાથે જોવા મળી ત્યારે ફરી એકવાર ફિલ્મ ‘દિલ તો પાગલ હૈ’ની (Dil to Pagal hai) યાદો ચાહકોના મનમાં તાજી થઈ ગઈ છે. આ ફિલ્મને ચાહકો તરફથી ઘણો પ્રેમ મળ્યો છે. હવે ફરી એકવાર કરિશ્મા અને માધુરીએ પોતાના ડાન્સથી ફેન્સને દિવાના બનાવી દીધા છે.

આ પણ વાંચો : 

કરિશ્માએ શેર કરેલા વીડિયોમાં તે તેની ડાન્સ પાર્ટનર માધુરી દીક્ષિત સાથે ડાન્સ કરી રહી છે. બંને અભિનેત્રીઓ રણબીર કપૂર અને દીપિકા પાદુકોણના ગીત ‘બલમ પિચકારી’ પર શાનદાર ડાન્સ મૂવ્સ બતાવી રહી છે. આ વીડિયોને શેર કરતાં કરિશ્માએ કેપ્શન લખ્યું, ‘ENY’s friendship માટે ડાન્સ’

તમને દિલ કો પાગલ હૈમાં માધુરી અને કરિશ્માનો Envy ડાન્સ તો યાદ જ હશે. ઇન્સ્ટ્રુમેન્ટલ બીટ્સ પર બંને અભિનેત્રીઓ દ્વારા બતાવવામાં આવેલી ડાન્સિંગ મૂવ્સ જોઈને તમે પણ તમારા પગ થનગનવા માટે મજબૂર થઈ જશે.

શાહરૂખ ખાન સાથેની ફિલ્મ દિલ તો પાગલ હૈમાં માધુરી દીક્ષિત અને કરિશ્મા કપૂરને પણ ખૂબ પસંદ કરવામાં આવી હતી. યશ ચોપરાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મના ખૂબ વખાણ થયા હતા.

તમને જણાવી દઈએ કે, માધુરી દીક્ષિત 56 વર્ષની છે અને કરિશ્મા કપૂર 48 વર્ષની છે, પરંતુ બંનેની સુંદરતા જોઈને ઉંમરનો અંદાજ લગાવવો મુશ્કેલ છે.

માધુરી દીક્ષિત ડાન્સિંગ રિયાલિટી શો અને એક્ટિંગની દુનિયામાં પણ ઘણી એક્ટિવ છે. થોડા સમય પહેલા માધુરી વેબ સિરીઝ ધ ફેમ ગેમમાં જોવા મળી હતી.

તે જ સમયે કરિશ્મા કપૂર પણ લાઈમલાઈટમાં છે. કરિશ્મા તાજેતરમાં OTT વેબ સિરીઝ બ્રાઉનમાં જોવા મળી હતી. આ સિરીઝમાં તેની એક્ટિંગના પણ ખૂબ વખાણ થયા હતા.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">