AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karan Johar: કરણ જોહર ક્યારેક બોલિવુડના આ સુપર સ્ટારની પત્નીના પ્રેમમાં હતો પાગલ, અભિનેત્રીએ તોડી નાખ્યું દિલ તો ન કર્યા લગ્ન

તમને જણાવી દઈએ તો કરણ જોહરને પણ ક્યારેક પ્રેમ થયો હતો અને એ પ્રેમથી ઘણો ખેલ પણ થયો હતો કારણ કે કરણ જોહર જેના પર દિલ હારી બેઠો તે બોલિવુડના સુપરસ્ટારની પત્ની છે.

Karan Johar: કરણ જોહર ક્યારેક બોલિવુડના આ સુપર સ્ટારની પત્નીના પ્રેમમાં હતો પાગલ, અભિનેત્રીએ તોડી નાખ્યું દિલ તો ન કર્યા લગ્ન
Karan Johar
TV9 Gujarati
| Edited By: | Updated on: May 21, 2023 | 9:44 AM
Share

કરણ જોહરની ગણતરી બોલિવૂડના સૌથી સફળ અને સૌથી મોટા ફિલ્મ નિર્માતા તરીકે થાય છે. આજે ઈન્ડસ્ટ્રીમાં તેની એક અલગ જ ઓળખ છે. તેણે કુછ કુછ હોતા હૈ, કભી ખુશી કભી ગમ જેવી ઘણી સફળ અને બ્લોકબસ્ટર ફિલ્મો બનાવી છે. જ્યાં એક તરફ તેની પ્રોફેશનલ લાઈફ ઘણી સફળ છે, તો બીજી તરફ જો તેની પર્સનલ લાઈફની વાત કરીએ તો તે હજુ પણ બેચલર છે અને તે તેની આ બેચલર લાઈફના કારણે સતત ચર્ચામાં રહે છે.

કરણની લવ લાઈફ આવી ચર્ચામાં

તમને જણાવી દઈએ કરણ જોહર અત્યારે બે બાળકોના પિતા છે. તેને એક દિકરી અને દિકરો છે પણ તે આજે પણ બેચલર છે. ત્યારે તાજેતરમાં કરણ જોહરની લવ લાઈફ વીશેની ખબરો સામે આવી છે. તમને જણાવી દઈએ તો કરણ જોહરને પણ ક્યારેક પ્રેમ થયો હતો અને એ પ્રેમથી ઘણો ખેલ પણ થયો હતો કારણ કે કરણ જોહર જેના પર દિલ હારી બેઠો તે બોલિવુડના સુપરસ્ટારની પત્ની છે.

અત્યારે કરણ જોહરની ઉંમર 50 વર્ષથી વધુ છે, પરંતુ તેણે હજુ સુધી લગ્ન કર્યા નથી. જો કે એવું નથી કે તેણે ક્યારેય લગ્ન કરવાનું વિચાર્યું ન હતું, પરંતુ એક સમયે તેનું દિલ બોલિવૂડ અભિનેત્રી માટે ધડકતું હતું. કરણ તે અભિનેત્રીને ખૂબ પ્રેમ કરતો હતો, પરંતુ તે લગ્ન કરી શક્યો નહીં.

આ અભિનેત્રીના પ્રેમમાં પાગલ હતો કરણ

જે અભિનેત્રી પર કરણ જોહરને પ્રેમ થયો તે બોલીવુડ સુપરસ્ટાર અક્ષય કુમારની પત્ની અને અભિનેત્રી ટ્વિંકલ ખન્ના છે. કરણ અને ટ્વિંકલ એકબીજાના ઘણા સારા અને જૂના મિત્રો છે. બંનેએ એક જ બોર્ડિંગ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો હતો. એવું કહેવાય છે કે એક સમયે તે ટ્વિંકલને પ્રેમ કરતો હતો અને તેની સાથે લગ્ન કરવા પણ માંગતો હતો.

ટ્વિંકલે તોડ્યુ કરણનું દિલ?

કરણ જોહરે વર્ષ 1998માં ફિલ્મ કુછ કુછ હોતા હૈથી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી હતી. કરણ ઈચ્છતો હતો કે ટ્વિંકલ ખન્ના આ ફિલ્મમાં કામ કરે, પરંતુ અભિનેત્રીએ આ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી હતી. કરણે પોતે એક વાર કહ્યું હતું કે ટ્વિંકલના આવું કરવાથી તેનું દિલ તૂટી ગયું હતું.

અક્ષય સાથે લગ્નના 22 વર્ષ

ટ્વિંકલ ખન્નાએ વર્ષ 2001માં બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર સાથે સમાધાન કરી લીધું હતું. બંનેના લગ્નને લગભગ 22 વર્ષ થઈ ગયા છે. બંનેને બે બાળકો પણ છે, જેમના નામ આરવ અને નિતારા છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">