AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kalki 2898 AD : ‘કલ્કી 2898 એડી’ના મહત્વના દ્રશ્યો લીક, દીપિકા પાદુકોણ સાથે છે ખાસ કનેક્શન

Kalki 2898 AD : પૈન ઈન્ડિયા ફિલ્મ 'કલ્કી 2898 એડી' રિલીઝ થઈ ગઈ છે. પ્રભાસ, દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન અને કમલ હાસનની આ ફિલ્મની લોકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. હવે તે થિયેટરોમાં છે. જો કે 'કલ્કી 2898 એડી'ના રિલીઝના પહેલા શો બાદ ફિલ્મના સીન લીક થવા લાગ્યા છે.

Kalki 2898 AD : 'કલ્કી 2898 એડી'ના મહત્વના દ્રશ્યો લીક, દીપિકા પાદુકોણ સાથે છે ખાસ કનેક્શન
scenes of Kalki 2898 AD
| Updated on: Jun 27, 2024 | 9:52 AM
Share

પ્રભાસ, દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન અને કમલ હાસનની સમગ્ર ભારતમાં ફિલ્મ ‘કલ્કી 2898 એડી’ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. સોશિયલ મીડિયા પર આ ફિલ્મને લઈને ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે.

દેશ-વિદેશના ચાહકો આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત હતા. હવે બધાની રાહ પૂરી થઈ છે, પ્રભાસની ‘કલ્કી 2898 એડી’ મોટા પડદા પર રિલીઝ થઈ ગઈ છે. પરંતુ રિલીઝ થતાની સાથે જ ફિલ્મના કેટલાક સીન સોશિયલ મીડિયા પર લીક થઈ ગયા છે.

ચાહકો આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત

પ્રભાસ, દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન અને કમલ હાસનની સમગ્ર ભારતમાં ફિલ્મ ‘કલ્કી 2898 એડી’ સિનેમાઘરોમાં ધૂમ મચાવી છે. સોશિયલ મીડિયા પર આ ફિલ્મને લઈને જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. દેશ-વિદેશના ચાહકો આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત હતા. હવે બધાની રાહ પૂરી થઈ છે, પ્રભાસની ‘કલ્કી 2898 એડી’ મોટા પડદા પર રિલીઝ થઈ ગઈ છે. પરંતુ રિલીઝ થતાની સાથે જ ફિલ્મના કેટલાક સીન સોશિયલ મીડિયા પર લીક થઈ ગયા છે.

(Credit Source : @tarak9999SM)

જો કે ઘણીવાર જ્યારે પણ કોઈ ફિલ્મ રિલીઝ થાય છે, ત્યારે તેના સીન અથવા તો આખી ફિલ્મ લીક થઈ જાય છે. પરંતુ ‘કલ્કી 2898 એડી’ના જે સીન લીક થયા છે તે ફિલ્મનો મુખ્ય ભાગ માનવામાં આવે છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે પ્રભાસ કોઈ ભારે વસ્તુને હાથ વડે રોકી રહ્યો છે. જ્યારે તેને સામેથી બતાવવામાં આવે છે ત્યારે તેના પર એક પ્રતિમા છે. પરંતુ જેમ-જેમ સીન આગળ વધે છે તેમ તેમ દીપિકા પાદુકોણ જોવા મળે છે.

સીનમાં દીપિકા પાદુકોણ પ્રેગ્નન્ટ દેખાઈ રહી છે

નોંધનીય વાત એ છે કે આ સીનમાં દીપિકા પાદુકોણ પ્રેગ્નન્ટ દેખાઈ રહી છે. તેનો બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. જો કે આ સીન ફિલ્મની સ્ટોરી સાથે કેવી રીતે જોડાયેલ હશે તે તો મુવી જોયા બાદ જ ખબર પડશે. પરંતુ આ જોયા પછી એમ કહેવું ખોટું નહીં હોય કે ‘કલ્કિ 2898 એડી’નો આ સીન ખૂબ જ મહત્વપૂર્ણ હશે. આ સિવાય ઘણા વીડિયો પણ સામે આવ્યા છે.

(Credit Source : @kumarnaidur17)

એક વીડિયોમાં પ્રભાસ સુપરમેન સ્ટાઈલમાં ઉડતો અને દુશ્મનોનો નાશ કરતો જોવા મળે છે. X પર યુઝર્સ આ તસવીરને બ્લોકબસ્ટર ગણાવી રહ્યા છે. ફિલ્મને લઈને લોકો તરફથી સારો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. એવી અપેક્ષા છે કે ‘કલ્કી 2898 એડી’ તેના શરૂઆતના દિવસે 200 કરોડ રૂપિયા સુધીની કમાણી કરી શકે છે. ફિલ્મનું બજેટ પણ સારું છે.

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">