Sardar Udham Singh Teaser: વિક્કી કૌશલ સ્ટારર ‘સરદાર ઉધમ સિંહ’ નું ટીઝર રિલીઝ, જબરદસ્ત લુકમાં દેખાયા અભિનેતા
સરદાર ઉધમ સિંહ (Sardar Udham Singh) નું શૂટિંગ ડિસેમ્બર 2019 માં પૂર્ણ થયું હતું. મેકર્સ શરૂઆતથી જ આ ખાસ ફિલ્મ માત્ર થિયેટરોમાં રિલીઝ કરવા માંગતા હતા, પરંતુ હવે મજબૂરીમાં મેકર્સ ઓટીટી તરફ વળ્યા છે.
બોલિવૂડ(Bollywood)ના શાનદાર અભિનેતા વિક્કી કૌશલ (vicky kaushal) તેમના ચાહકોમાં નાયાબ અભિનય માટે જાણીતા છે. અભિનેતા તેમની આગામી ફિલ્મ શહીદ ઉધમ સિંહ માટે લાંબા સમયથી સમાચારોમાં છે. હવે આજે વિક્કીનો ડ્રીમ પ્રોજેક્ટ ‘સરદાર ઉધમ સિંહ’ (Sardar Udham Singh) નું ટીઝર ચાહકોની સામે રજૂ કરવામાં આવ્યું છે.
નેશનલ એવોર્ડ જીત્યા બાદ ચાહકો લાંબા સમયથી વિક્કી કૌશલની આગામી ફિલ્મ ‘સરદાર ઉધમ સિંહ’ (Sardar Udham Singh) ના ટીઝરની રાહ જોઈ રહ્યા હતા, જે આજે સમાપ્ત થઈ ગઈ છે.
કેવું છે સરદાર ઉધમ સિંહનું ટીઝર?
આજે વિક્કી કૌશલે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરતા ચાહકો માટે સરદાર ઉધમ સિંહનું ટીઝર શેર કર્યું છે. આ ટીઝરમાં વિક્કી કૌશલની ઝલક એક ફોટો દ્વારા ચાહકોને જોવા મળી રહી છે. ટીઝરમાં એક શાનદાર બેકગ્રાઉન્ડ મ્યુઝિક સંભળાય છે.
ટીઝરમાં એકમાત્ર વસ્તુ બતાવવામાં આવી છે કે સરદાર ઉધમ સિંહનો પાસપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ચાહકોને હજુ પુરી રીતે અભિનેતાનો દેખાવ જોવા મળ્યો નથી. અમે તમને જણાવી દઈએ કે ટીઝર શેર કરતી વખતે, વિક્કીએ લખ્યું છે કે શહીદ ભગત સિંહની જન્મજયંતિ પર, મને તેમના સાથીદાર – સરદાર ઉધમ સિંહ – એક માણસ, ઘણા ઉપનામ, એક મિશનની વાર્તા લાવવામાં ગર્વ થઈ રહ્યો છે.
આ આવનારી ફિલ્મનું ટીઝર રિલીઝ થતાં જ ચાહકોની વચ્ચે છવાઈ ગયું છે. ચાહકો આ ટીઝરને ખૂબ પસંદ કરી રહ્યા છે. ટીઝર જોઈને, ચાહકો હવે તેના પર જબરદસ્ત પ્રતિક્રિયા આપી રહ્યા છે.
View this post on Instagram
ફિલ્મ ક્યારે થશે રિલીઝ?
તાજેતરમાં એવા સમાચાર પણ આવ્યા હતા કે આખરે નિર્માતાઓએ ફિલ્મ રજૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ જ કારણ છે કે આ ફિલ્મ હવે થિયેટરોને બદલે OTT પર રિલીઝ થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નિર્માતાઓએ નક્કી કર્યું છે કે ફિલ્મ સરદાર ઉધમ સિંહ દશેરા સપ્તાહના અંતે થિયેટરને બદલે એમેઝોન પ્રાઇમ વિડીયો પર રજૂ કરવામાં આવશે. હાલમાં, રિલીઝની તારીખ 16 ઓક્ટોબર કહેવામાં આવી રહી છે.
આ ફિલ્મમાં વિક્કી કૌશલ સ્વાતંત્ર્ય સેનાની સરદાર ઉધમ સિંહની બહાદુરી રજૂ કરતા જોવા મળશે. સરદાર ઉધમ સિંહે 1919 માં જલિયાંવાલા બાગ હત્યાકાંડને સાચું ઠહેરાવવા વાળા માઈકલ ઓડવાયર (પંજાબના ભૂતપૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર) ને 1940માં લંડનમાં ગોળી મારી દિધી હતી.
આ પણ વાંચો :- Tusshar Kapoor બાથરૂમમાં સેલ્ફી લેવા બદલ થયા ટ્રોલ, યુઝર્સે કહ્યું- વૃદ્ધ થઈ ગયા છો ગુરુ!
આ પણ વાંચો :- Thalaivii: કંગના રનૌતે 6 મહિનામાં વજન ઘટાડવા- વધારવાનો કર્યો ખુલાસો – ‘કાયમી સ્ટ્રેચ માર્ક્સ આવ્યા છે’