AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સારા અલી ખાને માત્ર 2 મિનિટમાં કરાવ્યા ભારત દર્શન, વિડીયો જોઈને તમે પણ કહેશો ‘અરે વાહ’!

સારા અલી ખાને તેનો લેટેસ્ટ વિડીયો શેર કર્યો છે જેમાં અભિનેત્રી તેના તમામ ફેન્સને દિલ્હીના ઇન્ડિયા ગેટથી બિહારના ખેતરોમાં લઈ ગઈ છે.

સારા અલી ખાને માત્ર 2 મિનિટમાં કરાવ્યા ભારત દર્શન, વિડીયો જોઈને તમે પણ કહેશો 'અરે વાહ'!
Sara Ali Khan show her fans India tour in just 2 minutes
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2021 | 10:18 AM
Share

સારા અલી ખાન (Sara Ali Khan) સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે અને પોતાની પોસ્ટ્સ દ્વારા ચાહકોનું મનોરંજન કરતી રહે છે. હવે તાજેતરમાં સારાએ તેનો લેટેસ્ટ વિડીયો શેર કર્યો છે જેમાં તે દરેકને ભારત દર્શન કરાવી રહી છે. ખરેખર આ વિડીયો એટલો મનોરંજક છે કે ખુબ વાયરલ થઇ રહ્યો છે. સારાનો મસ્તીભર્યો અંદાજ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.

સારા અલી ખાન દિલ્હીમાં ઇન્ડિયા ગેટ પરથી ‘નમસ્તે દર્શકો’ કહેતા વિડીયોની શરૂઆત કરે છે. આ પછી, સારા તેના ફેન્સને બિહારના ખેતરોનો નઝારો બતાવે છે. ત્યાં સારા ઘાસની પોટલી ઉપાડીને ફેન્સને નમસ્તે કરે છે. આ બાદ સારાએ જયપુરના દર્શન ફેન્સને કરાવ્યા છે. જ્યાં તેનો મેકઅપ આર્ટીસ્ટ તેના વાળ તૈયાર કરી રહ્યો છે. આ સમયની સારાની બોલવાની અદા અને વાતો ખુબ જ ફની છે. સારા આ સમયે એવા ડાયલોગ મારે છે કે મેકઅપ મેન પણ હસી પડે છે.

ત્યાર બાદ સારા સાંગલા જાય છે. સારાએ ત્યાંથી બરફથી ઘેરાયેલા પર્વતોની ઝલક આપી અને કહ્યું કે તે સામેના પર્વત પર જશે. એટલું જ નહીં સારા અહિયાં પબ્લિક ટ્રાન્સપોર્ટની મુશાફરી કરતી જોવા મળે છે.

વિડીયોનો શ્રેષ્ઠ ભાગ એ છે કે જ્યારે સારા ઋષિકેશ જાય છે અને 2 છોકરીઓ સાથે ઋષિકેશ અને મુંબઈમાં રહેવા વિશે વાત કરે છે. પછી સારાએ વૈષ્ણો દેવીની યાત્રાનો એક વિડીયો પણ શેર કર્યો છે જેમાં તે ઘોડા પર જઈ રહી છે અને વ્યક્તિ તેને કહે છે કે જો તેણે પાપ કર્યું છે તો તે વૈષ્ણો દેવીની અંદર જઈ શકશે નહીં. અને વિડીયોના અંતમાં ગોવાની જર્ની જોવા મળે છે.

વીડિયોના કેપ્શનમાં સારાએ લખ્યું કે નમસ્તે દર્શકો, દિલ્હીના ઇન્ડીયા ગેટથી બિહારના ખેતર સુધીની સફર. સારાના આવા વિડીયો ખુબ વાયરલ થતા રહે છે. તાજેતરમાં જ નાક કપાઈ જવાનો વિડીયો સારાએ શેર કર્યો હતો. અને આ બાબતે સારાએ તેની મમ્મીની માફી માંગી હતી.

સારાની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ ‘કુલી નંબર 1’ માં જોવા મળી હતી. ફિલ્મમાં સારા સાથે વરુણ ધવન મુખ્ય ભૂમિકામાં હતો. ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યો. હવે સારા ફિલ્મ ‘અતરંગી રે’માં જોવા મળશે. ફિલ્મમાં સારા સાથે અક્ષય કુમાર અને ધનુષ મુખ્ય ભૂમિકામાં છે.

આ પણ વાંચો: શર્લિનના ખુલાસાથી ફરી શિલ્પાનું નામ ચર્ચામાં, કહ્યું આ રીતે શિલ્પાના નામે છેતરતો હતો કુંદ્રા

આ પણ વાંચો: Video: શાહિદ-મીરાની 5 વર્ષની દીકરી બની મેકઅપ આર્ટિસ્ટ, માતાને એવો કર્યો મેકઅપ કે ફેન્સે કહ્યું ‘બેસ્ટ લુક’

મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
g clip-path="url(#clip0_868_265)">