શર્લિનના ખુલાસાથી ફરી શિલ્પાનું નામ ચર્ચામાં, કહ્યું આ રીતે શિલ્પાના નામે છેતરતો હતો કુંદ્રા

રાજ કુંદ્રા કેશમાં શનિવારે શર્લિન ચોપરાને પોલીસે પૂછપરછ માટે બોલાવી હતી. આ બાદ એક મીડિયા સમક્ષ શર્લિને મોટો ધડાકો કર્યો છે.

શર્લિનના ખુલાસાથી ફરી શિલ્પાનું નામ ચર્ચામાં, કહ્યું આ રીતે શિલ્પાના નામે છેતરતો હતો કુંદ્રા
Sherlyn Chopra reveals, Raj Kundra told her that Shilpa Shetty likes her videos
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2021 | 9:40 AM

રાજ કુંદ્રા (Raj Kundra) કેસમાં મુંબઈની ક્રાઈમ બ્રાન્ચે શુક્રવારે મોડેલ-અભિનેત્રી શર્લિન ચોપરાને (Sherlyn Chopra) પૂછપરછ માટે બોલાવી હતી. આ પૂછપરછ લગભગ 8 કલાક સુધી ચાલી. જેમાં શર્લિને રાજ કુંદ્રા વિશે ઘણા મોટા ખુલાસા કર્યા છે. શર્લિન ચોપરાને 160 CrPC હેઠળ પ્રોપર્ટી સેલ ડિપાર્ટમેન્ટ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું હતું. પોલીસની પૂછપરછ બાદ શર્લિનએ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) વિશે ખુલાસો કર્યો છે.

ખાનગી સમાચાર સંસ્થા સાથેની ખાસ વાતચીતમાં શર્લિનએ કહ્યું છે કે રાજ કુંદ્રાએ તેને એમ કહીને ગેરમાર્ગે દોરી હતી કે શિલ્પા શેટ્ટી તેના વિડીયોને પસંદ કરી રહી છે. શર્લિને આગળ કહ્યું કે રાજ મારો મેન્ટોર હતો. તેણે મને એમ કહીને ગેરમાર્ગે દોરી કે હું જે પણ શૂટ કરું છું તે ગ્લેમર માટે છે.

શિલ્પા શેટ્ટીને વિડીયો ગમ્યા

રસ્તા પર અંતિમયાત્રા જોવી એ શું સંકેતો આપે છે?
ઘોડાની નાળમાંથી બનેલી વીંટી પહેરવી યોગ્ય છે કે અયોગ્ય? પ્રેમાનંદ મહારાજે આપ્યો સચોટ જવાબ
Mauni Amavasya 2025: મૌની અમાસ પર બની રહ્યો ત્રિવેણી યોગ! આ 5 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ
Tech Tips: Phoneમાં નથી આવતુ નેટવર્ક? તો બસ કરી લો આ કામ
આજનું રાશિફળ તારીખ : 23 જાન્યુઆરી, 2025
Luxury Train : દુનિયાની સૌથી મોંઘી ટ્રેન છે ભારતમાં, ભાડું જાણી ચોંકી જશો

શર્લીને કહ્યું કે “રાજ કુંદ્રાએ મને કહ્યું હતું કે શિલ્પા શેટ્ટી તેના વિડીયો અને ફોટાને પસંદ કરી રહી છે. તેણે વિશ્વાસ અપાવ્યો કે અર્ધ નગ્ન અને પોર્ન કેઝ્યુઅલ છે. દરેક જણ કરે છે તેથી મારે પણ કરવું જોઈએ.”

ખબર નહોતી કે હું ફસાઈ જઈશ

શર્લિનએ કહ્યું કે મને ખબર નહોતી કે ક્યાંથી શરૂઆત કરવી. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે એક દિવસ હું આવા કૌભાંડમાં ફસાઈ જઈશ અને મારે ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ નિવેદન આપવું પડશે. જ્યારે હું રાજ કુંદ્રાને પહેલી વાર મળી ત્યારે મને લાગ્યું કે મારું આખું જીવન બદલાઈ જશે. મેં વિચાર્યું કે મને મોટો બ્રેક મળ્યો છે પરંતુ મેં ક્યારેય વિચાર્યું ન હતું કે શિલ્પા શેટ્ટીનો પતિ મને ખોટા કામ કરવા માટે મજબૂર કરશે.

શર્લિનએ આગળ કહ્યું કે મેં આર્મ્સપ્રાઇમ સાથે કરાર કર્યો અને વિડીયો બનાવવાનું શરૂ કર્યું. શરૂઆતમાં એક ગ્લેમરસ વિડીયો હતો. તે પછી આ બોલ્ડ ફિલ્મો બનવા લાગી અને બાદમાં મારે સેમી ન્યૂડ અને ન્યૂડ વિડીયો બનાવવા પડ્યા. મને હંમેશા કહેવામાં આવતું હતું કે તેમાં કંઈ ખોટું નથી કારણ કે દરેક જણ કરે છે.

શિલ્પા શેટ્ટી દ્વારા થતી હતી પ્રેરિત

શર્લિને ઈન્ટરવ્યુમાં કહ્યું કે રાજ કુંદ્રા હંમેશા તેને કહેતો કે શિલ્પા શેટ્ટીને તેના વિડીયો અને ફોટા ગમે છે. આનાથી તેને વિડીયો પર કામ કરવાની પ્રેરણા મળી. શર્લિને કહ્યું કે ‘જ્યારે તમે શિલ્પા શેટ્ટી જેવા લોકોથી પ્રેરિત થાવ છો, ત્યારે તમે સમજી શકતા નથી કે શું ખોટું છે અને શું સાચું છે. જ્યારે મને આવા વિડીયો બનાવવા માટે પ્રશંસા મળતી હતી, ત્યારે હું તેને વધુ સારા બનાવવાનો પ્રયત્ન કરતી હતી.’

જ્યારે શર્લિનને કહેવામાં આવ્યું કે શિલ્પા શેટ્ટીએ તમામ આરોપોને નકારી દીધા છે અને કહ્યું છે કે તેને આવી સામગ્રીનો કોઈ ખ્યાલ નથી ત્યારે શર્લિનએ કહ્યું કે શિલ્પા ખૂબ વ્યસ્ત રહે છે. તે કદાચ ભૂલી ગઈ હશે.

આ પણ વાંચો: Video: શાહિદ-મીરાની 5 વર્ષની દીકરી બની મેકઅપ આર્ટિસ્ટ, માતાને એવો કર્યો મેકઅપ કે ફેન્સે કહ્યું ‘બેસ્ટ લુક’

આ પણ વાંચો: Raj Kundra Case: પોલીસે શર્લિન ચોપરાની 8 કલાક પૂછપરછ કરી, અભિનેત્રીને પૂછ્યા મોટા પ્રશ્નો

g clip-path="url(#clip0_868_265)">