AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘Maatrubhumi’ ના ટ્રેલરમાં એવું તો શું છે? 4 મિનિટમાં જ બધું બતાવી દીધું, AI વિઝ્યુઅલ્સ અને VFX પર ઉઠ્યા સવાલ

સલમાન ખાનની ફિલ્મ 'Maatrubhumi: May War Rest in Peace' નું ટ્રેલર રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર સસપેન્સ અને ચર્ચાનો માહોલ ગરમ થઈ ગયો છે. એક તરફ દેશભક્તિ, એક્શન અને સલમાન ખાનના કર્નલ અવતારની પ્રશંસા થઈ રહી છે, તો બીજી તરફ કેટલાંક ખાસ સીન અને AI વિઝ્યુઅલ્સને લઈને દર્શકોમાં મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે.

'Maatrubhumi' ના ટ્રેલરમાં એવું તો શું છે? 4 મિનિટમાં જ બધું બતાવી દીધું, AI વિઝ્યુઅલ્સ અને VFX પર ઉઠ્યા સવાલ
Image Credit source: You Tube
| Updated on: Nov 11, 2026 | 5:15 PM
Share

બૉલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની આગામી ફિલ્મ ‘માતૃભૂમિ: મે વૉર રેસ્ટ ઇન પીસ’ (Maatrubhumi: May War Rest in Peace) નું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. રાત્રે મંગળવારને રોજ 10 નવેમ્બરે સામે આવેલા 4 મિનિટ 35 સેકન્ડના આ ટ્રેલરમાં દેશભક્તિ, ઇમોશન, રૉમાન્સ અને જબરદસ્ત જંગનું શાનદાર મિશ્રણ જોવા મળી રહ્યું છે.

આ મૂવીમાં સલમાન ખાન એક ભારતીય સેનાના કર્નલની ભૂમિકા ભજવી રહ્યો છે, જે યુદ્ધને બદલે શાંતિનો રસ્તો પસંદ કરવા માંગે છે. સલમાન ખાનની આ મૂવીના ટ્રેલરને ઘણા લોકોએ પસંદ કર્યું છે, તો કેટલાકે AI વિઝ્યુઅલ્સ અને VFXને લઈને સવાલો ઉઠાવ્યા છે.

‘Maatrubhumi’ ના ટ્રેલર પર ‘મિશ્ર પ્રતિક્રિયા’

ટ્રેલર રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર ફિલ્મને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ. સલમાન ખાનના કેટલાક પ્રશંસકોએ ટ્રેલરની પ્રશંસા કરી, તો અનેક યૂઝર્સે તેની લંબાઈ અને વિઝ્યુઅલ ઇફેક્ટ્સ પર સવાલો ઉઠાવ્યા. કેટલાક લોકોનું માનવું છે કે, 4 મિનિટ 35 સેકન્ડનું ટ્રેલર ઘણું લાંબુ છે અને તેમાં ફિલ્મની સ્ટોરીના ખાસ સીન્સ તો પહેલા જ બતાવી દેવામાં આવ્યા છે.

બીજી તરફ કેટલાક યૂઝર્સે ટ્રેલરમાં AIથી તૈયાર કરવામાં આવેલા વિઝ્યુઅલ્સના ઉપયોગનો આરોપ લગાવ્યો અને VFXની ક્વોલિટીને લઈને પણ નારાજગી વ્યક્ત કરી. એક યૂઝરે મજાકિયા અંદાજમાં લખ્યું, ‘ટ્રેલર ઠીક-ઠાક છે પરંતુ ડાયલૉગ્સ અને AI જનરેટેડ સીન્સે મજા થોડી ઓછી કરી દીધી.’

અન્ય એક યૂઝરે કટાક્ષ કરતા કહ્યું કે, ટ્રેલર જોઈને એવું લાગી રહ્યું છે; જાણે ભૂલથી આખી ફિલ્મ જ રિલીઝ કરી દેવામાં આવી હોય. જો કે, કેટલાક દર્શકોને ફિલ્મનો કન્સેપ્ટ અને સલમાન ખાનનું પાત્ર પસંદ આવ્યું છે. એવામાં ફિલ્મને લઈને દર્શકોના અભિપ્રાય હાલ વહેંચાયેલા નજરે પડી રહ્યા છે.

દેશની રક્ષા સાથે શાંતિનો સંદેશ આપશે Salman Khan

ફિલ્મનું ટ્રેલર એક દમદાર ડાયલૉગ સાથે શરૂ થાય છે, ‘તે સૈનિકથી વધારે યુદ્ધથી કોઈ નફરત નથી કરતું, જેણે તેને જીવ્યું હોય… કારણ કે યુદ્ધ ફક્ત એ સૈનિકો માટે પૂરું થાય છે, જે તેમાં મરી જાય છે.’ સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ: મે વૉર રેસ્ટ ઇન પીસ’નું નિર્દેશન અૂર્વ લાખિયાએ કર્યું છે. ફિલ્મનું નામ પહેલા ‘બેટલ ઑફ ગલવાન’ રાખવામાં આવ્યું હતું પરંતુ બાદમાં તેનું ટાઈટલ બદલીને ‘માતૃભૂમિ’ કરી દેવામાં આવ્યું. ફિલ્મ 4 ડિસેમ્બર 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

ન તો સોનું, ન ચાંદી, ન લોખંડ, તો પછી “રામાયણના રામ” રણબીર કપૂરનું કવચ શેનું બનેલું છે? જેને બનાવવામાં 3.5 વર્ષ લાગ્યા

Follow Us
ગીરસોમનાથ: રાખેજમાં શેરડીના ખેતરમાં આગ લાગતા ખેડૂતને નુકસાન
ગીરસોમનાથ: રાખેજમાં શેરડીના ખેતરમાં આગ લાગતા ખેડૂતને નુકસાન
સુરતમાં પોલીસના કબજામાં રહેલી 26 બાઇક બનીને રાખ
સુરતમાં પોલીસના કબજામાં રહેલી 26 બાઇક બનીને રાખ
ભાઈબીજના દિવસે દ્વારકાધિશ મંદિરમાં ઉમટ્યુ માનવ મહેરામણ- જુઓ Video
ભાઈબીજના દિવસે દ્વારકાધિશ મંદિરમાં ઉમટ્યુ માનવ મહેરામણ- જુઓ Video
Breaking News : માતા-પિતાની બેદરકારીથી બાળક પટકાયુ
Breaking News : માતા-પિતાની બેદરકારીથી બાળક પટકાયુ
જંગલના રાજાને જોવા પ્રવાસીઓની પડાપડી !
જંગલના રાજાને જોવા પ્રવાસીઓની પડાપડી !
સાયબર ફ્રોડમાં વધ્યો AIનો ઉપયોગ, લોકોને સવાચેત રહેવા પોલીસની અપીલ
સાયબર ફ્રોડમાં વધ્યો AIનો ઉપયોગ, લોકોને સવાચેત રહેવા પોલીસની અપીલ
દિવાળીના વેકેશનમાં દેવળિયા સફારી પાર્કમાં પ્રવાસીઓનો વધ્યો ધસારો
દિવાળીના વેકેશનમાં દેવળિયા સફારી પાર્કમાં પ્રવાસીઓનો વધ્યો ધસારો
ગુજરાતના મંદિરોમાં નૂતન વર્ષની ભવ્ય ઉજવણી, ભગવાનને સોનાવેશનો શણગાર
ગુજરાતના મંદિરોમાં નૂતન વર્ષની ભવ્ય ઉજવણી, ભગવાનને સોનાવેશનો શણગાર
ભાવનગરનમાં અસલી ફૂલોની રોનક ફિક્કી પડી, કૃત્રિમ ફુલોના વેચાણમાં તેજી
ભાવનગરનમાં અસલી ફૂલોની રોનક ફિક્કી પડી, કૃત્રિમ ફુલોના વેચાણમાં તેજી
કચ્છ પોલીસે 8.46 કરોડના સાયબર ફ્રોડનો કર્યો પર્દાફાશ
કચ્છ પોલીસે 8.46 કરોડના સાયબર ફ્રોડનો કર્યો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">