AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ન તો સોનું, ન ચાંદી, ન લોખંડ, તો પછી “રામાયણના રામ” રણબીર કપૂરનું કવચ શેનું બનેલું છે? જેને બનાવવામાં 3.5 વર્ષ લાગ્યા

રામાયણ ફિલ્મમાં રણબીક કપૂરે રામ બની ચાહકોનું દિલ જીતી લીધું છે. તેના પાત્રના ખુબ વખાણ થઈ રહ્યા છે. હવે કવચ વિશે પણ ચર્ચાઓ થઈ રહી છે. જે રામની ભૂમિકા નિભાવતા પહેર્યું છે.

ન તો સોનું, ન ચાંદી, ન લોખંડ, તો પછી રામાયણના રામ રણબીર કપૂરનું કવચ શેનું બનેલું છે? જેને બનાવવામાં 3.5 વર્ષ લાગ્યા
| Updated on: Nov 11, 2026 | 10:08 AM
Share

નિતેશ તિવારીના નિર્દેશનમાં બનેલી રામાયણ ફિલ્મ 5 નવેમ્બરના રોજ દુનિયાભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. જ્યારથી આ ફિલ્મ રિલીઝ થઈ છે. તેની ચારેબાજુ ચર્ચા થઈ રહી છે. ફિલ્મે શાનદાર કમાણી કરી છે. પાંચ દિવસમાં 600 કરોડને પાર કમાણી કરી છે. ફિલ્મની કમાણીની સાથે સાથે ફિલ્મના કલાકારો તેના અભિનય અને લુક તેમજ તેમણે પહેરેલા કવચની ચર્ચા કરી રહ્યા છે. નિતેશ તિવારીના નિર્દેશમાં બનેલી રામાયણ ખુબ મોટા બજેટમાં બનાવવામાં આવી છે. જેમાં વીએફએક્સ અને કોસ્ચ્યુમ પર ખુબ પૈસા ખર્ચ્યા છે.

યશે રાવણની ભૂમિકા નિભાવતા 33 કિલોના પોષાક અને 1.8 કિલોનું મુકુટ પહેર્યું છે. પરંતુ શું તમે જાણો છો કે, રામની ભૂમિકા નિભાવી રહેલા રણબીર કપૂરનું કવચ કોણે તૈયાર કર્યું છે. તમે જાણીને ચોંકી જશો કે, રણબીર કપૂરે જે કવચ પહેર્યું છે. તે ન તો સોના-ચાંદીનું કે મોંઘી ધાતુથી બનેલું છે. અને સ્ટીલ કે લોખંડથી બનેલું છે. આ કવચ રબરથી તૈયાર કરવામાં આવ્યું છે.

રબરથી બનાવવામાં આવ્યું છે રણબીર કપૂરનું કવચ

ફિલ્મમાં ભગવાન રામની ભૂમિકા નિભાવી રહેલા રણબીર કપૂરનું કવચ આસામના એક નાનાકડા ગામના કારીગરોએ તૈયાર કર્યું છે. ખાસ વાત એ છે કે, વેંત અને રબરનો ઉપયોગ કરીને બનાવેલ આ કવચ બનાવવામાં આ કારીગરોને લગભગ દોઢ વર્ષનો સમય લાગ્યો. ગામના લગભગ 15 કારીગરોએ સાથે મળીને પોતાના હાથે આ કવચ બનાવ્યું હતું, પરંતુ કારીગરોને પોતે જ ખ્યાલ નહોતો કે તેઓ કોના માટે બનાવી રહ્યા છે.

અંદાજે સાડા 3 વર્ષમાં 30 થી 35 કવચ તૈયાર કર્યા હતા. પરંતુ આ કામ દરમિયાન કારીગરોને ખબર ન હતી કે, આ કોઈ ફિલ્મ માટે બનાવી રહ્યા છે. ફિલ્મ રિલીઝ થયા પછી જાણ થઈ કે, આ કવચ રામાયણ ફિલ્મ માટે બનાવ્યું છે.

રામાયણ ફિલ્મે કેટલી કમાણી કરી?

રણબીર કપૂરની રામાયણ ફિલ્મે સૈકનિલ્કના રિપોર્ટ મુજબ રિલીઝ થયાને 6 દિવસમાં 94 કરોડ રુપિયા કમાયા છે. ફિલ્મે ગ્રોસ કલેક્શન તરીકે 112.60 કરોડ રુપિયાનું કલેક્શન કર્યું છે. ઓવરસીઝ કલેક્શન મામલે આ ફિલ્મે 35 કરોડ રુપિયાની કમાણી કરી છે. દુનિયાભરમાં આ ફિલ્મે 147.60 કરોડનું કલેક્શન કર્યું છે. નેટ કલેક્શન મામલે 6 દિવસમાં 440.45 કરોડ રુપિયાનું કલેક્શન કર્યું છે. તો બીજી બાજુ આ ફિલ્મે ગ્રોસ કલેક્શન મામલે 6 દિવસમાં 526.50 કરોડ રુપિયાની કમાણી કરી છે.

Ramayana Ravan Look : 7 કિલોના ઘરેણાં, 1.8 કિલોનો મુગટ કોસ્ચ્યુમ ડિઝાઇનરે યશના રાવણ લુક વિશે શું કહ્યું? અહી ક્લિક કરો

Follow Us
દિવાળીના વેકેશનમાં દેવળિયા સફારી પાર્કમાં પ્રવાસીઓનો વધ્યો ધસારો
દિવાળીના વેકેશનમાં દેવળિયા સફારી પાર્કમાં પ્રવાસીઓનો વધ્યો ધસારો
ગુજરાતના મંદિરોમાં નૂતન વર્ષની ભવ્ય ઉજવણી, ભગવાનને સોનાવેશનો શણગાર
ગુજરાતના મંદિરોમાં નૂતન વર્ષની ભવ્ય ઉજવણી, ભગવાનને સોનાવેશનો શણગાર
ભાવનગરનમાં અસલી ફૂલોની રોનક ફિક્કી પડી, કૃત્રિમ ફુલોના વેચાણમાં તેજી
ભાવનગરનમાં અસલી ફૂલોની રોનક ફિક્કી પડી, કૃત્રિમ ફુલોના વેચાણમાં તેજી
કચ્છ પોલીસે 8.46 કરોડના સાયબર ફ્રોડનો કર્યો પર્દાફાશ
કચ્છ પોલીસે 8.46 કરોડના સાયબર ફ્રોડનો કર્યો પર્દાફાશ
જામનગરના દરેડ GIDCમાં કારખાનામાં ભીષણ આગ
જામનગરના દરેડ GIDCમાં કારખાનામાં ભીષણ આગ
નાની બાળકીના એક જ સવાલે DSP મેડમની 'બોલતી બંધ' કરી
નાની બાળકીના એક જ સવાલે DSP મેડમની 'બોલતી બંધ' કરી
નડિયાદમાં ભીષણ આગ: 4 સિલિન્ડર બ્લાસ્ટ, 12 સ્ટોલ બળીને ખાખ
નડિયાદમાં ભીષણ આગ: 4 સિલિન્ડર બ્લાસ્ટ, 12 સ્ટોલ બળીને ખાખ
તહેવારોમાં મીઠાઈ ખરીદતા પહેલા ચેતજો, 'કિડની-લિવર ફેઈલ' થઈ શકે છે
તહેવારોમાં મીઠાઈ ખરીદતા પહેલા ચેતજો, 'કિડની-લિવર ફેઈલ' થઈ શકે છે
'ઘી' ની શુદ્ધતા ચકાસવા માટેનો સરળ સુગર ટેસ્ટ - જુઓ Video
'ઘી' ની શુદ્ધતા ચકાસવા માટેનો સરળ સુગર ટેસ્ટ - જુઓ Video
નવા વર્ષે સાળંગપુરમા કષ્ટભંજન દેવને કરાયો 8 કિલો સોનાના વાઘાનો શણગાર
નવા વર્ષે સાળંગપુરમા કષ્ટભંજન દેવને કરાયો 8 કિલો સોનાના વાઘાનો શણગાર
g clip-path="url(#clip0_868_265)">