Salman Khan Firing Case: સલમાન ખાન પર AK-47થી ગોળી ચલાવવાનો હતો પ્લાન, પાકિસ્તાનથી મગાવ્યા હતા હથિયારો

|

Jun 01, 2024 | 11:42 AM

સુપરસ્ટાર સલમાન ખાન ફાયરિંગ કેસમાં એક મોટું અપટેડ સામે આવ્યું છે. મુંબઈ પોલિસ આ મામલે તપાસ કરી રહી છે. ત્યારે તેમણે 4 શૂટરોની ધરપકડ કરી છે. તો ચાલો જાણી લો શું છે સમગ્ર વાત

Salman Khan Firing Case: સલમાન ખાન પર  AK-47થી ગોળી ચલાવવાનો હતો પ્લાન, પાકિસ્તાનથી મગાવ્યા હતા હથિયારો

Follow us on

સુપર સ્ટાર સલમાન ખાનના ફાયરિંગ કેસમાં નવી અપટેડ સામે આવી છે. સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં થયેલી ફાયરિંગના મામલે પોલીસની તપાસ સતત ચાલું છે. આ મામલે હવે નવી મુંબઈ પોલિસે 4 શૂર્ટસની ધરપકડ કરી છે. સુપરસ્ટાર પર હુમલાનું મોટું શ્રડયંત્ર કરવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે. મુંબઈ પોલિસે સલમાન ખાનના આ કેસ મામલે મોટી સફળતા મેળવી છે. પોલિસે મુંબઈના પનવેલ શહેરથી આ 4 શૂર્ટરની ધરપકડ કરી છે.

ચારેય શૂર્ટસ લોરેન્સ બિશ્રોઈ ગેંગના

આ 4 શૂર્ટર એક જ ગેંગના છે. આટલું જ નહિ પરંતુ આ ચારેય શૂર્ટસ લોરેન્સ બિશ્રોઈ ગેંગના છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, ગેલેક્સી એપાર્ટમેન્ટ પર હુમલો કર્યા પહેલા આ ચારેય સલમાન ખાનના પનવેલ વાળા ફાર્મ હાઉસની આસપાસ આંટા-ફેરા માર્યા હતા. તેમણે પહેલા પનવેલ ફાર્મ હાઉસમાં હુમલાનું શ્રડયંત્ર રચ્યું હતુ.

સલમાન ખાન પર પનવેલમાં હુમલો કરવાના હતા

મળતી જાણકારી અનુસાર આ ચારેય શૂર્ટસને Ak 47 સહિત અન્ય હથિયારથી ફાયરિંગ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પોલિસે આરોપીઓના મોબાઈલથી અનેક વીડિયો પણ મળ્યા છે. આ સિવાય સલમાન ખાન પર પનવેલમાં હુમલો કરવા માટે પાકિસ્તાની હથિયાર સપ્લાયર પાસેથી હથિયાર મંગાવવાનો પ્લાન કર્યો હતો. લોરેન્સ બિશ્નોઈ, અનમોલ બિશ્નોઈ, સંપત નેહરા, ગોલ્ડી બ્રાર સહિત 17 થી વધુ લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

બંદુક સુરતની તાપી નદીમાંથી મળી આવી

મુંબઈ પોલીસ આ કેસમાં વધુ તપાસ હાથ ધરી રહી છે. 14 એપ્રિલના રોજ સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટ પર સવારે 5 કલાકની આસપાસ 2 બાઈક સવાર આરોપીઓએ ફાયરિંગ કર્યું હતુ. આ સમાચાર સામે આવ્યા બાદ સૌ કોઈ હેરાન જોવા મળ્યા હતા. આ કેસમાં અનેક આરોપીઓની ધરપકડ થઈ ચુકી છે.

તમને જણાવી દઈએ કે, બોલિવુડ અભિનેતાના ઘરની બહાર કરેલા ફાયરિંગમાં ઉપયોગમાં લેવાયેલી બંદુક સુરતની તાપી નદીમાંથી મળી આવી હતી. આ દરમિયાન કારતુસ પણ મળી આવ્યા છે. આરોપીએ મુંબઈથી સુરત પહોંચ્યા હતા. ત્યાંથી ટ્રેન દ્વારા ભુજ આવ્યા હતા. આમાંથી એક આરોપીએ તો આત્મહત્યા કરી લીધી છે.

આ પણ વાંચો : નિર્માતાએ સની દેઓલ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો, પૈસા લઈ ફિલ્મ કરવાની પાડી ના

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article