Dhurandhar Trailer : ફિલ્મ ધુંરધરના ટ્રેલરમાં જોવા મળ્યા 1, 2 નહી 5 ધુરંધર વિલન, જુઓ વીડિયો
પહેલા ઈન્ટ્રોડક્શન વીડિયો અને હવે ધુરંધરના ટ્રેલરથી નિર્દેશક આદિત્ય ઘરે સિનેમાની દુનિયામાં એક મોટો ધમાકો કર્યો છે. ફિલ્મનું ટ્રેલર મંગળવારના રોજ રિલીઝ થયું છે. ટ્રેલરમાં ફિલ્મના તમામ પાત્રો પરથી પડદો ઉચક્યો છે. તો ચાલો ધુંરધરના વિલને જોઈએ.

રણવીર સિંહ, સંજય દત્ત, અક્ષય ખન્ના, અર્જુન રામપાલ અને આર. માધવનની મોસ્ટઅવેટેડ ફિલ્મ “ધુરંધર”નું ટ્રેલર રિલીઝ થયું છે. મહિનાઓ પહેલા નિર્માતાઓએ ફિલ્મનો વીડિયો શેર કર્યો ત્યારથી ચાહકો તેના ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ટ્રેલર પહેલા વીડિયો જેટલું આકર્ષક નહોતું લાગતું, પરંતુ નિર્માતાઓએ ચાલાકીપૂર્વક સ્ટોરી છુપાવી દીધી. ટ્રેલર ચાર મિનિટથી વધુ લાંબું છે, ધુરંધરના લેખક, નિર્માતા અને દિગ્દર્શક, આદિત્ય ધરે ફિલ્મના પ્લોટ વિશે કોઈ મોટા સંકેતો આપ્યા નથી. ફિલ્મ પાકિસ્તાનમાં ભારતીય જાસૂસના ઓપરેશનની આસપાસ ફરે છે.
ધુરંધરોની ચાહકો સાથે મુલાકાત
આ ટ્રેલરમાં આદિત્ય ધરે પોતાના પાંચ ધુરંધરોની ચાહકો સાથે મુલાકાત કરાવી છે. ક્યો અભિનેતા ક્યા પાત્રમાં જોવા મળી રહ્યો છે. કોઈ પાકિસ્તાની અને કોણ ભારતીય લુકમાં છે. તેનું ચિત્ર પણ સ્પષ્ટ થયું છે.જેની ડાયલોગબાજી જબરદસ્ત જોવા મળી રહી છે.ધુરંધરના ટ્રેલરની શરુઆત અર્જુન રામપાલ સાથે થાય છે. તેમણે એન્જલ ઓફ ડેથ બતાવવામાં આવ્યો છે. અર્જુને ફિલ્મમાં આઈએસઆઈના મેજર ઈકબાલનું પાત્ર નિભાવ્યું છે. આ પાત્ર ખુબ જ પાવરફુલ જોવા મળી રહ્યું છે.
પાકિસ્તાનની આતંકવાદી યોજના
ટ્રેલરમાં નિર્માતાઓ દ્વારા રજૂ કરાયેલું બીજું પાત્ર આર. માધવન છે. માધવન ભારતીય ગુપ્તચર અધિકારી અજય સાન્યાલની ભૂમિકા ભજવે છે. તેમનો દેખાવ NSA અજિત ડોભાલ જેવો જ છે. આ ફિલ્મ રિયલ ઘટનાઓથી પ્રેરિત હોવાનું પણ કહેવાય છે, જોકે તેમનું નામ અલગ છે. આ અધિકારી પાકિસ્તાનની આતંકવાદી યોજનાઓને નિષ્ફળ બનાવવામાં સામેલ છે. ત્રીજો ધુરંધર અક્ષય ખન્ના છે. જે ફિલ્મમાં પાકિસ્તાની વ્યક્તિનું પાત્ર નિભાવી રહ્યો છે. તેના પાત્રનું નામ રહમાન ડકૈત છે. તે પાકિસ્તાનનો મોટો નેતા બનવા માંગે છે. આ પાત્ર વિલનથી ઓછું નથી.
View this post on Instagram
ટ્રેલરમાં દમદાર પાત્ર સંજય દત્તનું પણ જોવા મળી રહ્યું છે. જે બધા પર ભારે પડ્યા છે. 66 વર્ષના અભિનેતા પાકિસ્તાની એસપી ચૌધરી અસલમના પાત્રમાં જોવા મળશે.ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનાર રણવીર સિંહ ફક્ત એક જ વાક્યમાં સ્પષ્ટ કરે છે કે આ પાત્ર એકલા હાથે બધા દિગ્ગજોને હરાવી દેશે. અને કેમ નહીં, છેવટે, તે હીરો છે? લોકોએ રણવીરનો દેખાવ અને એક્શન પહેલેથી જ જોઈ લીધું છે. તે આ ડાયલોગ સાથે એક શક્તિશાળી એન્ટ્રી કરે છે. રણવીર પણ સંપૂર્ણ એક્શન મોડમાં, ગોળીઓ ચલાવતો અને લોહીથી લથબથ જોવા મળે છે.જોકે, ફિલ્મમાં રણવીરના પાત્રનું સાચું નામ જાહેર કરવામાં આવ્યું નથી.
ફિલ્મનું ટ્રેલર આજે 18 નવેમ્બરના રોજ રિલીઝ થઈ ચૂક્યું છે. આ દરમિયાન આખી કાસ્ટ ટ્રેલરના રિલીઝ વખતે હાજર રહી હતી. ફિલ્મમાં રણવીર સિંહના વિરુદ્ધમાં સારા અર્જુન પણ જોવા મળી રહી છે આ ફિલ્મ 5 ડિસેમ્બરના રોજ મોટા પડદા પર રિલીઝ થશે.
