બ્રહ્માસ્ત્ર એક નહીં પરંતુ બે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે ! ક્યારે અને ક્યાં જોઈ શકશો ફિલ્મ

અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત, બ્રહ્માસ્ત્ર માત્ર રણબીર કપૂર અને આલિયા ભટ્ટ જ નથી. આ ફિલ્મમાં નાગાર્જુન અને અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજ કલાકારો પણ મહત્વની ભૂમિકામાં છે.

બ્રહ્માસ્ત્ર એક નહીં પરંતુ બે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે ! ક્યારે અને ક્યાં જોઈ શકશો ફિલ્મ
Image Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2022 | 2:54 PM

Brahmastra : રણબીર કપૂર અને આલિયા ભટ્ટ (Alia Bhatt)ની ફિલ્મ બ્રહ્માસ્ત્રે બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરી છે. બ્રહ્માસ્ત્રની કમાણીનો સિલસિલો દેશ સાથે વિદેશમાં પણ ચાલુ છે. ફિલ્મે રિલીઝના 3 દિવસમાં જ દુનિયાભરમાં 160 કરોડ રુપિયાની કમાણી કરી છે. આ વચ્ચે ફિલ્મને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. કેટલાક રિપોર્ટસમાં દાવો કરવામાં આવ્યો છે કે, ફિલ્મ ટુંક સમયમાં જ ઓટીટી (OTT) પર રિલીઝ થશે. કહેવામાં આવી રહ્યું છે કે, મેકર્સે ફિલ્મના રાઈટ્સ મોટી રકમમાં વહેચ્યા છે.

ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે બ્રહ્માસ્ત્ર

ઓનલાઈન રિપોર્ટસ મુજબ બ્રહ્માસ્ત્રના રાઈટ્સ ડિઝ્ની પ્લસ હોટસ્ટારને વેચી દીધા છે. પ્રથમ દિવસથી જ હોટસ્ટાર બ્રહ્માસ્ત્રનું કેમ્પેન પાર્ટનર રહ્યું છે. ત્યારબાદ સ્પષ્ટ થયું કે, ફિલ્મ હોટસ્ટાર પર રિલીઝ થશે. કહેવામાં આવી રહ્યું છે કે, બ્રહ્માસ્ત્ર માટે કરણ જોહરના ધર્મા પ્રોડક્શનની એમેઝોન પ્રાઈમ વીડિયો સાથે ડીલ થઈ છે. ડિઝ્નીની સાથે-સાથે ફિલ્મને એમેઝોન પર રિલીઝ થવાના સમાચાર છે. હજુ બંન્ને ઓટીટી પ્લેટફોર્મ તરફથી કોઈ અધિકારીક જાહેરાત કરવામાં આવી નથી.

6 અઠવાડિયા બાદ ઓટીટી પર થઈ શકે છે સ્ટ્રીમ

બ્રહ્માસ્ત્રના મેકર્સ હાલમાં ફિલ્મને ઓટીટી પર લઈ જવા માંગતા નથી. જેનું કારણ છે ફિલ્મમાં ઉપયોગ થયેલા VFX જે શાનદાર છે. આ VFXની મજા સિનેમાધર સિવાય બીજે કાંઈ આવવાની નથી. કહેવામાં આવી રહ્યું છે કે, જો મેકર્સ ફિલ્મને ટુંક સમયમાં જ ઓટીટી પર રિલીઝ કરી તો તેને ભારે નુકસાન થઈ શકે છે. આ માટે ફિલ્મને 6 અઠવાડિયા બાદ જ ઓટીટી પર જોવા મળી શકે છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Boycottના ટ્રેડ છતાં બમ્પર કમાણી

રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ બહ્માસ્ત્ર 9 સપ્ટેમ્બરના રોજ સિનેમાધરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મ રિલીઝ થયાને હજુ 3 દિવસ થયા છે અને ફિલ્મે બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરી છે. ફિલ્મની કમાણીના આંકડા લોકોને આકર્ષિત કરી રહ્યા છે કારણ કે, ફિલ્મ રિલીઝ થતા પહેલા રણબીર અને આલિયાની આ ફિલ્મ Boycott કરવાની માગ કરવામા આવી રહી હતી. Boycottની માગ કર્યા બાદ ફિલ્મ બોક્સ ઓફિસ પર ચાલી રહી છે. ઓડિયન્સનું રિસ્પોન્સ જોઈ મેકર્સ ખુબ જ ખુશ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">