એનિમલે એડવાન્સ બુકિંગમાં પોતાની તાકાત બતાવી, રણબીર કપૂરે રિલીઝ પહેલા જ વિકીને પછાડી દીધો
રણબીર કપૂરની એનિમલે રિલીઝ પહેલા જ ચાહકોના દિલમાં હલચલ મચાવી દીધી છે. ટ્રેલર રીલિઝ થયું ત્યારથી જ બધાના મોંઢા પર માત્ર એનિમલ છે. જો કે આશા છે કે આ ફિલ્મ બમ્પર ઓપનિંગ કરશે. ફિલ્મે પ્રથમ દિવસના એડવાન્સ બુકિંગમાં અજાયબીઓ કરી છે, કરોડો રૂપિયાની કમાણી કરી છે,

એનિમલ રિલીઝ થવામાં માત્ર 4 દિવસનો સમય બાકી છે, પરંતુ રિલીઝ પહેલા જ ફિલ્મ પોતાનો દબદબો કાયમ રાખ્યો છે. આવું અમે નથી કહેતા પરંતુ એડવાન્સ બુકિંગના આંકડા જણાવી રહ્યા છે. જેને જોઈને એ કહી શકાય કે. રણબીર કપુરની ફિલ્મ બમ્પંર ઓપનિંગ કરી શકે છે.તમને જણાવી દઈએ કે એનિમલ સિવાય સેમ બહાદુર પણ 1 ડિસેમ્બરે રીલિઝ થવા જઈ રહી છે,
જો કે એડવાન્સ બુકિંગના મામલે રણબીર કપૂર વિકી કૌશલ પર ધાક જમાવતો જોવા મળી રહ્યો છે.આ ફિલ્મમાં રણબીર કપૂર અને બોબી દેઓલ સિવાય રશ્મિકા મંદન્ના, અનિલ કપૂર, શક્તિ કપૂર સહિતના ઘણા સ્ટાર્સ જોવા મળશે.
પહેલા દિવસે કેટલી ટિકિટ બુક થઈ
રણબીર કપુરની એનિમલે માત્ર ટ્રેલરથી ચાહકોના દિલ પર હલચલ મચાવી દીધી છે. તેનો ફાયદો રિલીઝ પહેલા જ ફિલ્મને થશે. એક રિપોર્ટ મુજબ રાત્રે 8 કલાક સુધી 1 લાખ 73 હજાર 738 ટિકિટ બુક થઈ ચૂકી છે. તમને જણાવી દઈએ કે, આ એડવાન્સ બુકિંગ પહેલા દિવસથી શાનદાર જોવા મળી રહી છે. ફિલ્મના એડવાન્સ બુકિંગની શરુઆત 25 નવેમ્બરના રોજ થઈ હતી. જોકે, ફિલ્મને માત્ર એક જ દિવસમાં જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.
એનિમલના એડવાન્સ બુકિંગથી 5.3 કરોડ રૂપિયાની કમાણી
એનિમલની રિલીઝમાં હજુ 4 દિવસ બાકી છે, તેથી એડવાન્સ બુકિંગના આંકડાઓ જોતા એવું માનવામાં આવે છે કે શરૂઆતના દિવસે રણબીર કપૂર માત્ર વિક્કી કૌશલના સેમ બહાદુરના રેકોર્ડ તોડશે જ નહીં, પરંતુ ઘણા બધા રેકોર્ડ્સ પણ તોડી નાખશે. કમાણીની દ્રષ્ટિએ પ્રથમ દિવસની એનિમલના એડવાન્સ બુકિંગથી 5.3 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
હાલમાં જ જ્યારે એનિમલનું ટ્રેલર રીલિઝ થયું ત્યારે રણબીર કપૂરે યુટ્યુબ પર એક એવો રેકોર્ડ બનાવ્યો, જે શાહરૂખ ખાનની ‘જવાન’ અને સલમાન ખાનની ‘ટાઈગર 3’ બનાવી શકી નથી. ટ્રેલર તો એનિમલનું ચાહકોનું ખુબ પસંદ આવ્યું હતુ. હવે ફિલ્મની રાહ જોઈ ચાહકો બેઠા છે.
આ પણ વાંચો : ‘રણબીર કપૂર દુનિયાનો શ્રેષ્ઠ છે…’, મહેશ ભટ્ટે તેમના જમાઈ વિશે શું કહ્યું? જુઓ વીડિયો
