Khanna family tree :રાજેશ ખન્નાના સુપરસ્ટારડમથી લઈને જમાઈ અક્ષય કુમાર સુધી, પરિવાર પર એક નજર
બોલિવૂડના 'કાકા' અને પ્રથમ સુપરસ્ટાર રાજેશ ખન્ના આ દુનિયામાં નથી, પરંતુ તેઓ ચાહકોની યાદોમાં જીવંત છે. આવી સ્થિતિમાં, અમે તમને તેમના પરિવાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
રાજેશ ખન્ના અભિનેત્રી અને મોડલ અંજુ મહેન્દ્રુને ખૂબ પ્રેમ કરતા હતા અને લગભગ 7 વર્ષ તેમની સાથે રિલેશનશીપમાં હતા. એવું કહેવાય છે કે રાજેશ ખન્ના અને અંજુ મહેન્દ્રુ બાળપણથી એકબીજાને ઓળખતા હતા તમને જણાવી દઈએ કે રાજેશ ખન્ના અંજુને એટલો પ્રેમ કરતા હતા કે તેઓ તેની સાથે લગ્ન કરવા પણ માંગતા હતા.
જો કે, અંજુ તે સમયે ફિલ્મોમાં પોતાનું નસીબ અજમાવી રહી હતી અને તેને લગ્ન કરતાં તેની કારકિર્દીની વધુ ચિંતા હતી. પરંતુ રાજેશ ખન્નાએ તેમાથી 16 વર્ષ નાની ડિમ્પલ કાપડિયા (Dimple Kapadia) સાથે લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા હતા.
રાજેશ ખન્ના ગર્લફેન્ડ
લગ્ન સમયે રાજેશ ખન્ના 32 વર્ષના હતા.તમને જણાવી દઈએ કે રાજેશ ખન્નાએ 18 જુલાઈ 2012ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. લીવર ઈન્ફેક્શનને કારણે તેમનું મૃત્યુ થયું હતું. રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાની સુંદરતાની ચર્ચાઓ આજે પણ થાય છે.
રાજેશનું હૃદય સ્ટાઇલિશ ડિમ્પલ પર એવી રીતે પડ્યું કે તેણે તેને પોતાનો જીવનસાથી બનાવી લીધો, તેણે માત્ર 16 વર્ષની ઉંમરે રાજેશ ખન્ના સાથે લગ્ન કર્યા હતા. લગ્નના બીજા વર્ષે 1974માં, દંપતીને પુત્રી ટ્વિંકલ ખન્નાનો જન્મ થયો હતો. ત્યારબાદ રિંકી ખન્નાને જન્મ આપ્યો હતો.
રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાની 2 પુત્રીઓ
ટ્વિંકલ ખન્ના
રિંકી ખન્ના
અભિનેત્રી ટ્વિંકલ ખન્નાએ વર્ષ 2001માં બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ અભિનેત્રીએ ફિલ્મી દુનિયાને અલવિદા કહી દીધું અને હવે તે લેખક અને નિર્માતા તરીકે નામ કમાઈ રહી છે. અભિનેત્રી બે બાળકોની માતા છે. તેમના પુત્રનું નામ આરવ કુમાર અને પુત્રીનું નામ નિતારા કુમાર છે.
ટ્વિંકલ ખન્ના અને અક્ષય કુમારના 2 બાળકો
આરવ કુમાર
નિતારા કુમાર
અભિનેત્રી તેના પતિ અને પુત્રી નૌમિકા સાથે લંડનમાં રહે છે
રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાની બંને પુત્રીઓ ટ્વિંકલ ખન્ના અને રિંકી ખન્નાએ પણ બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. રિંકીએ વર્ષ 2003માં સમીર સરન સાથે લગ્ન કર્યા હતા. અભિનેત્રીનો પતિ સમીર એક બિઝનેસમેન છે. બંન્નેને એક પુત્રી પણ છે, અભિનેત્રી તેના પતિ અને પુત્રી નૌમિકા સાથે લંડનમાં રહે છે, તમને જણાવી દઈએ કે, રિંકી ખન્નાએ પોતાના ટૂંકા કરિયરમાં ‘જીસ દેશ મેં ગંગા રહેતા હૈ’, ‘મુઝે કુછ કહેના હૈ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.રિંકીની પુત્રી નૌમિકા સરન સુંદરતા અને ગ્લેમરમાં તેની નાની ડિમ્પલથી ઓછી નથી.નૌમિકા સરન હાલમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કરી રહી છે. શું તે આગામી દિવસોમાં તેના નાના-નાની અને માસી જેવી ફિલ્મોમાં કારકિર્દી બનાવશે કે નહીં તે જોવું રહ્યું,
રિંકી ખન્ના અને સમીર સરન 1 પુત્રી
પુત્રી નૌમિકા